શાહિન
ફાઉન્ડેશનની શરૂઆત એવા હેતુથી કરવામાં આવી હતી કે, શિક્ષણનું
વિશેષાધિકારમાંથી અધિકાર તરીકે રૂપાંતર થવું જોઇએ, જેના માટે મૂળભૂત
જરૂરિયાત એ છે કે, જો સમાજના વંચિત વર્ગોને શિક્ષણ પૂરૂં પાડવામાં
આવે તો તેના અદ્ભૂત પરિણામો મેળવી શકાય છે.
-
હામિદ મેમણ સ્થાપક / ટ્રસ્ટી
“નાનકડા બીજમાંથી શક્તિશાળી થડ ઊગી નીકળે છે.”
શાહિન
ફાઉન્ડેશનની શરૂઆત માત્ર ૩૫ વિદ્યાર્થીઓ સાથે એક નાનકડા વર્ગખંડમાં કરવામાં આવી
હતી. તેની શરૂઆત વર્ષ ૨૦૦૨માં વટવાનાં ઝૂંપડપટ્ટી વિસ્તારના ભૂલકાઓને તેમનું
ગૃહકાર્ય કરવામાં અને ક્રિકેટ કોચિંગમાં મદદરૂપ થવાના આશયથી કરવામાં આવી હતી. આ
ભૂલકાઓ પણ તેમને જે પુસ્તકો આપવામાં આવ્યા હતા તેની અને ક્રિકેટના વ્યાવસાયિક
સાધનોથી (પ્રોફેશનલ ક્રિકેટ ઇક્વિપમેન્ટ્સ) આકર્ષિત થયા હતા. આ બાબતે તેમને
પ્રોત્સાહિત કર્યા અને આખરે, વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઇ અને તેમના માટે
જુદા - જુદા વર્ગખંડો અને વિભાગો બનાવવામાં આવ્યા. તે સમયે દસમા ધોરણ સુધીના જ
વર્ગો ચાલી રહ્યા હતા. પરંતુ જ્યારે તેઓનું શૈક્ષણિક પરિણામ આવ્યું ત્યારે તેને
ધ્યાનમાં લઇને અમે ઉચ્ચતર માધ્યમિક સ્તરનું શિક્ષણ આપવાની શરૂઆત કરી. આજે અમારી
પાસે ૮૦૦ થી વધુ વિદ્યાર્થીઓ જુદાં - જુદાં ક્ષેત્રોમાં અભ્યાસ કરી રહ્યા છે.
“ભણતર એ કાગળ, પેન્સિલ અને પુસ્તકથી પરે છે.”
વિદ્યાર્થીઓને
સતત કાર્યરત રહેવા માટે હંમેશા પીઠબળની જરૂર હોય છે અને તેથી વર્ષ દરમિયાન નંદક
પંડયા, કે.સી. શાહ અને નરેન્દ્ર ડાભી જેવા પ્રેરકોના
પ્રેરક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ઉપરાંત નિબંધ લેખન, ચર્ચાઓ, સુલેખન સ્પર્ધા
જેવી ઇતર પ્રવૃત્તિઓ પણ વિદ્યાર્થીઓને કરાવવામાં આવે છે. આ સાથે જ સી.એ. અને
વિજ્ઞાન પ્રવાહ માટે કારકિર્દીને લગતા માર્ગદર્શનના કાર્યક્રમો તથા સ્વાસ્થ્યને
સંબંધિત કાર્યક્રમો જેવા કે રક્તદાન શિબિર,
થેલેસેમિયાની તપાસ, આંખની તપાસ, દંત તપાસ શિબિરને
દર વર્ષે યોજવામાં આવે છે. અમારા વિદ્યાર્થીઓ માટે રમત-ગમત પણ સરખું જ મહત્ત્વ
ધરાવે છે. અમારી સંસ્થામાં શૈક્ષણિક અને રમત-ગમત એમ બંને ક્ષેત્રે સિદ્ધિ મેળવનારા
વિદ્યાર્થીઓ છે.
#TodaysFactSamachar #Todays #Fact #Samachar #Magazine #PlayStore #Download #App #Android #Gujarati #Monthly #ShahinFoundation #Education #Student