ભારતમાં દર વર્ષે
જાન્યુઆરીના બીજા સપ્તાહને માર્ગ સુરક્ષા સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. એનો
ઉદ્દેશ્ય એ હોય છે કે લોકોમાં ડ્રાઈવિંગ પ્રત્યે માહિતી આપવામાં આવે કે સારી રીતે
ડ્રાઈવિંગ કરી અકસ્માતોનું પ્રમાણ અટકાવી શકાય છે. ભારતમાં દર વર્ષ લાખો નવા
વાહનોનું વેચાણ થાય છે. માર્ગો ઉપર ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાય છે. તેથી ઘણા
લોકો બેફામ ડ્રાઈવિંગ કરે છે તેના લીધે અકસ્માતો સર્જાય છે અને ઘણાના જીવનદીપ
બુઝાઈ જાય છે. અમુક વખતે ડ્રાઈવરોની બેદરકારીને કારણે માસૂમ લોકોના પણ જીવ જાય છે.
ભારતમાં સૌથી વધુ લોકોના જીવ વાહન અકસ્માતોના કારણે થાય છે.
ભારતના દિલ્હી,
બેંગ્લોર, મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, વડોદરા, પૂના, ભુવનેશ્વર, હૈદરાબાદ,
ચંદીગઢ વગેરે શહેરોમાં
માર્ગ સલામતી સપ્તાહ બહુ ઉત્સાહ અને આનંદ સાથે મનાવવામાં આવે છે. માર્ગ સુરક્ષા
સંબંધી ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરીને લોકોને માર્ગો પર કેવી રીતે વાહન
ચલાવવાએ વિશે લોકોને માહિતી આપવામાં આવે છે.
આ અભિયાન આખા
સપ્તાહ દરમ્યાન વિભિન્ન પ્રકારના શૈક્ષણિક બેનર, સુરક્ષા પોસ્ટર, સુરક્ષા ફિલ્મ અને સુરક્ષા સાથે સંબંધિત પત્રક
વગેરે માર્ગ પર યાત્રા કરનારા યાત્રીઓને આપવામાં આવે છે. સડક પર યાત્રા કરતી વખતે
સમય અને સડક સુરક્ષા વિશે પ્રોત્સાહિત કરવામાં આવે છે. અર્થાત યાત્રા કરવાનું
યોજનાપૂર્ણ સારી રીતે આયોજિત અને ધંધાકીય રીતે તે લોકો જે ખોટી રીતે માર્ગ ઉપર
વાહન ચલાવે છે તેમને ગુલાબનું ફૂલ આપીને માર્ગ સુરક્ષા માપદંડો અને આવાગમનના
નિયમોનું પાલન કરવા માટે વિનંતી કરવામાં આવે છે.
માર્ગો પર વાહન
ચલાવતી વખતે લોકોની ભૂલોને કારણે માર્ગ અકસ્માતો ઓછા કરવા માટે માર્ગ સુરક્ષા
સપ્તાહનું સરકાર દ્વારા આયોજનો કરવામાં આવે છે. માર્ગ સુરક્ષા એક સામાન્ય અને
મહત્ત્વપૂર્ણ વિષય છે. સામાન્ય પ્રજામાં ખાસ કરીને નવા યુવાનોમાં વધુ જાગૃતિ લાવવા
માટે એમને શિક્ષણ, સામાજિક જાગૃતિ
વગેરે જુદા જુદા ક્ષેત્રો સાથે જોડવામાં આવ્યા છે. પ્રોજેક્ટ બનાવવો, ચર્ચા, પ્રશ્નોત્તરી સ્પર્ધામાં સામેલ કરવા અથવા નિબંધ લેખન સ્પર્ધાની જેમ જ
વિદ્યાર્થીઓને પોતાની સ્કૂલમાં નાની જરૂરિયાતોને પૂરી કરવા માટે આ વિષય સારી રીતે
પરિચિત હોવો જોઈએ.
આપણે બધા જાણીએ
છીએ કે માર્ગ અકસ્માતો ઈજા અને મૃત્યુ આજના દિવસોમાં બહુ સામાન્ય થઈ ગયા છે. માર્ગ
પર એવી દુર્ઘટનાઓનું મુખ્ય કારણ માર્ગ અવર-જવરના નિયમો અને માર્ગ સુરક્ષા ઉપાયોને
નજરઅંદાજ છે. નિયમ વિરૂદ્ધ વાહન ચલાવવું, માર્ગ સુરક્ષા નિયમો અને ઉપાયોમાં ઘટાડો ઝડપી ગતિએ વાહન ચલાવવું, નશામાં ગાડી ચલાવવી વગેરે કારણે માર્ગ અકસ્માતો
થાય છે. દરરોજ થતા માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે એની સુરક્ષા માટે બધા
માર્ગનો ઉપયોગ કરનારા માટે સરકારે વિભિન્ન પ્રકારના સડક આવા-ગમન અને માર્ગ સુરક્ષા
નિયમો બનાવ્યા છે. આપણે આ બધા નિયમો અને નિયંત્રણોનું પાલન કરવું જોઈએ.
વાહન ચલાવતી વખતે
સેલફોન કે બીજા ઈલેકટ્રોનિક ઉપકરણોના ઉપયોગના કારણે ડ્રાઈવરનું ધ્યાન હટવાને કારણે
માર્ગ અકસ્માતોનો ખતરો વધ્યો છે. આવી બાબતોમાં માર્ગ અકસ્માતો અને ઈજાઓથી દૂર
રાખવા માટે ડ્રાઈવિંગના નિયમ અને કાનૂન તમને ઘણી મદદ કરે છે.
બાળકો માટે માર્ગ
સુરક્ષા જ્ઞાનની જરૂર :-
આંકડા અનુસાર એ
જાણવા મળ્યું છે કે મોટાભાગના માર્ગ અકસ્માતોની બાબતમાં જેમાં બાળકો સામેલ હોય છે,
કારણ કે તે બીજા ઉંમર
વર્ગના સમૂહથી વધુ ખતરો પણ હોય છે. તેમને પોતાના શરૂઆતના સમયથી જ માર્ગ સુરક્ષા
જ્ઞાન અને શિક્ષણની જરૂર છે. એમના અભ્યાસક્રમમાં આ વિષયને જોડવો જોઈએ. એમના ઘર અને
સ્કૂલથી જ શરૂઆત થવી જોઈએ.
• બાળકો બિલકુલ
નિર્દોષ હોય છે. માર્ગ પર ઝડપી ગતિથી ચલાવનારા વાહનોનું તે મૂલ્યાંકન કરી શકતા
નથી.
• એમના નાના કદના
કારણે ચાલક પણ સડક પર પોતાના મૂડને માપી શકતો નથી જ્યારે તે વાહનની સામે સડક પાર કરવાની
કોશિશ કરે છે.
• તે અંદાજ લગાવી
શકતો નથી કે કેવી રીતે બધા વાહનો ખાલી સડક પર આવી જાય છે.
• તે સડકને ગમે
ત્યાંથી પાર કરી શકે છે કારણ કે એને સડકને પાર કરવા માટે યોગ્ય પદ્ધતિનો ખ્યાલ
હોતો નથી.
• તે જલ્દી ડરી જાય
છે. અને તે સમજી શકતો નથી કે તેણે શું કરવું જોઈએ જ્યારે તે વાહનને પોતાની તરફ
આવતું જુએ છે.
માર્ગ અકસ્માતો
નિવારવાના ઉપાયો :-
• વાલીઓએ પોતાના
બાળકોને વધુ સાવધાન બનાવવા જોઈએ અને સડકને પાર કરતાં પહેલાં બંને બાજુ જોવાનું
શીખવાડવું જોઈએ.
• બાળકોને સડક પાર
કરતાં સમયે પોતાના વડીલ કે મિત્રોનો હાથ હંમેશા પકડીને રાખવો જોઈએ.
• પગપાળા યાત્રીઓ
માટે અવર-જવરના સિગ્નલોને જોયા બાદ ચાર રસ્તા પર માત્ર સડકને પાર કરવા માટે એમને
શીખવાડવું જોઈએ.
• ગાડીની
ગતિનિર્ધારિત સીમા સુધી જ રાખો. ખાસ કરીને સ્કૂલ, હોસ્પિટલ, કોલોની વગેરે વિસ્તારોમાં.
• બધા વાહનોએ બીજા
વાહનોથી નિશ્ચિત અંતર બનાવી રાખવું જોઈએ.
• સડકો પર ચાલનારા
બધા લોકોએ રોડ પર બનાવેલ નિશાન અને નિયમોની સારી રીતે જાણકારી હોવી જોઈએ.
• યાત્રા દરમ્યાન માર્ગ સુરક્ષાના નિયમ-કાયદાઓને
મગજમાં રાખો.