સાવધાન : પ્લાસ્ટિક ના ઉપયોગથી પુરૂષોમાં થઇ શકે છે આ બિમારી...

સાવધાન : પ્લાસ્ટિક ના ઉપયોગથી પુરૂષોમાં થઇ શકે છે આ બિમારી...




આજના સમયમાં પ્લાસ્ટીકમાંથી બનેલી ચીજે માં ખાવા-પીવાની વસ્તુઓ સરળતાથી મળી જાય છે, પરંતુ આપ એ વાત નથી જાણતા કે દરરોજ પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવાથી કેટલીયે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ક્યાંક આપ આ રીતે સફરજન તો નથી ખાતાં ને ? બની શકે છે જાન લેવા...
સૌથી વધારે પ્રભાવ પુરૂષો પર પડે છે. પ્લાસ્ટિક થી કેટલીયે ગંભીર બિમારી તેમને થઇ શકે છે. સમાચાર એજન્સી સિંહુઆ નાં મતે એડીલેડ વિશ્વવિદ્યાલય અને દક્ષિણ ઓસ્ટ્રેલિઅન સ્વાસ્થ્ય અને મેડિકલ અનુસંધાનના વૈજ્ઞાનિકોએ ૧૫૦૦ થી વધારે પુરૂષોમાં થેલેટ્‌સ નામનાં રસાયણની મોજૂદગી ની સંભાવનાની શોધ કરી છે.

અગર પુરૂષો કરશે મહિનામાં ૨૧ વખત આ કામ, તો ક્યારેય નહીં થાય જાન લેવા બિમારી :
આ રસાયણ હૃદયની બિમારી અને હાઇ બીપી તથા ડાયાબિટીઝ ટાઇપ-૨ થી જોડાયેલ છે. એડીલેડ વિશ્વવિદ્યાલય નાં સહાયક પ્રોફેસર જુનિન શી (ત્નેદ્બૈહ જીરીી) એ જણાવ્યું કે, પરીક્ષણ કરવામાં આવેલા પુરૂષો માં થેલેટ્‌સ ની ઓળખ લગભગ ૯૯.૬%, ૩૫ વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના લોકોમાં પેશાબના નમૂનામાં જોવા મળ્યું છે. આવું પ્લાસ્ટિકનાં વાસણોમાં અથવા બોટલોમાં ભરવામાં આવેલ ખાવા-પીવાની ચીજોથી બન્યું છે..
શી એ પ્રવચન દરમ્યાન જણાવ્યું કે વધું પડતું થેલેટ્‌સ નું સ્તર પુરૂષોમાં હૃદય સંબંધી બિમારીઓ, ટાઇપ-૨ ડાયાબિટીઝ તથા હાઇ બીપી વધારતું જોવા મળ્યું છે. આપણે મનુષ્યના અંત-સ્ત્રાવો સંબંધી રસાયણો વિશે જાણીએ છીએ જેઓ હોર્મોન્સને નિયંત્રિત કરે છે. જે શરીર ની વૃધ્ધિ, લૈંગિક વિકાસ વગેરે ના કાર્યો ને નિયમિત કરે છે. વિશેષ રૂપે પશ્ચિમનાં લોકોમાં થેલેટ્‌સ નું પ્રમાણ વધારે છે કારણ કે ત્યાં પ્લાસ્ટિકનો ઉપયોગ ખાવા-પીવા ની વસ્તુઓ ભરવા માટે ખૂબ જ થાય છે. તેમણે જણાવ્યું કે જે લોકો સોફ્ટડ્રીંક પીવે છે અને અગાઉથી પેક કરીને રાખેલી ખાદ્યસામગ્રી નો ઉપયોગ કરે છે. તેઓના પેશાબની તુલનામાં સ્વસ્થ લોકોની તુલનામાં થેલેટ્‌સની માત્રા વધારે જોઇ શકાય છે..