ફળોનું જ્યુસ પ્રાકૃતિક અને શુગર ફ્રી હોય છે

ફળોનું જ્યુસ પ્રાકૃતિક અને શુગર ફ્રી હોય છે


-  રજની અરોડા

માન્યતા :-
સૂકા મેવામાં વધુ કોલેસ્ટ્રોલ હોય છે.
વાસ્તવિકતા :-
આજના દસકામાં આ  જાણવા મળ્યું છે કે સૂકા મેવાનું સેવન કરવાથી ન તો માત્ર સ્વાસ્થ્ય સારૂં રહે છે પરંતુ ઘણા પ્રકારના રોગોથી પણ તે બચાવે છે. સામાન્ય રીતે વધુ કોલેસ્ટ્રોલ અને વધુ ફેટ હોવાના કારણે તેને ખાવાથી મોટાપો થઈ શકે છે. તેની વિપરીત અસર એ છે કે ડ્રાયફ્રૂટ્‌સ કોલેસ્ટ્રોલ ફ્રી હોય છે. તે કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું કરવામાં પણ મદદરૂપ થાય છે. તેના સિવાય તે હૃદય રોગોથી પણ બચાવે છે. વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે અને ઘણા રોગોથી પણ બચાવે છે.
માન્યતા :- ફળોનું જ્યુસ પ્રાકૃતિક અને શુગર ફ્રી હોય છે
વાસ્તવિકતા :-
માનવામાં આવે છે ફળોનો જ્યુસ સ્વાસ્થ્યયુક્ત કેેલેરીવાળું હોય છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ફ્રૂટ જ્યૂસ શુગર મુખ્યત્વે ફ્રૂકટોજનું બગડેલું રૂપ હોય છે. અમેરિકામાં એડેડ શુગરને સૌથી મોટો સ્ત્રોત ફળોનું જ્યુસ અને મીઠા ખાદ્ય પદાર્થોને માનવામાં આવે છે. વધુ પ્રમાણમાં જ્યૂસ પીવાથી વજનમાં વધારો થાય છે.
(ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ અને હોલ ફુડ ઈન્ડિયાના સંસ્થાપક ઈશી ખોસલાના આધારે)
મસાલોે જ નથી, ઔષધિ પણ છે જીરૂં
સાંધાનો દુઃખાવો હોય તો પ૦ ગ્રામ જીરૂં, ર૦ ગ્રામ મેથીના દાણા, ર૦ ગ્રામ સૂકા ધાણા લો. તેને શેકીને પાવડર બનાવી લો. દિવસમાં બે વાર એક ચતુર્થાંશ ભાગ ટેબલ સ્પૂન પાવડર ગરમ પાણીની સાથે પીવો.
ગેસની મુશ્કેલીમાં જીરૂં ફાયદાકારક છે. જીરાનો એક ચતુર્થાંશ ટેબલસ્પૂન પાવડર અને એક ચતુર્થાંશ ટેબલસ્પૂન અજમો મેળવીને જમ્યા પછી ૧૦ મિનિટ પછી હુંફાળા પાણીમાં નાખીને પીવો.
મોટાપો ઓછું કરવા માટે જીરૂં સહાયક છે. તેના માટે અડધી ચમચી જીરાનો પાવડર એક કપ પાણીમાં ઉકાળો. જ્યારે તે અડધું રહી જાય તો તેને ચાની જેમ ગરમ ગરમ પીવો.
જીરાનું સેવન હૃદય સંબંધી સમસ્યાઓમાં પણ લાભદાયક છે. તેના માટે જીરૂં અને ધાણા બરાબર લો. નિયમિત રૂપથી એક ચતુર્થાંશ ટેબલ સ્પૂન પાવડર ગરમ પાણીની સાથે લેવાથી વધેલ કોલેસ્ટ્રોલ નિયંત્રિત થાય છે.
જીરૂં ગરમ હોવાના કારણે જીરાના પાણીનું સેવન તાવને ઓછો કરવામાં મદદરૂપ થાય છે.
શરદી તાવમાં શેકેલું જીરૂં એક ચતુર્થાંક ટેબલસ્પૂન પાવડર એક ચમચી મધની સાથે મેળવીને દિવસમાં બે વાર ખાવાથી લાભ થાય છે.
એક ચતુર્થાંશ ટેબલસ્પૂન શેકેલા જીરાનો પાવડર એક ચમચી માખણમાં મેળવીને ખાવાથી બવાસીરમાં આરામ મળે છે.
ત્વચા સંબંધી સમસ્યાઓમાં એક ચતુર્થાંશ ટેબલસ્પૂન પાવડરને એક ગ્લાસ પાણીમાં ઉકાળો પછી ઠંડું પાડો તેનાથી ચહેરાને ધોઈ નાખો.
વાળમાં ડેન્ડ્રફ (ખોડો)ને ઓછો કરવામાં પણ સહાયક છે. જીરાના પાણીને ન્હાતા પહેલાં માથામાં લગાવો. ૧૦-૧પ મિનિટ પછી ધોઈ નાખો.
(રમેશ નગર સ્થિત સંતુલન આયુર્વેદ ક્લિનિકના ડો.સંજના શર્માથી કરેલ વાતચીતના આધારે)



ધ્યાન રાખો
જીરૂં ગરમ હોવાના કારણે તેનો ઉપયોગ ઓછો પ્રમાણમાં કરો. ખાસ કરીને હાઈપર ટેન્શનવાળા દર્દીઓ જીરાનો ઉપયોગ કરતા પહેલાં ડોક્ટરની સલાહ લે.
તેનો પ્રયોગ નિયમિત રૂપથી ૧પ-૧પ દિવસ માટે કરો, પરંતુ ૧પ દિવસ પછી એક અઠવાડિયા માટે તેનું સેવન ન કરો. તેનાથી શરીરમાં પિત્ત (અપચો) થતું નથી અને ઊર્જા બની રહે છે.
ધ્યાન રાખો ઔષધિના રૂપમાં તેનું સેવનની સાથે દિવસમાં પોતાની ડાયટમાં નારિયેળ પાણી જ્યુસ, દહીં, માખણનો ઉપયોગ જરૂર કરો.




#Health #TodaysFactSamachar #GujaratiMagazine