ઇંડામાં તમામ પૌષક તત્વો છે : Eggs

ઇંડામાં તમામ પૌષક તત્વો છે : Eggs



ટેસ્ટ, પોષણ તત્વોની પૂર્ણ જાણકારી હોવા છતાં ઇંડાઓથી દૂર રહેતા સામાન્ય લોકોને એ બાબત સમજવાની જરૂર છે કે આરોગ્ય માટે ઇંડા ખૂબ જ ઉપયોગી છે. ઇંડાના ઘણા ફાયદા રહેલા છે. આ અંગેના તારણો અભ્યાસમાં પણ સાબિત થઈ ચુક્યા છે. ઇંડામાં તમામ જરૂરી વિટામિન અને પોષક તત્વો રહેલા છે. જે શરીરના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. જરનલ ઓફ અમેરિકન કોલેજ ઓફ ન્યુટ્રીશનમાં પ્રકાશિત કરાયેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સવારે નાસ્તામાં ઇંડાનો ઉપયોગ કરનાર લોકો અને બાળકો વધુ સંતુષ્ટ રહે છે. આવા લોકો સવારના નાસ્તા બાદ ભોજન કરતીવેળા ઓછા પ્રમાણમાં કેલોરીનો ઉપયોગ કરી છે જેથી વધુ વજન થવાની તકલીફ સીધી રીતે ઘટી જાય છે. આ ઉપરાંત શરીરના વિકાસ માટે તેની મહત્વપૂર્ણ ભુમિકા છે. જુદા જુદા કારણોસર ઇંડા કોઈપણ પ્રકારની દલીલો વગર સૌથી લોકપ્રિય છે. સૌથી સારી બાબત એ છે કે ઇંડા ઝડપથી બનાવી શકાય છે. એગકરી અને એગ બિરાયાની જેવી ડીશ ખુબ જ ઝડપથી તૈયાર થાય છે. આ ડીશ તૈયાર કરવામાં સમય નહી લાગતો હોવાથી તેના પણ ફાયદા રહેલા છે. ઉપરાંત ઇંડા દરેક વ્યક્તિને આર્થિક રીતે પોષાય તેવા છે. તેની કિંમત ઓછી હોવાથી ઘરના બજેટમાં તેને સરળતાથી સામેલ કરી શકાય છે. બેચલર લોકો અને નોકરી કરતા દંપતિમાં ઇંડા ફેવરીટ છે. દિવસની શરૂઆત આની સાથે કરી શકાય છે. દરેક વ્યક્તિ માટે ઇંડા ઉપયોગી પસંદ હોઈ શકે છે. જો કે આની સાચવણી જરૂરી બની ગઈ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે ઇંડાની કોઈપણ ડીશને સ્ટોર કરવી જોઈએ નહીં. બનતાની સાથે જ આ ડીશ ખાઈ લેવી વધુ ઉપયોગી રહે છે. મોશ્ચર ગુમ ના થાય તે માટે ફ્રીઝમાં કાર્ટુનમાં તેને મુકી શકાય છે. પરંતુ ડુગણી સાથે ઇંડાને સ્ટોર કરવા જોઈએ નહીં. ઇંડાના સંબંધમાં અન્ય ઘણા કારણો પણ આવી ચુક્યા છે.