ભારતે ઈતિહાસ સર્જ્યો : ઓસી.ને હરાવી રેકોર્ડ ચોથીવાર અન્ડર-૧૯ વિશ્વકપ જીત્યો

ભારતે ઈતિહાસ સર્જ્યો : ઓસી.ને હરાવી રેકોર્ડ ચોથીવાર અન્ડર-૧૯ વિશ્વકપ જીત્યો


ભારત આ પહેલા વર્ષ-ર૦૦૦, ર૦૦૮ અને ર૦૧રમાં ચેમ્પિયન બન્યું હતું



ભારતે ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે હરાવી રેકોર્ડ ચોથીવાર અન્ડર-૧૯ વિશ્વકપ જીતી ઈતિહાસ સર્જ્યો છે. અન્ડર-૧૯ ક્રિકેટ ટીમે ગુરૂરાહુલ દ્રવિડને તેમની કોચિંગ કારકિર્દીની સૌથી મોટી સફળતા અપાવી. ભારતીય બોલરોએ ઉમદા પ્રદર્શન કરતા ઓસ્ટ્રેલિયાને ર૧૬ રનમાં ઓલઆઉટ કરી દીધું. જવાબમાં ભારતે ફક્ત બે વિકેટ ગુમાવી ૩૮.પ ઓવરમાં લક્ષ્યાંક પ્રાપ્ત કરી લીધો. દિલ્હીના મનજોત કાબરાએ ૧૦ર બોલમાં અણનમ ૧૦૧ રન બનાવ્યા જ્યારે કપ્તાન પૃથ્વી શો અને ટુર્નામેન્ટમાં હાઈએસ્ટ રન બનાવનાર શુભમાન ગિલ જલ્દી આઉટ થઈ ગયા હતા. ભારતે ચોથંુ ટાઈટલ જીતી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું. જેના નામે ત્રણ ટાઈટલ છે આ પ્રદર્શન કોચ દ્રવિડને પણ શાનદાર ભેટ રહી જેણે અંતિમવાર વિશ્વકપ ટ્રોફી પોતાના નામે કરવાની તક મળી બે વર્ષ પહેલા બાંગ્લાદેશમાં ટીમ રનર્સઅપ રહી હતી. ભારતે ૬ વર્ષ પહેલા ઉન્મુક્તચંદના નેતૃત્વમાં ટાઈટલ જીત્યુ હતું. કોહલીએ ર૦૦૮ અને મો.કૈફે ર૦૦૦માં ટીમને ચેમ્પિયન બનાવી હતી. આ વખતે પણ ભારત શરૂઆતથી જ ખૂબ જ દાવેદાર માનવામાં આવતું હતું અને પ્રદર્શન પણ તેવું જ રહ્યું, એકપણ મેચ હાર્યા વિના ટીમ ચેમ્પિયન બની. બીજી ટીમો અને ભારતના પ્રદર્શનમાં જમીન આસમાનનો ફરક હતો.

જુનિયર ટીમ ઈન્ડિયા પર નાણાંનો વરસાદ
ભારતની ઐતિહાસિક જીતની સાથે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે (બીસીસીઆઈ) પોતાના ખેલાડીઓ, કોમ અને સપોર્ટ સ્ટાફ પર નાણાંનો વરસાદ કરી ટીમને પ્રોત્સાહિત કરી છે. આ ટુર્નામેન્ટમાં ભારતે પોતાની બધી મેચ આસાનીથી જીતી. પોતાની યુવા ટીમના આ ધમાકેદાર પ્રદર્શનથી ખુશ થઈને બીસીસીઆઈએ ટિ્‌વટર પર ધનવર્ષાની જાહેરાત કરવામાં વિલંબ કર્યો નહી. બીસીસીઆઈએ કોચ રાહુલ દ્રવિડને પ૦ લાખનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. જ્યારે ટીમના બધા ખેલાડીઓને ૩૦-૩૦ લાખ રૂપિયા અને સપોર્ટ સ્ટાફને ર૦-ર૦ લાખ રૂપિયા ઈનામ તરીકે મળશે.