ભાવેન કચ્છી
સફળતા એટલે શું ?
સફળ થવાની પ્રક્રિયા ખરી
કે ? સફળતા અંગે જે પણ
વાંચ્યું, સાંભળ્યું કે સફળ
વ્યક્તિઓના ચરિત્રોનો અભ્યાસ કર્યો તેમાંથી જે ગુણો કે લાક્ષણિકતાઓ આપણે તારવીએ
છીએ તે જરૂરી તો છે પણ હજુ સફળતા માટેની મૂળ ચોટલી આપણે પકડી નથી શક્યા એટલે ખંત,
નિષ્ઠા, આત્મવિશ્વાસ, નવો ચીલો ચાતરનારા કે દુનિયાની બીબાઢાળ સોચથી
જુદું કરનારા તેવી રેસીપી પ્રેરણાત્મક પ્રવચનોમાં આપવામાં આવે છે પણ અંગત રીતે જો
અમને સૌથી વધુ સ્પર્શ્યા હોય તો તે બાસ્કેટબોલ લેજન્ડ માઇકલ જોર્ડનના આ અંગેના
વિચારો છે.
માઇકલ જોર્ડન કહે
છે મને સૌથી વધુ પુછાતો પ્રશ્ન એ હોય છે કે, તમે આ મુકામ પર કઇ રીતે પહોંચ્યા ? જોર્ડ ઉમેરે છે કે ખરેખર હું પણ વિચારતો થાઉં
છું કે, એવું કયું એક
પરિબળ છે કે જે મને આ ઊંચાઇ પર લાવ્યું.
જોર્ડને ભાગ્યે જ
કોઇ સફળ હસ્તીઓએ જણાવી હોય તેવી વાત કરી કે ખરેખર તમે જે ધ્યેય ધરાવતા હો છો તેના
પગથિયાં ચઢવાં દરમિયાન મોટે ભાગે નિષ્ફળતા, જાકારો (રિજેક્શન) મળતાં હોય છે. સંજોગો,
હરિફાઇ કે સામી વ્યક્તિની
તમારી મૂલવણી તમને જ્યાં હતા ત્યાં ધકેલી દે. તમારે તો કંઇ ખામી કે સંજોગો તમને
અટકાવે છે તેમાં સજ્જ થઇને પ્રયત્નો જારી રાખવાના છે એટલે કે સફળતા માટેના બંધ
દ્વારની નજીક જઇને તેને ખટખટાવવાનાં છે. અર્થાત નેવર ગિવ અપ. જોર્ડન તેના અનુભવને
યાદ કરે છે કે કારકિર્દીના શરૂનાં વર્ષોમાં મને કોઇ ક્લબ કરારબદ્ધ નહોતી કરતી પણ
પ્રત્યેક સીઝનમાં સારા સ્કોર સાથે હું ટીમ સિલેક્શન માટેના ડ્રાફ્ટિંગમાં સામેલ થઇ
જતો પણ મને સારી ક્લબ નહોતી મળતી. ફરી નિષ્ફળતા... વધુ એક.. નિષ્ફળતા અને તેના પછી
ફરી એક જાકારો મળે તો પણ જો તમે આ સફર જારી રાખો તો ગણિતના નિયમ પ્રમાણે તમારો દસ
ટ્રાયલમાંથી એકમાં નંબર લાગી જાય. ઘણાને પહેલા જ પ્રયત્ને સફળતાનું પ્લેટફોર્મ મળી
જાય છે પણ આગળ જતાં તેને તે ટકાવી નથી રાખતાં અને એવું પણ બને કે નાસીપાસ થયા વગર
વ્યક્તિ પ્રયત્ન કરતી રહે અને સફળતાનું પ્લેટફોર્મ થોડું મોડું મળે પણ તે પછી
તેમાં યશકલગી ઉમેરાતી જ રહે.
જોર્ડનના કહેવાનો
મતલબ એટલો કે ‘લગે રહો’ એ જ સફળતા માટેનું સૂત્ર. સફળતાની સીડીનાં પગથિયાં
ચડતા રહો છો આગળનું એક પગથિયું સફળતાનું આવે આવે ને આવે જ...
એક પ્રસિદ્ધ
લેખકના ૩૭ લેખ કારકિર્દીના પ્રારંભે સંપાદક દ્વારા નકારાયા હતા. જે ૩૮મો લેખ (આમ
જુઓ તો અમારો પ્રથમ પ્રકાશિત લેખ હતો તે જ સફળતાનું પ્રથમ પગથિયું હતું. હવે
જ્યારે તમારા ૧૫-૨૦-૨૫ લેખ નકારાય ત્યારે કાં તો તમે તમારો આત્મવિશ્વાસ ગુમાવી દો
કે ડિપ્રેશનમાં સરી જાવ. કાયમ માટે તમે લેખન માટે અનફીટ છો તેમ માની આ ક્ષેત્ર જ
છોડી દો તેવું બને.
ફિલ્મ કલાકારો
તેના જુદા જુદા ફોટો, વીડિયો, પ્રોફાઇલ અને કામના અનુભવ દર્શાવતી ફાઇલ લઇને
લોકલ ટ્રેનમાં બેસીને એક પછી એક ફિલ્મ નિર્માતા, નિર્દેશકો, એજન્સીના દ્વાર ખખડાવીને તેમનો દિવસ પૂરો કરે
છે.
ખેલાડીઓ ટીમમાં
સ્થાન મેળવવા કે લીગમાં કરારબદ્ધ થવા સતત પ્રેક્ટિસ અને પરફોર્મ કરે છે. ખેલાડી
નિષ્ફળતાના દોરમાં બ્રેક લઇને કે ઇજા થાય તો સર્જરી કરાવીને પણ ફિઝિયો પાસે
પુનઃસ્થાપન કરીને મેદાન કે કોર્ટમાં બમણા ઇરાદા સાથે પરત ફરે છે. જીતવા માટે ૩૦૦
રનનો પડકાર હોય અને ૧૦૦ રનમાં પાંચ વિકેટ પડી ગઇ હોય તો પણ ક્રીઝ પરના બેટ્સમેન
જીતવા માટે જ રમે છે અને જીતી પણ બતાવે છે.
વન-ડેમાં એક ટીમ
૨૦૦માં ખખડે તો પણ હરીફ ટીમને તે પણ નહીં કરવા દઇએ તેવો મિજાજ બતાવીને જીતે છે.
તમે કીડી કે મંકોડાને જોજો. ગળપણથી ખેંચાઇને તે ગમે ત્યાંથી આવી પહોંચશે તમે તેને
એક વખત દૂર કરશો તો ફરી આવશે. ફરી તેમ કરશે. બીજી દિશાએથી આવશે. છેલ્લે તેનાથી તે
ગોળની ગાંગડી નહીં ઊંચાકાય તો ભાઇબંધોની ફોજ ખડકીને ગળી વસ્તુને તેના દર નજીક
ઊંચકીને મૂકીને જ ઝંપશે.
આત્મશ્રદ્ધા નહિ
ગુમાવવાની અને નિષ્ફળતા જ સફળતાનો માર્ગ છે તે સિદ્ધાંત મનમાં દૃઢ કરવો કોઇ
ઇન્ટરવ્યૂ લેનાર, સમાજ તમારા વાલી
તમારે માટે ભલે અભિપ્રાય બાંધે પણ તમે મનથી તેઓને આ માટેના હકદાર ના માનો.
ગૂગલ, એમેઝોન અને એપલના ઇન્ટરવ્યૂના પહેલા જ
રાઉન્ડમાં રિજેક્ટ થયેલા માઇક્રોસોફ્ટના પાંચ રાઉન્ડની જટિલ પ્રક્રિયા બાદ જોબ
મેળવતા હોય છે. મહેનતની સાથે નસીબ જેવું પણ કંઇક છે તેમ શ્રદ્ધા રાખવી ખોટી નથી.
તો ચાલો સફળતાની સીડી તરફ જઇએ.
- જો તમે એવી
આત્મશ્રદ્ધા ધરાવશો કે તમે સરસ દેખાવ કરી જ શકશો તો માનજો તમે અડધી સફળતા તો મેળવી
લીધી.
- તમને જે પણ
આવડતું હોય તો તેને પહેલા પૂર્ણ કરો જેથી તમને એટલી તો મનોમન ખાતરી થશે તો તમે
ઉત્તીર્ણ થવા જેટલા કે તેની નજીકના માર્ક મેળવી લીધા.
- સફળ થવાની શરૂઆત
કરનાર પહેલેથી મહાન નથી હોતો તેની એક જ ખાસિયત હોય છે કે તેણે શરૂઆત કરી હોય છે.
- ઓર્ડિનરી અને
એક્સ્ટ્રા ઓર્ડિનરી વચ્ચેનો ફર્ક તે શબ્દમાં જ “એક્સ્ટ્રા” છે તે જ હોય છે.
- જો તમારા માટે
કંઇક મહત્ત્વનું હશે તો તમે તેનો રસ્તો કાઢીને જ રહેશો અને મહત્ત્વનું નહીં લાગતું
હોય તો બહાના કાઢશો.
- જીવનના બે કાયદા
છે. કાયદા નંબર ૧ ક્યારે હોંસલો ગુમાવીને કોઇ ધ્યેય છોડી ના દો અને કાયદા નંબર ૨ એ
કે કાયદા નંબર ૧ ને કાયમ યાદ રાખો.
- હું વ્યક્તિ
પર્વતથી શિખરે પહોંચ્યો તેથી તેને દાદ નથી આપતો પણ કેટલી બધી વખત એક ટૂર પર પહોંચી
પર્વતારોહક તળેટીએ પટકાય છે અને ફરી બેઠો થઇને પ્રયત્ન જારી રાખે છે. તેના
હોંસલાને સલામ કરું છું.
- જો તમને એમ
લાગતું હોય કે તમે ભારે યાતનાપૂર્ણ પરિશ્રમના સમયગાળામાંથી પસાર થઇ રહ્યા છો તો પણ
ચાલુ રાખજો. આ જ સંકેતો છે કે તમે હવે સફળતાની નજીક છો.
- નિષ્ફળતા તો વધુ
સારી રીતે ફરી તૈયારી કરવાની, દેખાવ કરવાની
મળેલી તક છે.
- તમે પાણીમાં પડી
જતા મૃત્યુ નથી પામતા પણ ત્યાંને ત્યાં જ પડ્યા રહેવાને લીધે ગૂંગળાઇ જતા હો છો
માટે હાથ-પગ મસ્તિક હલાવો.
- વર્ષાઋતુમાં
આકાશમાં મેઘધનુષને જુઓ અને અંધારામાં તારાના દર્શન કરો. આપણે સફળતામાંથી નહીં,
નિષ્ફળતામાંથી જ શીખીએ
છીએ.
- ધારો કે તમારામાંથી
એવો અવાજ નીકળે કે ‘હું પેઇન્ટિંગ
નથી કરી શકતો’ તો તમે થોડી
સજ્જતા કેળવી ધરાર તે રવાનો પ્રયત્ન કરો. તમે તમારા નકારાત્મક અવાજને શાંત પાડી
દો. ગમે તેવું પણ પેઇન્ટિંગ તો તમે જ કરી જ શકશો. હવે તેને સુધારવા તરફ આગળ વધો.
- દરેકને પોતપોતાની
મર્યાદા ખાસિયત ઇશ્વરે બક્ષી છે. માછલી પાસે વૃક્ષ પર ચઢવાની કે ઊડવાની આશા ના
રખાય અને પંખી માછલી બનીને તરી ના શકે. તમે તમારી મર્યાદાથી વિચલિત ના થાવ પણ તમને
મળેલી આગવાપણાને બહાર લાવો.
- અરે હું પડી જઇશ
તો ? પણ માની લો કે તમે ઊડવાની
ક્ષમતા તે પ્રયત્ન કરવા દરમિયાન પ્રાપ્ત કરી લો તો ?
- બી એ ‘વોરિયર’ નોટ એ વરિયર યોદ્ધા બનો સતત ચિંતા કરનારા નહીં.
જો તમને કંઇ ચેલેન્જ નહીં કરતું હોય તો તમને તમારામાં ‘ચેન્જ’ આપવાની પણ કોઇ શક્યતા નથી. નથિંગ ઇઝ ‘ૈંદ્બર્જજૈહ્વઙ્મી’ આ શબ્દ પોતે જ
કહે છે કે ૈં સ્ ર્ઁજજૈહ્વઙ્મી.
એમ-૭૦૪, સર્જન ટાવર, સુભાષ ચોક પાસે, મેમનગર, અમદાવાદ-૩૮૦૦૫૨.