યુવકના બેંક એકાઉન્ટમાં ભૂલથી આવી ગયા ૧૪ હજાર રુપિયા

યુવકના બેંક એકાઉન્ટમાં ભૂલથી આવી ગયા ૧૪ હજાર રુપિયા

 ભોપાલ, તા.૨૬ - કેટલીક વાર એવું બનતું હોય છે કે ભૂલથી બીજા ખાતામાં રુપિયા ટ્રાન્સફર થઈ જતા હોય છે. આવી જ રીતે એક યુવકના ખાતામાં ભૂલથી રુપિયા ૧૪ હજાર ઓનલાઈન ટ્રાન્સફર થઈ ગયા હતા. યુવકના ખાતામાં રુપિયા આવતા તેણે પરત કરવાનું નક્કી કર્યુ હતુ. પરંતુ રુપિયા પરત કરવાની આ ઈમાનદરી બતાવવામાં ચક્કરમાં યુવક સાથે દાવ થઈ ગયો હતો અને તેને મોંઘુ પડ્યું હતું. રુપિયા પરત કરવાની પ્રક્રિયા દરમિયાન તે ભેજાબાજાેની જાળમાં ફસાઈ ગયો હતો. ભેજાબાજાેએ યુવકના ખાતામાંથી રુપિયા ૬૦ હજાર ઉપાડી લીધા હતા. બાદમાં યુવકે પોલીસ ફરિયાદ કરી હતી. જે બાદ પીપલાપી પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

પિપલાની પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ, પાતરા પુલની પાસે બરખેડીમાં રહેતા એક ૩૫ વર્ષીય દેવેન્દ્ર રેકવાર નામનો યુવક ખાનગી કંપનીમાં કામ કરે છે. ૨૦ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ ઓનલાઈન એપ ઈન્સ્ટન્ટ સેલરી લોન દ્વારા તેના એસબીઆઈ બેંકના ખાતમાં રુપિયા ૧૪ હજાર જમા થઈ ગયા. યુવક આ રુપિયા પરત કરીને પોતાની ઈમાનદારી બતાવવા માગતો હતો. એટલા માટે યુવકે સંબંધિત કંપનીના કસ્ટમરકેર નંબર પર સંપર્ક કર્યો હતો.

કસ્ટમર કેર નંબર પર કોલ કરીને યુવકે રુપિયા પરત કરવા માટેની પ્રક્રિયા પૂછી હતી. જે બાદ ગુલશન નામના એક વ્યક્તિના ખાતમાં ફોન પે દ્વારા રુપિયા મોકલી આપ્યા હતા. એ પછી એ જ કંપની તરફથી વિકાસ નામના શખસનો ફોન આવ્યો હતો. જેણે યુવકને એની ડેસ્ક એપ ડાઉનલોડ કરાવી હતી. એ પછી ૨૧ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ પિપલાની સ્થિત પોતાની બેંકમાં કામકાજથી યુવક ગયો હતો.

જ્યારે યુવકે પોતાનું બેંક એકાઉન્ટ ચેક કરાવ્યું તો જાેઈને ચોંકી ગયો હતો. બેંક ખાતામાંથી રુપિયા ૬૦ હજાર કપાઈ ગયા હતા. અચાનક બેંક ખાતામાંથી આટલી મોટી રકમ ગાયબ થઈ જવાથી યુવક પણ ચોંકી ગયો હતો. જે બાદ યુવકે સ્થાનિક સાયબર સેલમાં આ મામલે ફરિયાદ કરી હતી. કેસની તપાસ કર્યા બાદ સાયબર સેલે તપાસ પિપલાની પોલીસ સ્ટેશનમાં મોકલી આપી હતી. ત્યારે પોલીસે પણ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં મહત્વની વાત એ છે કે જ્યારે યુવકે રુપિયા પરત કર્યા અને બીજી વ્યક્તિએ તેને કોલ કરીને એની ડેસ્ક એપ ઈન્સ્ટોલ કરાવી એ પછી ભેજાબાજે આ એપ દ્વારા યુવકના ખાતમાંથી રુપિયા ટ્રાન્સફર કરી લીધા હતા. શખએ આ એપથી યુવકના મોબાઈલનો એક્સેસ મેળવી લીધો અને રુપિયા ટ્રાન્સફર કરી દીધા હતા.