આપનું ઘર, આપની મરજીથી કામ અને ખૂબ જ પૈસા... બધાં જ ઇચ્છે છે કે તેમનું જીવન
કંઇક એવું જ હોય... ઓફીસ નું ચક્કર નહીં અને બોસની ખીટ-ખીટ નહીં. બસ, પોતાની મરજીથી કામ અને એક મજેદાર લાઇફ જીવવા માટે ખૂબ જ પૈસા. જો આપ
આ બધું ઇચ્છો છો તો અમે આપને ૧૦ રીતો બતાવીએ છીએ જે આપને ઘર બેઠા લાખો રૂપિયા
કમાવવાનાં નુસ્ખા આપશે. જો આપ કામ નથી કરતાં તો પાર્ટ ટાઇમ જોબનાં રૂપમાં પણ આ કામ
કરી શકો છો... અને આપની આવક ચાર ગણી વધારી શકો છો.
વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ :
આજકાલ ઘણીબધી કંપનીઓ ઓફીસ વગર જ કામ
કરે છે. આનાં કારણે દૂર બેઠેલા લોકોને પણ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ નું કામ કરવાનાં
અનેક મોકા મળશે. આમાં કસ્ટમર સર્વિસ ડ્યુટી (ગ્રાહક સેવા), ફોનનાં જવાબ આપવા, મુલાકાત ગોઠવવી, ઇ-મેઇલ ચેક કરવા વગેરે સામેલ છે.
આપ એક ગ્રાહક સાથે કામ કરવાનું પ્રારંભ
કરો અને એકવાર જ્યારે આપ આપની વિશેષતા કે જે તે ક્ષેત્ર ને ઓળખી લો; જેમકે સોશિયલ મીડિયા, ગ્રાહક સેવા વગેરે... ત્યારબાદ આપ આપના
ક્લાયન્ટ (ગ્રાહકો) ની સંખ્યા વધારીને આવક વધારી શકો છો.
બિઝનેસ એક્ષપર્ટ :
આજકાલ દરેક ક્ષેત્રમાં એક્ષપર્ટની
જરૂરત છે. જો આપ કોઇપણ ક્ષેત્રનાં એક્ષપર્ટ (વિશેષજ્ઞ) છો તો આપના જ્ઞાન નો ઉપયોગ
કરીને કોચ બનીને દુનિયાભરનાં વિદ્યાર્થીઓને ભણાવી શકો છો... ઇન્ટરનેટની સહાયથી જે
કોઇ શીખવા માટે આતુર હોય તેની સુધી પહોંચી શકો છો.
બિઝનેસ ક્ષેત્રમાં અગર આપને સારી એવી
જાણકારી હોય તો આપ દર મહિને લાખો રૂપિયા કમાઇ શકો છો, જેના માટે આપને શેર બજાર ની જાણકારી સાથે ટેક્ષનું જ્ઞાન, ટેક્ષ બચાવવાના રસ્તાઓનાં કાનૂની વિષયોનું પણ જ્ઞાન હોવું જોઇએ.
ઇ-બે સ્ટોર ઓનર :
જો આપ આપના વિકાસ માટે ફંડ મેળવવા
માંગતા હોવ તો આ એક સારો વિકલ્પ છે. આ એ લોકો માટે એક પુલ સમાન છે જેઓ પોતાની
ઓનલાઇન કેરિયર શરૂ કરવા માંગે છે, પરંતુ ૯.૦૦ થી ૫.૦૦ ની નોકરી હોવાથી
સુરક્ષિત આવક નથી છોડવા માંગતા કેમ કે લીલામીનું કામ સાંજે પણ કરી શકાય છે.
ટી-શર્ટ ઇ-કોમર્સ સ્ટોર :
સડકો પર ફરતાં ફરતાં આપે કેટલીયે વાર
જોયું હશે કે, લોકોનાં ટી-શર્ટ પર કંઇ ને કંઇ લખ્યું
હોય છે. આપને પણ મનમાં થતું હશ કે આપની ઇચ્છા મુજબ ટી-શર્ટ્સ પર સંદેશો લખી શકતો
હોઉં તો... તો આવું થઇ શકે છે. માંગ મુજબ કેટલીયે પ્રિન્ટ્સ ઉપલબ્ધ છે. પહેલાંની
સરખામણીમાં ટી-શર્ટ બનાવવા ની કંપની ખોલવા માટેનું હવે વધારે સસ્તું છે. પ્રથમ
આપને ઘણાં પ્રમાણમાં અલગ અલગ રંગ અને સાઇઝની ટી-શર્ટ મંગાવવી પડતી હતી કેમકે આપને
ખબર નહતી હોતી કે કઇ ટી-શર્ટ વેચાશે... હવે ક્રિએટીવ ડિઝાઇન અને સિશિયલ મીડિયા ની
તાકાતથી ટી-શર્ટ નાં બ્રાન્ડ ઉપર ઉઠ્યા છે. અને ચાલવા લાગ્યા છે. ચમ્મી ટીજ
(ટી-શર્ટ) આનું સારૂં ઉદાહરણ છે કે આપ આકર્ષક લાઇનો અને ક્રિએટીવ ડિઝાઇન્સને કેવા
પ્રકારે એક લાભદાયક ઓનલાઇન બિઝનેસમાં બદલી શકો છો...
એફિલીએટ માર્કેટર :
પ્રમોટ કરવા માટે (વધારો કરવા માટે) પ્રસ્તાવોની
વસ્તૃત શ્રૃંખલા ઉપલબ્ધ છે, જે પ્રત્યેક વેચાણ માટે આપને પૈસા આપવા
માટે તૈયાર છે. આ ઓફર્સ આપ આપના દ્વારા બનાવવામાં આવેલ ઇ-મેઇલ લીસ્ટ પર બ્લોગ
દ્વારા સોશિયલ મીડિયા પર પ્રમોટ કરી શકો છો.
લીસ્ટમાં બતાવેલ અન્ય વિકલ્પોની
તુલનામાં આ સ્ટાર્ટઅપ માટે વધારે પૈસાની જરૂર હોય છે. કેમકે વાસ્તવમાં સફળ થવા
માટે આપને ઘણી બધી પે-ચેલનોને મળવું પડશે. સફળ એફિલીએટ પરીક્ષણ અને ઓપ્ટીમાઇઝેશન
પર પૈસા ખર્ચવાથી ઘબરાતાં નથી.
સોશિયલ - મીડિયા ઇન્ફ્લુએન્સર :
જી હાં, વર્ષ ૨૦૧૬ નું આ વાસ્તિવિક કેરિયર છે. અગર આપ સોશિયલ મીડિયા પર આપનાં
ઘણાં વધારે અને ઇમાનદાર ફોલોઅર્સ છે તો આપ પ્રોડક્ટ્સને પ્રમોટ કરીને પૈસા કમાઇ
શકો છો. કેટલીક સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર દરેક પોસ્ટ પર હજારો ડોલર કમાઇ શકે છે.
બ્રાન્ડ એવી રીતે પૈસા નહીં લગાવે જ્યાંથી પાછા મળવાનું સંભવ ના હોય.
યુ-ટ્યુબર :
આ નવા જમાનાનો વ્યવસાય છે. આપે બસ,
થોડું ક્રિએટીવ કરવું પડશે. પછી પૈસા પોતાની
જાતે જ આપનાં ખાતામાં આવવા માંડશે. કોઇ એક વિષય પસંદ કરો, તેનો વીડીઓ બનાવીને યુ-ટ્યુબ પર અપલોડ કરો અને ગુગલની શરતોને પૂરી
કર્યા બાદ પૈસા કમાઓ. આપ કોઇપણ વિષય પસંદ કરી શકો છો. જેમાં ગેઝેટ, ફિલ્મ, ક્રિકેટ, એનાલીસીસ્ટ, ઓનલાઇન ટીચર, ડાન્સ, સીંગીંગ વગેરે છે. જેમ જેમ આપનાં
સબ્સક્રાઇબર્સ વધશે. આપને જાહેરાતો મળવી શરૂ થઇ જશે. જેટલી વધુ વ્યુઅરશીપ થશે
તેટલી જ સારી આપની કમાણી થશે.
ગ્રાફિક ડિઝાઇનર / વેબ ડેવલોપર :
જો આપ ગ્રાફિક ડિઝાઇનર છો, અથવા આપ જાણો છો કે કોડ કેવી રીતે લખવાનો છે તો ઘણાં બધાં લોકો આપની
સેવાનો ફાયદો ઊઠાવવા તૈયાર છે. ફ્રિલાન્સર હોવાને કારણે આપ આપનાં કામના કલાકો પર
નિયંત્રણ રાખી શકો છો. વળી આપને કોના માટે કામ કરવું છે તે પસંદ કરી શકશો. આપ
પ્રોજેક્ટ પસંદ કરો અને એ કરો જે આપને પસંદ હોય.
તો જોયું ને, અહીં ફક્ત અને ફક્ત દિમાગ અને ક્રિએટિવીટી ની જ રમત છે. અગર આપ
સ્માર્ટ છો, ક્રીએટીવ છો તો પૈસા પોતાની મેળે જ
આપની પાસે સામેથી આવશે.
મહત્ત્વની વાત એ છે કે આપને આપનું
લક્ષ્ય નિર્ધારિત કરવાનું છે અને કેન્દ્રિત રહીને કામ કરવું પડશે. કામમાં ઇમાનદારી
અને લગન ખૂબ જ જરૂરી છે, એના વગર કોઇને પણ સફળતા નથી મળતી...