આ છે સ્માર્ટફોન પર EPF એકાઉન્ટ બેલેન્સ જાણવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસીઝર

આ છે સ્માર્ટફોન પર EPF એકાઉન્ટ બેલેન્સ જાણવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસીઝર


ગુગલ પ્લે સ્ટોર પર જઇને ઉમંગ એપને ડાઉનલોડ કરવાથી EPF એકાઉન્ટ બેલેન્સ ને યુઝર્સ ચેક કરી શકે છે.

જો આપ આપનાં ફોન પર EPF એકાઉન્ટ બેલેન્સ ચેક કરવા માંગતા હોવ તો આ રહ્યાં ૭ આસાન ઉપાય :
STEP - ૧ : ગુગલ પ્લે સ્ટોર પર જઇને UMANG એપને ડાઉનલોડ કરો.
STEP - ૨ : એપને ડાઉનલોડ કરવાથી આપના ફોનમાં વન ટાઇમ પાસવર્ડ (OTP)  આવશે. આની મદદથી એપ પર સાઇન-અપ કરી લો.
STEP - ૩ : એપ પર આપને આપનો આધાર નંબર નાંખવાનો રહેશે. જો આપ એપ દ્વારા ઓનલાઇન ટ્રાન્સફર રિક્વેસ્ટ કરવા માંગતા હોય તો આપે એપ દ્વારા આધારને લીંકઅપ કરવો પડશે.
STEP - ૪ : એપ માં જવાથી આપને હોમપેજ પર EPF નો વિકલ્પ દેખાશે.
STEP - ૫ : એપમાં કર્મચારી કેન્દ્રિત સેવા પર જાવ. અહીંયા પાસબુકની સાથે પેન્શન કાઢવાનો પણ વિકલ્પ જોવા મળશે.
STEP - ૬ : અહીંયા આપને આપના યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) જોડવો પડશે, જેથી આપને ઈઁર્હ્લં ની સાથે રજિસ્ટર ફોન પર OTP મળશે.
STEP - ૭ : ત્યાર બાદ આપ આપની EPF પાસબુકને એક્સેસ કરી શકશો. આપ પાસબુકને PDF ફોર્મેટ પણ ડાઉનલોડ કરી શકો છો.

#TodaysFactSamachar #Todays #Fact #Samachar #Magazine #EPF #Carrier #Business #PlayStore #Umang #Download #Passbook #App #Android