અંકુર સ્કૂલ : Ankur School Ahmedabad

અંકુર સ્કૂલ : Ankur School Ahmedabad



સ્વ શ્રીમતી ફ્રેનીબેન દેસાઈ માર્ગ, ફતેહનગર, પાલડી , અમદાવાદ-૩૮૦૦૦૭ 

અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ

અમારા ઉદ્દેશ્યો
વિદ્યાર્થીઓ નો સર્વાંગી વિકાસ, જેથી તેઓ જીવન ના પ્રત્યેક ક્ષેત્ર માં શિક્ષણ ની સાથે શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ  હાંસલ કરી શકે. વિદ્યાર્થીઓને ધ્યેય સાથે શિક્ષણ આપવું જેથી તેઓ પોતાના માં થી જ સર્વોચ્ચ પુરવાર થઈ શકે.

શાળાની પ્રવૃત્તિઓ
સ્માર્ટ ક્લાસ :
       શીખવું એક ગમ્મત હોવી જોઈએ અને કલ્પના કરતાં દ્રશ્યો થી સરળતા થી શીખી શકાય છે. 
ઉચ્ચ તકનીક ધરાવતી કમ્પ્યુટર લેબોરેટરીઃ
       વિશ્વ માં ચાલી રહેલ કમ્પ્યુટરો બાબત વિસ્તૃત જ્ઞાન આપવું , જે કાર્ય વિદ્યાર્થીઓ ને વધારાના વર્ગો દ્વારા આપવામાં આવે છે જેથી એ વધતી જતી ટેકનોલોજી ના ઉપયોગ સાથે સુસંગત રહી શકે.    
સંપૂર્ણ સંસાધનો થી સભર વૈજ્ઞાનિક પ્રયોગ શાળાઃ
     જ્યાં  અમારા વિજ્ઞાન ના વિદ્યાર્થીઓ થીયરી માં જે ભણ્યા હોય એ વિષે પ્રયોગ કરી શકે અને સરળતા થી સમજી શકે.
યોગ્યતા ધરાવતાં અનુભવી શિક્ષકોઃ
     જે શિક્ષકો પરિણામ લક્ષી શિક્ષણ શિસ્ત પૂર્વક આપી શકે. એમના દ્વારા અપાયેલ શિક્ષણ ને વિદ્યાર્થીઓ સમગ્ર રીતે સમજી શકે છે એ ખાત્રી થવી જોઈએ.
નબળાં વિદ્યાર્થીઓ માટે જુદા વર્ગો :
     જે વિદ્યાર્થીઓ ની શીખવાની ક્ષમતા ઓછી હોય એ વિદ્યાર્થીઓ ને વિશેષ રીતે ભણાવવું જોઈએ એ પ્રકાર ના ઉદ્દેશ્ય સાથે એમના માં લખવાની, વાંચવાની અને શીખવાની પ્રગતી કઈ રીતે થઈ  રહી છે એ બાબત ધ્યાન આપવામાં આવે છે.
રાષ્ટ્રીય તહેવારો ની ઉજવણી મોટા પાયે કરવામાં આવે છેઃ
   વિદ્યાર્થીઓને દેશભક્તિ ની કિમત સમજાય જેથી એ દેશ ના રક્ષણ માટે સદૈવ તત્પર રહે.
અમારી સિધ્ધિઓ
•        અમારા વિજ્ઞાન ના વિદ્યાર્થીઓએ ગુણવત્તા ના આધારે દેશ ની મેડીકલ અને એન્જીનીયરીંગ ની  ખ્યાતનામ સંસ્થાઓ માં પ્રવેશ મેળવેલ છે.
•        અમારા વિજ્ઞાન ના વિદ્યાર્થીઓએ વૈશ્વિક સ્તરે યોજાયેલ વિજ્ઞાન પ્રદર્શનો માં એવોર્ડ મેળવ્યા છે.
•        અમારી શાળા ની વિદ્યાર્થીનીએ ૨૦૧૬ ના ગણતંત્ર દિવસ ની એન સી સી પરેડ માં ભાગ લીધો હતો.
•        અમારા વિદ્યાર્થીએ ઝી. ટી.વી.દ્વારા રજુ કરાયેલ કાર્યક્રમ સા રે ગા મા લીટલ ચેમ્પ્સ-૨૦૧૭  માં અમદાવાદ આઇડોલ નું એવોર્ડ મેળવ્યું હતું અને ફાઈનલ રાઉન્ડ માં પસંદગી પામ્યો હતો.
•        અમારી શાળા નો વિદ્યાર્થી યૂ-૧૯ ક્રિકેટ ટીમ માં રાજ્ય સ્તરે શ્રેષ્ઠ બોલર તરીકે પસંદગી પામ્યો હતો.
•        અમારી શાળા ના વિદ્યાર્થીઓ એ જીલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય સ્તરે કબ્બડી, ચેસ, બોક્સિંગ, હેન્ડ બોલ , બેડમિન્ટન, હોકી, અને અન્ય રમતો માં ભાગ લે છે અને ઇનામો જીતે છે.
•        અમારા વિશિષ્ઠ વિદ્યાર્થીઓ (શારીરિક ખોડ  ધરાવનારા) ખેલ મહાકુંભ-૨૦૧૬ માં દોડ અને બેડમિન્ટન માં વિજયી થયા હતા.
•        ઘણાં બધા વિદ્યાર્થીઓ એ રાષ્ટ્રીય અને અંતરાષ્ટ્રીય કરાટે ચેમ્પિયન શીપ માં ભાગ લઈ ગોલ્ડ, સિલ્વર, અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.