ધુમ સીરીઝની ત્રીજી ફિલ્મ
ધુમ-૩ વિલન બનેલા આમિરખાને પોતાની બાઇક ઉપર ખૂબ જ હેરત અંગેજ કારનામા દેખાડ્યા
હતા. તેમની આ ફિલ્મમાં દેખાડવામાં આવેલી સુપરબાઇક ફક્ત દમદાર જ નહોતી, ખૂબ જ સ્ટાઇલીશ પણ હતી. આ ફિલ્મ પછી દેશમાં આ બાઇકનો ક્રેઝ
પણ જોવા મળ્યો.
કઇ હતી આમિરખાનની આ બાઇક ?
જાણો અમારા લેખના આગળના ભાગમાં...
આમિરખાનની આ બાઇક હતી BMW ની K ૧૩૦૦ R ડબલ હેડલેમ્પવાળી આ બાઇક હકીકતમાં પણ ઘણી જ ખૂબસુરત છે. તેનું એન્જિન ૧૭૩ hp પાવર ૯૨૫૦ 9250 rpm પર જનરેટ કરે છે,
અને ૮૨૫૦ rpm પર ૧૪૦ Nm ટોર્ક આપે છે. તેના એક્ઝોસ્ટ સિસ્ટમને પતંગિયા સ્ટાઇલમાં
ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેથી ટોર્કને બહેતર બનાવી શકાય. આ બાઇકમાં ૬ સ્પીડ
ગીયરબોક્ષ આપવામાં આવ્યું છે. ૧૭ ઇંચના ટાયર પણ તેમાં જોવા મળે છે.
હવે વાત કરીએ સ્પીડની -
તો ધુમ-૩ માં આ બાઇકની
જેટલી સ્પીડ બતાવવામાં આવી છે, તે એટલી જ ફાસ્ટ
છે. BMW K ૧૩૦૦ R ની ટોપ સ્પીડ ૨૬૦
કિ.મી./કલાક ની આસપાસ છે. તેની રફતારનો અંદાજ ફક્ત એ રીતે લગાવી શકાય છે કે આ બાઇક
ને ૦-૧૦૦ કિ.મી./કલાક ની સ્પીડ પકડવામાં ફક્ત ૨.૮૧ સેકન્ડ જ લાગે છે.
આ બાઇકમાં ૧૯ લિટરની
ફ્યુઅલ ટેન્ક છે જેની રિઝર્વ કેપેસીટી ૪ લિટર છે. માઇલેજ ૧૭ કિ.મી./લિટર છે. એક
વાર ટેન્ક ફુલ કરાવવાથી આ બાઇક ૩૨૦ કિ.મી. નું અંતર કાપી શકે છે.
હવે જોઇએ તેની કિંમત..
આની કિંમત ૨૫ લાખ રૂપિયા
(એક્સ - શોરૂમ) છે, હાલમાં તો આ બાઇક
માર્કેટમાં ઉપલબ્ધ નથી. આને વર્ષ ૨૦૧૫ માં ડિસ્કન્ટીન્યુ કરવામાં આવી હતી. આ
બાઇકને કંપની ની સહુથી પાવરફૂલ બાઇક કહેવાય છે. આ સુપર બાઇકને S ૧૦૦૦ R રિપ્લેસ કરવામાં આવી છે, જેની કિંમત ૨૨.૮૩ લાખ રૂપિયા (એક્સ - શોરૂમ) છે. જી ૧૦૦૦ ઇ
ને ધુમ-૩માં જ જય દિક્ષિત બનેલાં અભિનેક બચ્ચન અને અલી ઉર્ફે ઉદય ચોપડા ને ચલાવતા
દેખાડાયા છે.