પુર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલાએ રોઝદાર મહિલાઓને લાવવા લઈ જવા ઈ-રિક્ષા દાનમાં આપી : Sabir Kabliwala

પુર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલાએ રોઝદાર મહિલાઓને લાવવા લઈ જવા ઈ-રિક્ષા દાનમાં આપી : Sabir Kabliwala



શહેરના ફતેહવાડી વિસ્તારમાં રહેતા લોકોને જુહાપુરા મુખ્ય માર્ગથી ફતેહવાડી સુધી આવવા જવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. એમાંય આવતીકાલથી પવિત્ર રમઝાન માસ શરૂ થયો હોવાથી રોઝદાર બહેનો અને બાળકો હેરાન થઈ જશે. આ સમસ્યાને ધ્યાનમાં રાખી જમાલપુરની પૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલાએ એક પ્રશંસનીય અને અનુકરણીય પગલું ભર્યું છે. તેમણે સરખેજ રોડ સ્થિત અહમદાબાદ ઓટો એજન્સીમાંથી ઈ-પાવરથી ચાલતી રિક્ષા ખરીદી વિડો હોમને દાનમાં આપી હતી. આ વિડો હોમની મહિલાઓ રમઝાન માસ દરમિયાન મેમણ હોલથી ફતેહવાડી ટાવર સુધી રોઝદાર બહેનો અને બાળકોને લાવવા લઈ જવાની સેવા બજાવશે. આર્થિક રીતે નબળા અને ગરીબ બહેનો માટે આ રિક્ષા આશિર્વાદરૂપ નિવડશે. આ ઈ-રિક્ષાની ચાવી વિડો હોમની બહેનોને સોંપતી વખતે પૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલા તેમના પુત્રો મોહમ્મદ રફી અને મોહમ્મદસાહિલ સાથે અહમદાબાદ ઓટો એજન્સીના ઈમામખાન પઠાણ, લિયાકતભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.