ટેકનોલોજીમાં રસ
ધરાવતા લોકો સફળતા હાંસલ કરી શકે...
આધુનિક સમયમાં
ડિજિટલ દુનિયાન બોલબાલા વધી રહી છે. આગામ સમયમાં પણ આનુ મહત્વ હવે સતત વધનાર છે.
આવી સ્થિતીમાં ડિજિટલ માર્કેટિંગથી પણ કેરિયરના માર્ગને સરળ અને ઉજ્જવળ બનાવી શકાય
છે. જો તમે વર્તમાન સમયમાં સારા કેરિયરની ઇચ્છા રાખો છો તો તમે ડિજિટલ
માર્કેટિંગના ક્ષેત્રમાં નોલેજ મેળવીને ઝડપથી સફળતાની નવી મંજિલ સુધી પહોંચી શકો
છો. આ ક્ષેત્રમાં આગળ વધવા માટે સૌથી પેલા આપને ટેકનોલોજીમાં રસ જગાવવાની તાકીદની
જરૂર હોય છે. જે વ્યક્તિને ટેકનોલોજીમાં આગળ વધવામાં રસ છે તે સરળતાથી આ
ક્ષેત્રમાં આગળ વધી શકે છે. દરેક વિદ્યાર્થી ધોરણ ૧૨ પાસ કર્યા બાદ સ્પર્ધાત્મક
પરીક્ષામાં પાસ થાય તે જરૂરી નથી. કેટલાક વિદ્યાર્થીઓ બીએ, બીએસસી, બીકોમ, બીબીએ, બીસીએ સુધી
અભ્યાસ કરે છે. આવા વિદ્યાર્થીઓ આ પાઠ્યક્રમોની સાથે વેલ્યુ એડેડ પ્રોગ્રામ કરીને
કેરિયરને વધરે આકર્ષક બનાવી શકે છે. વેલ્યુ એડેડ પ્રોગ્રામમાં ડિજિટલ માર્કેટિંગ
એક જોરદાર ક્ષેત્ર છે. જેમં કેરિયરને સફળ બનાવવા માટેની વ્યાપક તક રહેલી છે.
ડિજિટલ માર્કેટિંગ એક ઉભરતા કેરિયર લક્ષી માર્કેટ છે. વિદ્યાર્થી આને ઓનલાઇન અને
ઓફલાઇન બંને રીતે કરી શકે છે. ઉપલબ્ધ ક્ષેત્રની વાત કરવામાં આવે તો કેટલીક બાબત
ઉભરીને સપાટી પર આવે છે. સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન અથવા તો એસઇઓની વાત કરવામાં આવે
તો જેમ જ અમે ગુગલ અથવા તો યાહુ અથવા તો કોઇ અન્ય સર્ચ એન્જિન પર કોઇ પ્રશ્ન ટાઇપ
કરીએ છીએ તો અનેક વિકલ્પ અને સંબંધિત વેબસાઇટ આપની સામે આવી જાય છે. આના ક્રમને
નક્કી કરવાનુ કામ એસઇઓનુ હોય છે. સોશિયલ મીડિયા ઓપ્ટિમાઇઝેશન પણ આ રીતે જ છે.
સોશિયલ નેટવર્કિંગ મંચથી બિઝનેસના પ્રમોશન માટે પ્રયાસ કરવામાં આવે છે. શુ તમે
જાણો છો કે સોશિયલ નેટવર્કિંગ પર માત્ર બ્લોગ લખીને પણ નાણાં કમાવી શકાય છે. આ નવા
ક્ષેત્ર તરીકે છે પરંતુ ઝડપથી તેની કુચ થઇ રહી છે. વિદ્યાર્થીઓ સામાન્ય રીતે
પ્રશ્ન કરે છે કે ડિજિટલ માર્કેટિંગની શરૂઆત કઇ રીતે કરવામાં આવે તો આનો જવાબ છે
કે ડિજિટલ માર્કેટિંગ સાથે સંબંધિત બ્લોગ સતત વાંચવા જોઇએ. શહેરના ડિજિટલ
માર્કેટિંગ સાથે સંબંધિત કાર્યક્રમમાં ભાગ લેવાની જરૂર હોય છે. પોતાના બ્લોગ
લખવાની શરૂઆત કરવી જોઇએ. વ્યક્તિગત વિશેષતાની વાત કરવામાં આવે તો એસઇઓ અને એસએમઓ
મેનેજર બનવા માટે કેટલીક વિશેષતા અપનાવી લેવી જોઇએ. એસઇઓ બનવા માટે સૌથી પહેલા
એચટીએમએલના કામને સમજી લેવાની જરૂર હોય છે. પેજ બનાવવા સહિતની માહિતી પણ ોવી જોઇએ.
બોલવા અને લખવામાં શ્રેષ્ઠ રહે તે જરૂરી છે. એક એસએમઓ મેનેજર માટે જરૂરી છે કે તે
બોલચાલમાં શ્રેષ્ઠ હોય. સોશિયલ મિડિયા સારી રીતે ચલાવી શકે તેવી માહિતી હોવી જોઇએ.
કસ્ટમર્સની જરૂરિયાતને સમજી લેવા માટે કેટલીક બાબતોની માહિતી જરૂરી છે. કસ્ટમરોના
મનને વાંચી લેવાની કુશળતા હોવી જોઇએ. સોશિયલ મિડિયાના અભિયાનને સરળ રીતે ચલાવી
લેવાની કુશળતા હોવી જોઇએ. સોશિયલ મિડિયાના પ્રદર્શનને તીર્વ કરવા માટે કસ્ટમરોની
જરૂરિયાતને સમજીને આગળ વધવાની જરૂર હોય છે. કસ્ટમર્સને આકર્ષિત કરવા માટે નવા
તરીકા વિચારવા જોઇએ. તેના પર કામ કરવુ જોઇએ. બ્રાન્ડિંગની ખાતરી કરવા માટે અભિયાન
ચલાવવા માટેના અનુભવ હોવા જોઇએ. કોમિક સેન્સને લઇને સાવધાની જરૂરી હોય છે.
પ્રતિદિનના સોશિયલ મીડિયાના કામમાં થોડીક મસ્તીને ઉમેરી દેવાના પ્રયાસ પણ કરવા
જોઇએ. જેથી આ મેનેજરોનાકોમિક સેન્સ જોરદાર હોવા જોઇએ. ત્યારે જ કેટલીક ક્રિએટિવ
બાબત શક્ય બને છે. કામની તકની વાત કરવામાં આવે તો આ સર્ટિફિકેશન કોર્સ સિપ્લીલર્ન ,
કોર્સઇરા, એક્સ, અપગ્રેડ એમઆઇસીએ, ડિજિટલ વિદ્યા, એન્ડ્રુપ્રિસ્ટિનમાં છે. સોશિયલ મિડિયા મેનેજર,
એસઇઓ મેનેજર, કન્ટેન્ટ ડેવલપર, એસઇઓ કન્સલ્ટન્ટ તરીકે કામ કરી શકાય છે. ડિજિટલ
માર્કેટિંગના ક્ષેત્રમાં ખુબ સારી તક રહેલી છે. ડિજિટલની બોલબાલા ભવિષ્યમાં વધારે
જોવા મળી શકે છે. યુવા પેઢી મોટા ભાગે ડિજિટલ ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે. કારણ
કે પગાર આ ક્ષેત્રમાં ખુબ સારા રહેલા છે. કારણ કે કંપનીમાં આની માંગ છે.
ડિજિટલ માર્કેટના
ઘણા લાભ
ડિજિટલમાં પગારને
લઇને કોઇ મર્યાદા નથી
ડિજિટલ માર્કેટિંગના
લાભ શુ છે તે અંગે પ્રશ્નનો જવાબ એ છે કે ડિજિટલ માર્કેટિંગનુ ક્ષેત્ર કોઇ એક
રોજગારી સુધી મર્યાદિત નથી. તેમાં કેટલીક તક રહેલી છે. આ પસંદગી ઉમેદવારને પોતાની
કુશળતા અને યોગ્યતા તેમજ લાયકાતને ધ્યાનમાં લઇને કરવી જોઇએ. ડિજિટલ માર્કેટિંગના
વધતા જતા પ્રભાવને ધ્યાનમાં લઇને કહી શકાય છે કે તેની માંગ ખુબ વધારે છે. આવનાર
સમયમાં તેની માંગ અનેક ગણી વધનાર છે. કેરિયર લિફ્ટના સ્થાપક નિતિલ ગુપ્તાએ હાલમાં
એક અગ્રણી અખબારમાં લખેલા લેખમાં અનેક ઉપયોગી માહિતી પુરી માહિતી હતી. તેમની
માહિતી ડિજિટલના ક્ષેત્રમાં કેરિયર બનાવવા માટે ઇચ્છુક વિદ્યાર્થીઓ માટે ખુબ
ઉપયોગી સાબિત થઇ શકે છે. ડિજિટલ માર્કેટિંગમાં વેતનની પણ કોઇ મર્યાદા નથી. જેમ જેમ
ટ્રેનિંગ અને અનુભવ વધે છે. તેમ તેમ પૈસા પણ વધે છે. ટ્રેનિંગની અવધિમાં પગાર ૧૫
હજારથી લઇને ૪૦ હજાર રૂપિયા સુધી થઇ શકે છે. કેટલાક વર્ષો બાદ તમે પોતાની ઓફિસ પર
કરી શકો છો. આ તમામ બાબતો ઉપયોગી છે. જો કે ડિજિટલના ક્ષેત્રમાં આગળ વધવા માટે
સૌથી પહેલી બાબત ટેકનોલોજીમાં રસ જરૂરી છે. ટેકનોલોજીમાં રસ ધરાવનાર વ્યક્તિ આ
ક્ષેત્રમાં સફળ સાબિત થઇ શકે છે. પાઠ્યક્રમ અને ટ્રેનિંગના સંબંધમાં નિષ્ણાંતો કહે
છે કે સર્ચ એન્જિન ઓપ્ટિમાઇજેશન માટે કોઇ ખાસ ડિગ્રી હોવી જોઇએ નહી. એચટીએમએલ અને
ઇન્ટરનેટની સમજ જરૂરી છે. એસઇઓમાં ઓનલાઇન અને ઓફલાઇન કોર્સ કરવામાં આવે છે. આ
પ્રોગ્રામ ટૈગ, મેટાટેગ, બ્લોગ, કીવર્ડ રિસર્ચ, સાઇટ એનાલીસિસ,
સોશિયલ બુકમાર્કિંગ ,
ગુગલ એડવર્ડ અને યુટ્યુબ
માર્કેટિંગ જેવી બાબતોની માહિતી આપે છે.