કોમ્પ્યુટિંગ, સિક્યોરિટી અને ઓટોમેશનની બદલાતી દુનિયાને સમજી લેવાની જરૂર
: ડાટા, ઇન્ટેલિજન્સ અને લર્નિંગ પર ધ્યાન જરૂરી છે
વર્ષ ૨૦૧૯ની શરૂઆત થઇ
ચુકી છે. નવા વર્ષમાં દરેક વ્યક્તિને પોતાની લાઇફ અને કેરિયરને લઇને સારા
પરિવર્તની આશા રહેલી છે. આ વર્ષે પણ દર વર્ષની જેમ જ વર્કપ્લેસ પર કેટલાક મોટા
ફેરફાર જોવા મળી શકે છે. સાથે સાથે નવી ટેકનોલોજીની પણ બોલબાલા રહેશે. ટેકનોલોજી
પ્રોફેશનલ્સના રૂપમાં નવા વર્ષમાં આપને કોમ્યુટિંગ, સિક્યોરિટી અને ઓટોમેશનની બદલાતી દુનિયાને સમજીને આગળ વધવાની જરૂર રહેશે. આપને
નવી નવી ટેકનોલોજીના નવા ફિલ્ડ સાથે જોડાયેલી સ્કીલ્સ હાંસલ કરવાની રહેશે.
કોમ્પ્યુટિંગમાં ક્લાઉડ આધારિત સર્વિસ, એજ અને આઇઓટી
ત્રણ એવા તબક્કા છે જે કોમ્યુટિંગ પાવરને ઇન્ટરેક્શનના કેન્દ્ર બિન્દુ સુધી લઇ
જશે. નવા જમાનાની ટેકનોલોજી ફર્મ સ્થાપિત થનાર છે. સાથે સાથે નોન ટેકનિકલ રોલ પણ
ઉભા થનાર છે. ભારતમાં ગુગલના ઓફિસમાં પોતાની ભરતીના ૫૦ ટકા કરતા વધારે સેલ્સ,
માર્કેટિંગ અને ઓપરેશનમાં ભરતી કરવાની જરૂર છે.
દરેક કંપનીને આગળ વધવા માટે ટેકનોલોજી પ્રોફેશનલ્સની સાથે સાથે નોન ટેક
પ્રોફેશનલોની જરૂર રહેશે. ડાટા, ઇન્ટેલિજન્સ અને
લર્નિંગનુ મહત્વ અકબંધ રહ્યુ છે. ડાટા વૈજ્ઞાનિકોની માંગ નવા વર્ષમાં પણ યથાવત
રહેનાર છે. જો કે એઆઇ ઓર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ધ્યાન વધારે કેન્દ્રિત કરવામાં
આવનાર છે. એઆઇ સ્પેસમાં કેટલાક રોલ તૈયાર કરવામાં આવનાર છે. કારણ કે કેટલાક
પ્રોડક્ટસ અને સર્વિસના માધ્યમથી જિન્દગીને સ્પર્શ કરનાર છે. બિઝનેસ અને પ્રોડક્ટસ
મશીન લર્નંગ અને નેચરલ લેગવેંજ પ્રોસેસિંગમાં એઆઇનો સમાવેશ કરવામાં આવનાર છે.
માનવીય મદદની બોલબાલા તો યથાવત રહેનાર છે. કંપનીઓ હવે ઓટોમેશનને અપનાવવા માટે
સંપૂર્ણપણે તૈયાર છે પરંતુ ડિજિટલ બનવા માટે સંશાધનોમાં રોકાણ કરવામાં આવનાર છે.
જો કે આની સાથે સાથે માનવીય મદદના અનેક અવસર રહેલા છે. તમે ગ્રાહકો માટે હેલ્પ
ડેસ્કના સંબંધમાં વિચારણા કરી શકો છો. અથવા તો તમે બિઝનેસ માટે કસ્મર સક્સેસ
મેનેજરના કામ કરી શકો છો. ટેકનોલોજી પ્રોડક્ટસ અથવા તો ટેકનોલોજી ઇનેબલ્ડ સર્વિસને
ડિલિવર કરનાર સેલ્સ પર્સનને પોતાની ભૂમિકામાં ગ્રાહકોને મળનાર માનવીય મદદમાં સામેલ
કરી શકાય છે. તમામ નિષ્ણાંતો નક્કરપણે માને છે કે વર્ષ ૨૦૧૯માં વિવિધતા અને
સમાવેશન માટેનો અવાજ વધારે બુલંદ થનાર છે. આપને વર્કપ્લેસ પર વધારે ફેરફાર જોવા
મળનાર છે. કંપની ઓફિસમાં રહેલા માહોલને વધારે યોગ્ય બનાવી દેવા માટે તમામ પ્રયાસ
કરનાર છે. માહોલને મૈત્રીપૂર્ણ બનાવવા માટેના પ્રયાસ કરવામાં આવનાર છે. મહિલાઓ,
વિકલાંગો અને સમાજમાં નબળા વર્ગના લોકોને તમામ
મહત્વના કામમાં સામેલ કરવા પર વધારે ધ્યાન આપવામાં આવનાર છે. હવે વિવિધતાવાળા
વાતાવરણજ ભવિષ્ય બનનાર છે. કેરિયર ટ્રેન્ડસને લઇને તમામ જગ્યાએ ચર્ચા જોવા મળી રહી
છે. નવા વર્ષમાં જોબ ઇન્ટરવ્યુ આપની પસંદ અને બિન પસંદના સંબંધમાં રહેશે.
ઇન્ટરવ્યુ કરનાર લોકો આ બાબતને પણ જાણવા માટેના પ્રયાસ કરશે કે આપે અગાઉ કેવા
પ્રકારના લોકો સાથે કામ કર્યુ છે. વર્ષ ૨૦૧૯માં સંભવિત કંપની આપના ઇમોશનલ
કોશેન્ટને જાણવા માટે પણ પ્રયાસ કરનાર છે. એમ્પ્લોયરના મનમાં પણ વિશ્વાસ રહેશે કે જો
આપની પાસે વર્કપ્લેસને નેગેટિવ કરવાના પુરતા પ્રમાણમાં આઇક્યુ છે તો ટીમ વધારે
પ્રભાવશાળી બની શકે છે. શુ તમને સારા દિવસો યાદ છે. જ્યારે જોબ શોધી કાઢવા માટેની
પ્રક્રિયા સરળ હતી. વર્ષ ૨૦૧૦ બાદથી ૨૦૧૬ સુધી સંગઠિત કાર્યક્ષેત્રમાં જોબ શોધી
કાઢવા માટેની બાબત ભારતમાં સૌથી સરળ હતી. મેનપાવર ગ્રુપના સર્વેમાં કહેવામાં આવ્યુ
છે કે વર્ષ ૨૦૧૭ અને વર્ષ ૨૦૧૮માં કંપનીઓ દ્વારા સૌથી ઓછા પ્રમાણમાં કર્મચારીઓની
ભરતી કરી હતી. વર્ષ ૨૦૧૯માં આ ટ્રેન્ડ જારી રહી શકે છે. જો કે સારા સમાચાર એ છે કે
કોઇ પણ કંપની દ્વારા પોતાના વર્કફોર્સને ઘટાડી દેવા માટેની શંકા નથી. એવુ બની શકે
કે કેટલાક યુવાનો નવી નોકરીની શોધમાં છે અને વધુ સારા પગાર મેળવી લેવા માટે
તૈયારીમાં છે. આવી સ્થિતીમાં કેટલીક બાબતો પર ધ્યાન જરૂરી છે. જેમાં ઇમોશનલ
કોશેન્ટ પર ધ્યાન, વિવિધતા અને સમાવેશન,
માનવીય મદદ, ટેકનોલોજી પ્રોફેશનલ્સ, નોટ ટેક
પ્રોફેશનલોનો સમાવેશ થાય છે. ...