એન્ડ્રોઇડને ઓવરહીટિંગથી બચાવો : Prevent Android from Overheating

એન્ડ્રોઇડને ઓવરહીટિંગથી બચાવો : Prevent Android from Overheating


ઉપયોગ વેળા એન્ડ્રોઇડ ફોન ઓવરહીટ થાય છે તો સાવધાની જરૂરી...


એન્ડ્રોઇડ ફોન ઓવરહીટ થવાની ફરિયાદ હાલમાં ઘણા લોકો કરતા રહે છે : ઓવરહીટિંગથી પણ કેટલીક સાવધાની રાખીને બચી શકાય છે



હાલના સમયમાં કેટલાક લોકોને અમે તેમના એન્ડ્રોઇડ ફોન ઓવરહીટિંગ થઇ રહ્યા છે તેવી ફરિયાદ કરતા સાંભળીએ છીએ. જો ઉપયોગ કરતી વેળા આપના એન્ડ્રોઇડ ફોન પર ઓવરહીટ થાય છે તો સાવધાન થઇ જવાની જરૂર હોય છે. આ સમસ્યાથી બચવા માટેના પણ કેટલાક તરીકે રહેલા છે. જે અપનાવીને આ સમસ્યાથી બચી શકાય છે. ઓવરહીટિંગથી બચવા માટેના તરીકાની વાત કરવામાં આવે તો સૌથી પહેલા ફોનના કેસને દુર કરવાની જરૂર હોય છે. ફોનના પ્લાસ્ટિક કેસ આને ઇન્સ્યુલેટ કરી નાંખે છે. જેના કારણે અંદરની હીટ બહાર નિકળી શકતી નથી. તે કેસ પવનના પ્રવાહને રોકી શકે છે. જેથી ફોનના કેસને દુર કરીને જોવાની જરૂર હોય છે કે કેસને દુર કરવામાં આવ્યા બાદ પણ ફોન ઓવરહીટ થાય છે કે કેમ. જો આમ કર્યા બાદ પણ ફોન ઓવરહીટ થાય છે તો તેને રિપેરની જરૂર હોય છે. ટેકનોલોજી સાથે જોડાયેલા લોકો કહે છે કે કેટલીક વખત વાયફાઇ અને જીપીએસના લાંબા સમય સુધી ઉપયોગ કરવાના કારણે પણ ફોન ઓવરહિટ થઇ શકે છે. 

જેથી થોડાક સમય માટે વાયફાઇ અને જીપીએસ બંધ કરવાની જરૂર હોય છે. આ બંનેને બંધ કરી દેવામાં આવ્યા બાદ જોવાની જરૂર હોય છે કે ફોન ઓવરહીટ થાય છે કે કેમ. કેટલીક વખત બેકગ્રાઉન્ડમાં ચાલનાર અનિચ્છુક એપ્સ આપના ડેટા પણ કન્ઝ્‌યુમ કરી નાંખે છે. સાથે સાથે ફોનને આવરહીટ કરી નાંખે છે. આનાથી બચવા માટે એવી એપને ફોનથી દુર કરી દેવાની જરૂર હોય છે જે આપને સામાન્ય રીતે કામમાં આવતી નથી. ફોનને તમામ પ્રકારની કનેક્ટિવિટીથી દુર રાખવા માટે આને એયરપ્લેન મોડ પર રાખવાની જરૂર હોય છે. થોડાક સમય સુધી આને આ મોડ પર રાખવામાં આવ્યા બાદ ફરી જોવાની જરૂર હોય છે કે ફોન ઓવરહીટ થાય છે કે કેમ. ટેકનોલોજી સાથે જોડાયેલા લોકો  કહે છે કે જો તમે ડિસ્પ્લે બ્રાઇટનેસ ફુલ રાખો છો તો આના કારણે પણ ફોન ગરમ થઇ શકે છે. આદર્શ રીતે રાખવાની વાત કરવામાં આવે તો આને ૬૦ ટકા અથવા તો તેનાથી ઓછા બ્રાઇટનેસ લેવલ પર રાખી શકાય છે. કેટલીક વખત કેમેરાના રિજ્યોલ્યુશન પણ ફોનને ઓવરહીટ કરી શકે છે. આવી સ્થિતીમાં વિડિયો શુટ કરતી વેળા રિજ્યોલ્યુશનને ઓછા રાખવાની જરૂર હોય છે.

 ફોનમાં ઓવરહીટિની સમસ્યા જો આ તમામ પ્રયોગ કરવામાં આવ્યા બાદ પણ યથાવત રહે છે તો તેને રીપેર કરવા માટે તરત આપી દેવાની જરૂર હોય છે. વધારે પડતા ઓવરહીટિગના કારણે ખતરો રહે છે. કેટલાક કેસમાં મોબાઇલ ફોનમાં બ્લાસ્ટ થવાની ઘટના પણ આવતી રહે છે. આના કારણે નુકસાન થઇ શકે છે. ટેકનોલોજી સાથે જોડાયેલા લોકો એમ પણ કહે છે કે ફોનનો ઉપયોગ કરવામાં ન આવે ત્યારે તેના તમામ એપ બંધ રાખવામાં આવે તે જરૂરી છે. અન્ય બાબત એ પણ જરૂરી છે કે ફોનની નિયમિત રીતે કાળજી રાખવામાં આવે તો તે વધારે સમય સુધી યોગ્ય રીતે ચાલે છે. ફોનનો રફ તરીકે ઉપયોગ કરવામાં આવે તો તેમાં રહેલી ટેકનોલોજીને અસર થાય છે અને તેની અસરકારકતા ઘટતી જાય છે. 

ફોનને નિયમિત રીતે બેટરી ચાર્જ કરતી વેળા પણ સાવધાની જરૂરી છે. ફોનને ચોક્કસ કલાકથી વધારે સમય સુધી ચાર્જિંગમાં મુકી રાખવામાં આવે તો તેના કારણે પણ બેટરીને નુકસાન થાય છે. બેટરી ફુલી જાય છે. જેથી ધીમે ધીમે બેટરી નાશ પામે છે. આવી સ્થિતીમાં બેટરીની લાઇફને જાળવી રાખવા માટે તેના નિયમિત ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે. બેટરીના ઉપયોગને યોગ્ય રીતે રાખવાની જરૂર હોય છે. વિશ્વના કેટલાક દેશોમાં અને ભારતમાં પણ મોબાઇલમાં બ્લાસ્ટ થવાના કેસ બની ચુક્યા છે. જેથી કોઇ પણ પ્રકારના એન્ડ્રોઇડ ફોનને ઓવરહીટિગથી બચાવવા માટે તમામ જરૂરી ઉપાય કરવામાં આવે તે જરૂરી છે. 

જેમાં વાયફાય અને જીપીએસ બંધ કરવા, બેકગ્રાઉન્ડ્‌સ એપ્સ બંધ કરવા, ફોનને એયરપ્લેન મોડ પર લાવવા, ડિસ્પ્લે બ્રાઇટનેસ ઘટાડી દેવા અને કેમેરા રિજ્યોલ્યુશન ઓછા કરી દેવાની બાબતને ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી છે. આનાથી મોટા ભાગે ઓવરહીટિગથી સમસ્યાથી રાહત મળી શકે છે. કારણ કે આ તમામ કારણોસર જ ફોન ઓવરહીટિંગ થાય છે. આ પ્રયોગ કર્યા બાદ પણ ફોન ઓવરહિટ થાય છે તો પછી સાવધાન થઇને તેને બદલી નાંખવાની જરૂર હોય છે.