જી હા, શું આપ માની શકો
છો કે બે આફ્રિકી રાજ્યોના શહેનશાહ મિકેનીક નું કામ કરે છે અને સ્કાઇપ પર પોતાનું
રાજકાજ ચલાવે છે !?? ચાલો,
મળીએ આવા અનોખા રાજા થી...
સ્કાઇપ પર કામ
કરે છે ડબલ રોલ વાળો રાજા
ચાલો આજે આપની
મુલાકાત કરાવીએ છીએ એક આફ્રિકી દેશનાં રાજાથી જે જ્યારે સ્કાઇપ પર પોતાના
દેશવાસીઓને દિશા નિર્દેશ અને શાસન ચલાવવામાં વ્યસ્ત નથી હોતા તો શીફ સામાન્ય
વ્યક્તિની જેમ મિકેનીક નું કામ કરે છે. ૭૦ વર્ષનાં થઇ રહેલાં સીફ્સ બંસાહ બે
આફ્રિકી રાજ્ય નાં રાજા છે.
ધાનામાં જન્મ થયો, જર્મની માં વસવાટ
બંસાલ હાલમાં તો
જર્મની માં રહે છે. જ્યાંથી તેઓ સ્કાઇપ પર પોતાનું રાજકાજ તો બેખૂબી ચલાવે છે, સાથે જ કાર
મિકેનીક નું કામ પણ કરે છે. મીડિઆના રિપોર્ટ અનુસાર રાજા બંસાહ જર્મનીમાં કાર
મિકેનીક છે. અને સ્કાઇપ દ્વારા ટોગો તથા ધાનામાં પોતાનું શાસન ચલાવે છે. હકીકતમાં
તેમનો જન્મ તો ધાનામાં જ થયો હતો પરંતુ રાજાની નિમણુંક થવા પહેલાં જ ૧૯૭૦ માં તેઓ
જર્મની ચાલ્યા ગયા હતા. તેમનાં અધિકારમાં પૂર્વોત્તર ધાના અને ટોગો સીમા ની
પાસેનાં ક્ષેત્રો છે. જ્યાં ૩ લાખ લોકો રહે છે. બંસાહ ને ટોગોમાં “સુપિરિયર એન્ડ
સ્પિરિચ્યુઅલ ચીફ ઓફ ઇયે પીપલ” કહેવામાં આવે છે.