બોલીવુડ
ઇન્ડસ્ટ્રીઝ અને ક્રિકેટની દુનિયામાં એવા કેટલાંયે સ્ટાર્સ છે કે જેઓ ટેટૂઝ ના
દિવાના છે. ફક્ત સ્ટાર્સ જ નહીં, બલ્કે આજના યુવાનો પર પણ ટેટૂ બનાવવાની ખુમારી
છવાઇ ગઇ છે. આજ કારણ છે કે વધારે પડતાં લોકો પોતાનાં શરીરનાં અલગ - અલગ ભાગો પર
મોડર્ન અને આર્ટિસ્ટિક ટેટૂની ડિઝાઇન કરાવે છે.
આ કલા ઘણી જ જૂની
છે. ખાસ કરીને છત્તીસગઢની ગોદના કલા ને જોઇને બધાં જ એમ જ કહેશે કે આધુનિક
જમાનાનાં ટેટૂ આ જૂની કલાનો નવો અવતાર છે. છત્તીસગઢની ગોદના કલા ખૂબ જ અનોખી અને
જૂની માનવામાં આવે છે.
છત્તીસગઢની ગોદના
કલા :
છત્તીસગઢની ગોદના
કલા વર્ષોથી લોકોનાં આકર્ષણનું ખાસ કેન્દ્ર રહી છે. જો કે બદલાતા જમાના ની સાથે
સાથે ગોદનાની જગ્યા મોડર્ન ટેટૂઝે લઇ લીધી છે. એક જમાના માં આદિવાસી કબીલા નાં
લોકો પોતાના પૂરા શરીર પર છૂંદણા છૂંદાવતા હતા. ત્યાં સુધી કે શાદીસુદા મહિલાઓ પણ
પોતાના હાથો પર છૂંદણા છૂંદાવતી હતી.
કપડાં પર થયો
છૂંદણા કલાનો વિસ્તાર :
હવે આ કલાને શરીર
પર નહીં પરંતુ કપડા પર ઊતારવામાં આવે છે. આપને બતાવી દઇએ કે સાડીઓ અને કપડા પર
છપાદી છૂંદણા કલા પહેલાં ખૂબ જ સિમીત હતી જેને ફક્ત ઘર ની ચીજો અને પહેરવાના કપડાં
પર જ ઉપયોગ કરવામાં આવતો હતો.
આ દરમ્યાન આ
કલાને વિદેશોમાં પણ પોતાની ઓળખ મળી ગઇ છે.
છૂંદણાની આગળ ફેલ
થયાં મોડર્ન ટેટૂઝ :
ખાસ વાત તો એ છે
કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર મેળામાં પણ છત્તીસગઢની છૂંદણા કળા એ લોકોને ખૂબ જ
આકર્ષિત કર્યા છે. આ કલાને જેણે પણ જોઇ,
તેનો દિવાનો બની ગયો છે. આદિવાસી મહિલાઓ
આ પારંપારિક કલાને જીવતી રાખવા સાડીઓ અને કપડા પર છાપે છે. જેની માર્કેટમાં ખૂબ જ
માંગ છે.
સાડીઓ અને કપડાં
પર છાપવામાં આવેલ પારંપરિક છૂંદણા કલાને જોઇને એવું લાગે છે કે જાણે આ કલા આગળ
આજના મોડર્ન ટેટૂ પણ ફેલ છે. આજ કારણ છે કે છત્તીસગઢની આદિવાસી મહિલાઓ દ્વારા કપડા
પર કરેલ આ કલાને ફક્ત દેશ જ નહીં બલ્કે વિદેશમાં પણ ખૂબ જ આવકાર મળ્યો.
હકીકતમાં સાડીઓ
પર છૂંદણા કલાથી ચિત્રકારી કરવી ઘણી જ મહેનત નું કામ છે. કપડા પર છૂંદણા કલા ને એક
બ્રાન્ડ ના રૂપમાં સ્થાપિત કરવાની કોશિશ થઇ રહી છે. અહિંની આદિવાસી મહિલાઓ
પારંપારિક છૂંદણા કલાનો ઉપયોગ કરીને ચાદર,
ટેબલ કવર, સાડીઓ ડિઝાઇન કરે
છે. જે લોકોને ખૂબ જ પસંદ પડે છે.
મોડર્ન ટેટૂ નું બજારમાં
આવવાથી પારંપારિક છૂંદણા કલા પોતાનું અસ્તિત્વ ખોવા લાગી હતી. પરંતુ, હવે શરીરના
અંગોને બદલે કપડા પર છૂંદણા કલા નું નજરે ચઢવું એ વાતનું પ્રમાણ છે કે આ કલા આજે
પણ લુપ્ત નથી થઇ, બલ્કે,
આ કલા આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ લોકોનાં
દિલોને જીતવામાં કામયાબ રહી છે.