૧. જીમ વગર રહો
ફીટ
જીમ ગયા વગર પણ
ફીટ અને સુડોળ રહી શકાય છે. કેટલીક વાર તો જીમ જવા માટે લોકો પાસે બજેટ નથી હોતું, જ્યારે કેટલાંક
ની પાસે સમય નથી હોતો. આવામાં ફીટનેસ માટે વ્યાયામ થી નથી બચી શકાતું. નહીંતર
આનાથી વજન વધી જશે. અને કેટલીયે બિમારીઓથી આપ ઘેરાઇ જશો. તો કેમ ના જીમ ગયા વગર જ
મજેદાર રીતો અજમાવીને ફીટ રહેવામાં આવે.
૨. રસ્સી કૂદવી
આ શાનદાર
વ્યાયામછે, ક્યાંય પણ કરી શકાય છે. આ માટે બસ એક રસ્સી લાવો
અને કૂદવાનું શરૂ કરો. જો કે આ બચપન ની રમત નથી પરંતુ ઉપયોગી કાર્ડિયો વર્કઆઉટ છે.
શરીરની વધારાની ચરબી, કેલેરી ઘટાડવા અને પીઠ તથા પગને મજબૂત કરવા માટે
આ આસાન વિકલ્પ છે, જેના માટે આપને ક્યાંય જવાની જરૂર નથી.
૩. સવારે ફરવા
જાવ
સવારનાં સમયે
ફરવા જવું એક મજેદાર અનુભવ છે. જેનાથી આપને તકલફ નહીં થાય સાથે જ સવારની ખુલ્લી
અને શુધ્ધ હવા માં ટહેલવાથી આપનું તન અને મન બંને ફીટ રહે છે. ફક્ત એક કલાક ફરવા
જવાથી આપને મજા પણ આવશે અને આપના ફિટનેસ નાં લક્ષ્ય ને પણ આંબી શકશો.
૪. દોસ્તોનો સાથ
મસ્તી કરવી હોય, વીકએન્ડ પાર્ટી
કરવી હોય, કોઇનો બર્થડે સેલીબ્રેટ કરવો હોય તો દોસ્તો
હંમેશા સાથે હોય છે, તો એવામાં વ્યાયામ માટે પણ કેમ ના દોસ્તોને સાથે
રાખવામાં આવે.
૫. ટહેલવાની આદત
પાડો
શરીરને ફીટ રાખવા
માટે ટહેલવું બહુ જ સારી આદત છે, જેનાથી આપનું શરીર શેપમાં રહેશે. એને ઔર મજેદાર
બનાવવા માટે શોપિંગ મોલમાં જાવ, દોસ્તોની સાથે ફરો, ઓફિસમાંથી
નિકળીને બસ સ્ટોપ સુધી પહોંચવા માટે કોઇની લીફ્ટ લેવાને બદલે બહેતર છે કે ટહેલતાં
ટહેલતાં જાવ. ઘરની નજીકનાં બસ સ્ટોપને બદલે થોડે દૂર આવેલા બસ સ્ટોપથી બસ પકડો.
૬. હાઇકીંગ અને
ટ્રેકીંગ
પહાડો પર જવું
કોને નથી ગમતું ? આપ પણ ટ્રેકીંગ અને હાઇકીંગ કરીને વધારાની ચરબી
બાળીને મસ્તીની સાથે વ્યાયામ પણ કરી શકો.
તો, જ્યારે પણ મોકો
મળે, ટ્રેકીંગ અને હાઇકીંગ જરૂર કરો.
૭. દોડો
દોડવાથી બહેતર
કોઇ જ વ્યાયામ નથી. આપને જીમ પણ જવાની જરૂર નથી. આપના ઘરની આસપાસ પાર્ક હોય તો
તેમાં દોડો, સ્ટેડિયમ હોય તો તેના રનીંગ ટ્રેક પર દોડો.
દોડવાથી શરીરમાં રક્તસંચાર વધે છે. અને હૃદયની બિમારી નથી થતી.
૮. યોગ કરો
શરીરને ફીટ રાખવા
કે બિમારીઓથી બચાવવા યોગા બધા માટે ફાયદાકારક છે. પાવર યોગ કરવાથી શરીરને સુડોળ
કરી શકાય છે. સવારના સમયે ઘરે જ યોગ કરીને ખુદને સ્વસ્થ રાખો. શરીરની સાથે મન પણ
ફીટ રહે છે.
૯. ડાન્સ કરો
જો આપ ડાન્સના
શોખીન હોવ તો ડાન્સની પ્રેક્ટિસ નો બમણો ફાયદો ઉઠાવી શકાય છે. જો આપને ડાન્સ ના
આવડતો હોય તો કોઇ વાંધો નહીં, આપનું પસંદગીનું ગીત વગાડીને બેતાલમાં જ તાલ
મિલાવવાનું કરો. આ એક ઉત્તમ કાર્ડિઓ એક્સરસાઇઝ છે.
#TodaysFactSamachar #Todays #Fact #Samachar #Magazine #PlayStore #Download #App #Android #Gujarati #Monthly