સલમાનખાનનું જીવનચરિત્ર : Salman Khan

સલમાનખાનનું જીવનચરિત્ર : Salman Khan




સંક્ષિપ્ત :
સલમાનખાન એ અમેરિકન બિઝનેસમેન છે. જેમણે ફ્રી ઓનલાઇન શૈક્ષણિક સાઇટ ખાન એકેડેમીબનાવી છે.
સલમાનખાનનો જન્મ ૧૧ ઓક્ટોબર ૧૯૭૬ માં ન્યુ ઓર્લિયન્સના લૂઇસિયાના ખાતે થયો હતો. મેસેરયુએટસ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી અને હાવર્ડ યુનિવર્સિટીમાં પ્રેશિક્ષણ મેળવ્યું. ખાને ફાઇનાન્સીયલ એનાલિસ્ટ તરીકે કારકિર્દી શરૂ કરી હતી. તે પછી તેમણે શૈક્ષણિક ક્ષેત્રે સંશોધનમાં રસ દાખવ્યો. ૨૦૦૬ માં ખાન એકેડેમી તરીકે ઓનલાઇન સાઇટ સ્થાપી અને શૈક્ષણિક ક્ષેત્રે નવી શોધો સાથેનું મટીરીયલ્સ આપવાનું શરૂ કર્યું.

જીવન અને શિક્ષણ :
૧૧ ઓક્ટોબર, ૧૯૭૬ માં ન્યુ ઓર્લિયન્સના લૂઇસિયાના ખાતે સલમાન અમીન ખાનનો જન્મ થયો. તેઓ ઇમિગ્રેન્ટસના પુત્ર હતા. તેઓની માતા ભારતીય હતા અને પિતા બાંગ્લાદેશના ખાને અમેરિકાની પબ્લીક સ્કૂલ મતોઇરીલૂઇસિયાનામાં શિક્ષણ પ્રાપ્ત કર્યું. અને પછી મેસેચ્યુએટસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં જોડાઇ ગણિતશાસ્ત્ર અને ઇજનેરી વિદ્યા હાંસલ કરી સાથે કોમ્પ્યુટર સાયન્સનો પણ અભ્યાસ કર્યો. (MIT) એમ.આઇ.ટી. માંથી સ્નાતક થયા પછી હાવર્ડ બિઝનેસ સ્કુલમાંથી માસ્ટર ઓફ બિઝનેસ એડમીનીસ્ટ્રેશન (એમ.બી.એ) ની ડિગ્રી મેળવી. સ્નાતક થયા પછી તેમણે ફાઇનાન્સીયલ એનાલિસ્ટ તરીકે કારકિર્દી શરૂ કરી.

ખાન એકેડેમી :
ખાને શૈક્ષણિક ક્ષેત્રે કંઇક કરી છૂટવા માટેનો રસ તેમણે તેમણી ભત્રીજી નાદીયાને ટ્યુશન આપતા થયો. પ્રારંભમાં ઇન્ટરનેટથી ગણિત શીખવવાનું શરૂ કર્યું. અને ૨૦૦૬ માં યુટ્યુબમાં ગણિત અંગે શૈક્ષણિક મટીરીયલ્સ પોસ્ટીંગ કર્યું. તેમની વીડીયોએ લાખો લોકોને આકર્ષિત કર્યા. ૨૦૦૯ માં તેમણે ફાઇનાન્શીયલ એનાલિસ્ટની જોબ છોડી સમગ્ર ધ્યાન વીડીયો બનાવવામાં કેન્દ્રિત કર્યું. જેના ફળ સ્વરૂપે ખાન એકેડેમીબની. ખાન એકેડેમી દ્વારા મફતમાં ઓનલાઇન માર્ગદર્શિકા - સૂચનો દુનિયાભરના વિદ્યાર્થીઓને પૂરા પાડવામાં આવે છે. શરૂઆતમાં વ્યક્તિગત માર્ગદર્શન વિજ્ઞાન અને ગણિતનું ક્લાસરૂમમાં શીખવાડવામાં આવતું હતું. ખાનને એ વાતની પ્રતિતિ થઇ કે ક્લાસરૂમ નું શિક્ષણ અને વ્યવસાયિક પારંગતતા સાથે સોફ્ટવેરનો સમન્વય સાધી ઓનલાઇન આપવા તેમની કંપની સજ્જ થઇ.
ખાન એકેડેમીની સફળતાથી તેના સ્થાપક તરફ મિડિયાનું ધ્યાન આકર્ષિત થયું. ખાન ના ઇન્ટરવ્યુ વિવિધ સામાયિકો અને ટેલિવિઝન માં દર્શાવવામાં આવ્યા. તેમના પ્રયત્નોથી આકર્ષાઇ ગુગલઅને માઇક્રોસોફ્ટની કંપની તરફથી નાણાંકીય સહાય આપવામાં આવી. માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બીલ ગેટસે જણાવ્યું કે તેઓ બાળકોના શિક્ષણ માટે ખાનની વિકાસ કરેલ સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. MTI અને રાઇસ યુનિવર્સિટીમાં ૨૦૧૨ થી તેમના પ્રવચનો શરૂ થયા.

ખાનનું અંગત જીવન
ખાને ફિઝિશિયન ઉમૈમા મર્વી સાથે લગ્ન કર્યા છે. અને દંપતિ આન ફાન્સીસકો ના બે એરિયામાં રહે છે.



#TodaysFactSamachar #Todays #Fact #Samachar #Magazine #PlayStore #Download #App #Android  #Gujarati #Monthly  #SalmanKhan #KhanAcademy