જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમના સ્વ.હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા જાેડિયા ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓ માટે ભોજનની સુવિધા પૂરી પાડવાનો છેલ્લા ૧૪ વર્ષથી અનોખો સેવાયજ્ઞ આ વર્ષે પણ અવિરત કાર્યરત છે.
જામનગર જિલ્લાનો જાેડિયા તાલુકો છે. પરંતુ તાલુકામાં કોઈ મોટા ભોજનાલય કે રેસ્ટોરન્ટ સહિતની વ્યવસ્થાઓ ના હોય સતત ૧૪ વર્ષથી જામનગર સાંસદ પૂનમબેન માડમ તેમના પિતાના નામે ચાલતા સ્વ.હેમતભાઈ રામભાઈ માડમ મેમોરીયલ ટ્રસ્ટના માધ્યમથી અહી દર વર્ષે બોર્ડની પરીક્ષાઓ દરમિયાન આવતા વિદ્યાર્થીઓ અને તેની સાથેના પરિવારજનો માટે શુદ્ધ સાત્વિક ભોજન મળી રહે તે માટેની વ્યસ્થા કરવામાં આવે છે. જાેડિયા ખાતે સાંસદ પૂનમબેન માડમ સહિતના આગેવાનો પહોચ્યા હતા. તો પૂનમબેન સાથે વાતચીત કરી અને વિદ્યાર્થીઓ ખુશ થયા હતા.
જાેડીયાના આસપાસના તાલુકાઓમાંથી બોર્ડની પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને ભોજન માટે કોઈ અગવડતા ન પડે તે માટે સાંસદ પૂનમબેન માડમ દ્વારા આ અનોખો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. આ ભોજન સેવામાં દરરોજના ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓ લાભ લે છે. આ માટે જાેડીયા ગામના આગેવાનો અને કાર્યકરો પૂરેપૂરો સહયોગ આપે છે.