અમદાવાદ માં ખાનપુર લાલદરવાજા ખાતે ફારૂખભાઈ ‘અમેરિકન એક્સેલ’ નામથી બેગ નો શો
રૂમ ધરાવે છે. એમણે પોતાની અથાગ મહેનત થી
આ બ્રાંડ ઉભી કરી છે, એમનું અને એમના ધંધા નું પરિચય.
બ્રાંડ બનાવવી
કોઈ પણ વસ્તુ ની
બ્રાંડ બનાવવી સહેલી નથી. અથાગ મહેનત, ક્વાલીટી ની જાળવણી પછી જ બ્રાંડ
સ્થાપિત થઈ શકે છે. એના માટે ખુબ જ મેહનત અને સંઘર્ષ કરવું પડે છે. મેં પોતાના
કાર્ય ની શરુઆત ૧૯૯૩-૯૪ થી ખુબ જ નાનપણ થી કરી હતી ત્યારે હું પાંચમાં ધોરણ માં
ભણતો હતો. સ્કુલ માં ભણતી વખતે પણ હું નોકરી કરતો હતો. લગેજ લાઈન થી જોડાતા પહેલા
પણ હું લેબર વર્ક કરતો હતો. મારું પગાર ફક્ત ૧૫૦ રૂપિયા મહીને હતો. ૮ માં ધોરણ માં
નપાસ થતા ભણતર છોડી દીધું. મારા પિતાએ મને બેગ લાઈન માં મોકલ્યો, બેગ બનાવવાનું
કામ શીખ્યો. મારી પાસે ફક્ત ૩ થી ૪ હજાર રૂપિયા જ હતા જેથી ધંદો કરી શકાય નહી, દરમિયાન મારા
પિતા નું અવસાન થતાં મુશ્કેલીઓ વધી અને મારું
સંઘર્ષ પણ વધ્યું. પહેલા હું બેનરો બનાવતો હતો પણ પછી મને થયું કે મને બેગ
બનાવવાની આવડત છે તો એ ઉપર ધ્યાન આપવું જોઈએ. ધીમે ધીમે મેં પહેલા જોબ વર્ક શરુ
કર્યું. મારા એક મિત્રે મને મશીન અપાવ્યું
અને એમનું જ કામ કરતો હતો. પછી મેં બેગ બનાવવાની શરુઆત કરી. સાયકલ ઉપર જઈ સમાન
લાવતો અને બેગ બનાવી વેચતો. આ રીતે પછી મેં કામ વધાર્યું અને ૨, ૪, ૬ બેગ બનાવીને
ત્રણ દરવાજા જઈ બેગ વેચી આવતો. અને એ રીતે કામ વધારી અઠવાડિયા માં ૧૨ બેગો સુધી
પહોંચ્યો. મેં પછી બીજા કારીગરો ને રોક્યા અને ઉત્પાદન સાથે કામકાજ વધ્યું. ૨૦૦૦
ની સાલ થી મારી પ્રગતિ શરુ થઈ ત્યારે મેં ટ્રોલી બેગ બનાવવાની શરુઆત કરી, તે સમય માં
ટ્રોલી બેગ બનાવનારા ઓછા હતા પણ પછી થી વધી ગયા હતા. આજે મારી ફેક્ટરી નું ઉત્પાદન
મહીને ૩૦૦૦-૪૦૦૦ બેગો નું છે. બ્રાંડ બનાવવી સહેલી નથી. પહેલા હું નામ અને લેબલ
વગર બેગો વેચતો. દુકાનદારો પોતાનું લેબલ લગાવતા અને સારો નફો મેળવતા. મેં હવે
પોતાની બ્રાંડ બનાવવા નિર્ણય કર્યું અને ‘અમેરિકન એક્ષપ્રેસ’ નામ રાખ્યું. તે
દિવસો માં અમેરિકા જવાનું આકર્ષણ વધુ હતું . અને મારી બેગો ની માગ પણ વધતી ગઈ.
મારા વકીલે મને સલાહ આપી કે ‘અમેરિકન એક્ષપ્રેસ’ નામ મને મુશ્કેલી
માં મૂકી શકે છે જેથી મેં નામ બદલ્યું અને ‘અમેરિકન એક્સેલ’ રાખ્યું. આ નામ
હવે મેં રજીસ્ટર કરાવ્યું છે. મારા પછી બીજા પણ ઘણાં ઉત્પાદકો આવ્યા છે અને
અમેરિકન વીઝા, અમેરિકન કેર ,અમેરિકન ટ્રાવેલ પણ રાખ્યું છે. મારી બ્રાંડ ની
સારી એવી પ્રતિષ્ઠા થઈ ગઈ છે. લોકો મારા નામ ની બેગો ની માંગણી કરે છે. મોટી
સેલીબ્રીટીઓ પણ મારી પાસે થી બેગો લઈ ગઈ છે. જેમાં પાર્થિવ પટેલ, યુસુફ પઠાણ એમના
કુટુંબીજનો પણ છે એ ઉપરાંત ગાંધીનગર ના મોટા અધિકારીઓ પણ મારા ગ્રાહકો છે. મારી બ્રાંડ પ્રખ્યાત થતા મને મોટી
કંપનીઓ જેમ કે ઇન્ટાસ, ટોરન્ટ, નટરાજ ઘરઘંટી અને ઈસરો માં થી પણ ઓર્ડરો મળે છે. લોકો મારી બ્રાંડ ઉપર વિશ્વાસ રાખે છે. મેં ક્વાલીટી સાથે
સમાધાન નથી કર્યું જેથી જ મારી બ્રાંડ ની કિમત વધેલ છે.
ક્વાલિટી અને ડીઝાઇન
અમે ક્વાલીટી ઉપર વધુ ધ્યાન આપીએ છીએ. ઝીપર, ટ્રોલી, ટ્રોલી વ્હીલ, કાપડ, હેન્ડલો અને અન્ય
વપરાતી વસ્તુઓ સારા માં સારી ક્વાલીટી ની વાપરીએ છીએ, મને ૨૫ વર્ષ નું
અનુભવ છે. એ બાબત જરાય સમાધાન કરતા નથી.
કામ નીતિ અને ઈમાનદારી થી કરીએ છીએ. અમે
અમારા સ્ટાફ ની મદદ થી બેગોની ડીઝાઇન બનાવીએ છીએ. જેમાં મારો ભાઈ પણ મારી સાથે
જોડાયેલ છે. માર્કેટ માં સંપૂર્ણ સર્વે કરીએ છીએ, હમેંશ નવી ડીઝાઇન
આપવાનો પ્રયાસ કરીએ છીએ. બેગ વાપરનાર ને સગવડો મળી રહે એ પ્રમાણે ડીઝાઇન બનાવીએ
છીએ. એ સાથે અમે બેગ ની કિમત બાબત પણ ધ્યાન આપીએ છીએ ગ્રાહક ને મોંઘી નહી લાગે એની
પણ તકેદારી રાખીએ છીએ. માર્કેટ માં અન્ય હરીફો છે એમને ધ્યાન માં રાખી બેગ ની કિમત
રાખીએ છીએ. ગ્રાહક ને પોતે ખર્ચેલ પૈસા નું પુરતું વળતર મળી રહે અને એમને સંતોષ
થાય એ જ અમારી મોટી કમાણી છે.
સર્વિસ
બેગ ના વેચાણ પછી ગ્રાહક ને પુરતી સર્વિસ આપીએ છીએ. આમ તો અમે બે વર્ષ
ની વોરંટી આપીએ છીએ પણ જો ગ્રાહક ને સંતોષ નહી થાય તો અમે બેગ બદલી પણ આપીએ છીએ.
બેગ માં નાની મોટી તૂટ થાય તો અમે રીપેરીંગ કરી આપીએ છીએ. પણ ગ્રાહક ની ફરિયાદ
વ્યાજબી હોવી જોઈએ. જેમ કોઈ અકસ્માત થી બેગ ને નુકસાન થયેલ હોય તો એમાં અમે ગ્રાહક
ને સ્પષ્ટ સમજાવીએ છીએ કે આમાં અમારું કોઈ વાંક નથી. અમે માલ પાછું લેવામાં પણ અચકાતા નથી. અમે અનુભવ કર્યું છે કે
પાછું લીધેલ માલ અમને વધુ પૈસા રળી આપે છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહક નું સંતોષ
છે,
જો ગ્રાહક ને
સંતોષ છે તો એનું અર્થ એ જ છે કે અમારી સર્વિસ સારી છે.
બ્રાન્ચો
અમારો માલ ગુજરાત ના બધાજ નાણા મોટા શહેરો માં જાય છે. અમારી પોતાની ૫૦
થી ૧૦૦ બ્રાન્ચો છે, અને અન્ય
શહેરો માં અમારા ડીલરો છે. ઉત્તર ગુજરાત ના મહેસાણા, કલોલ, કડી, પાટણ.ડીસા,પાલનપૂર,આબુ, હિમતનગર,વિગેરે દક્ષિણ ગુજરાત માં વડોદરા,સુરત,નવસારી, ભરૂચ, વિગેરે અને સૌરાષ્ટ્ર ના રાજકોટ, જામનગર, ભાવનગર, પોરબંદર વિગેરે
છે. એ સાથે એમ.પી. અને મહારાષ્ટ્ર ના પણ ઘણાં બધા શહેરો માં અમારા ડીલરો છે. અમે
શહેર ના વિસ્તાર ના આધારે ડીલરો બનાવીએ છીએ . જ્યાં એક બે ડીલરો ની જરૂર હોય ત્યાં
વધુ ડીલરો નથીબનાવતા. અમારા ડીલરો ને પણ ધંદો અને નફો મળવો જોઈએ એનું ધ્યાન રાખીએ
છીએ. અત્યારે દરેક ધંધા માં પુષ્કળ હરીફાઈ
છે એનું અમે ધ્યાન રાખીએ છીએ. જો અમારા ડીલર ને પોતે રોકેલ પૈસા નું વળતર નહી મળશે
તો એ ધંધો નહી કરશે જેથી છેવટે અમને જ નુકસાન થવાનું છે.
ઉદ્દેશ્ય
અમારો ઉદ્દેશ્ય હજું ઘણું આગળ વધવાનું છે. અમારી ઈચ્છા છે જે અમારી
બ્રાંડ દુનિયા માં પ્રખ્યાત થાય જે માટે અમે પ્રયાસો પણ કરીએ છીએ. પણ એ સાથે અમુક
મર્યાદાઓ પણ જોડાયેલ છે. સરકાર ની નીતિઓ વધુ અનુકુળ હોય તો અમને વધુ પ્રોત્સાહન
મળી શકે છે. અને અમે વિદેશ માં પણ માલ મોકલી શકીએ. એના માટે પણ અમને ક્વાલીટી ઉપર
વધુ ધ્યાન આપવું પડશે અને વૈશ્વિક સ્તર ની
ક્વાલીટી બનાવવી પડશે. જે તરફ અમે ધ્યાન આપી રહ્યા છે. પણ હાલમાં અમારી પાસે દેશ
માં જ એટલી બધી ડીમાંડ છે કે અમે પૂરી કરી શકતા નથી. અમારો ઉદ્દેશ્ય છે કે અમે વધુ
પ્રગતિ કરી દેશ ના વિકાસ માં સહયોગ આપીએ.
અમે હજ અને ઉમરાહ માટે
જતા યાત્રિકો માટે ખાસ બેગો બનાવીએ છીએ. અમે ઘણી બધી બેગો હાજીઓ ને આપી છે. એ સાથે
હજ ની ટુર યોજતા ટ્રાવેલર્સ એજન્સીઓને પણ
ઘણી બધી બેગો આપી છે. #Read #Share #CoverStory #AmericanExcel #Bag #Ahmedabad #TodaysFactSamachar #GujaratiMagazine