ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. ફેમસ એક્ટ્રેસ આકાંક્ષા દુબેએ આત્મહત્યા કરી લીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગત રાત્રે (૨૫ માર્ચ) આકાંક્ષા શૂટ બાદ એક હોટલમાં ગઈ હતી અને ત્યાં આત્મહત્યા કરી લીધી હતી. આકાંક્ષા દુબેએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેનો મૃતદેહ હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો. હાલ તો પોલીસ આ મામલે તપાસમાં લાગેલી છે. હાલ ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર કાળ મંડરાઈ રહ્યો છે. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને બોલિવૂડ અને હવે ભોજપુરી સિનેમા સુધીના સેલેબ્સના મોતના સમાચાર આવી રહ્યાં છે. તાજેતરમાં જ બોલિવૂડ એક્ટર-ડિરેક્ટર સતીશ કૌશિકનું અવસાન અને તાજેતરમાં જ ડિરેક્ટર પ્રદીપ સરકાર સિવાય એક્ટ્રેસ નીલુ કોહલીના પતિના મૃત્યુએ બધાને ચોંકાવી દીધા હતા. લોકો આ આંચકામાંથી બહાર પણ નથી આવી શક્યા કે હવે આકાંક્ષા દુબેની અચાનક આત્મહત્યાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે.
જણાવવામાં આવી રહ્યું છે કે ૨૫ વર્ષની આકાંક્ષા દુબેએ બનારસની સારનાથ હોટલમાં આત્મહત્યા કરી હતી. તે બનારસમાં જ તેના એક પ્રોજેક્ટનું શૂટિંગ કરી રહી હતી. આકાંક્ષા દુબેએ કયા કારણોસર આવું કર્યું? અચાનક શું થયું કે હોટલમાં જઈને આકાંક્ષાએ આત્મહત્યા જેવું પગલું ભર્યું? આ તમામ પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે. આ મામલે હજુ બાકીની માહિતીની રાહ જાેવાઈ રહી છે. આકાંક્ષા દુબેનો જન્મ ૧૯૯૭માં થયો હતો. તે ભદોહી જિલ્લાના ચૌરી પોલીસ સ્ટેશન વિસ્તારના પારસીપુર વિસ્તારની રહેવાસી હતી. તેણે 'મેરી જંગ મેરા ફૈસલા', 'મુઝસે શાદી કરોગી' અને 'સાજન' જેવી ફિલ્મો કરી, જે હિટ રહી.
આકાંક્ષા દુબેના મૃત્યુના થોડા કલાકો પછી, તેનું પવન સિંહ સાથેનું છેલ્લું ગીત 'આરા કભી હારા નહીં' રિલીઝ થયું છે. આ સમાચારથી ફેન્સ ઘેરા આઘાતમાં છે. તેઓ વિશ્વાસ નથી કરી શકતા કે જે એક્ટ્રેસ થોડા કલાકો પહેલા સુધી ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતી હતી અને શૂટિંગ પર હતી તેણે અચાનક આવું પગલું કેમ ભર્યું?
આકાંક્ષા દુબે તેની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહી હતી. તે એક્ટર સમર સિંહને ડેટ કરી રહી હતી. આ વર્ષે, વેલેન્ટાઇન ડે પર, આકાંક્ષા દુબેએ ઇન્સ્ટાગ્રામ પર રોમેન્ટિક તસવીરો શેર કરીને સમર સિંહ સાથેના તેમના રિલેશનને ઓફિશિયલ બનાવ્યા હતાં. આકાંક્ષા દુબેને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો અને આ શોખ તેને ૩ વર્ષની ઉંમરે મુંબઈ લઈ આવી હતી. પરિવારના સભ્યો ઈચ્છતા હતા કે આકાંક્ષા આઈપીએસ ઓફિસર બને અને દેશની સેવા કરે, પરંતુ આકાંક્ષાનું મન હંમેશા ડાન્સ અને એક્ટિંગમાં જ હતું.
એેક ઈન્ટરવ્યુમાં આકાંક્ષા દુબેએ જણાવ્યું કે કેવી રીતે તેને કરિયરની શરૂઆતમાં રિજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ ૨૦૧૮માં એવી સ્થિતિ પણ આવી જ્યારે તે ડિપ્રેશનમાં જતી રહી. આ કારણે આકાંક્ષા દુબેએ તે સમયે એક્ટિંગથી દૂર થઇ ગઇ હતી. આકાંક્ષા ભોજપુરી સિનેમામાં કમબેક કરી શકી ન હોત, જાે મુશ્કેલ સમયમાં તેની માતાનો સાથ ન મળ્યો હોત.