ફક્ત દૂધમાં જ નહીં, આ ૨૦ ચીજોમાં પણ છે, ભરપૂર કેલ્શિયમ

ફક્ત દૂધમાં જ નહીં, આ ૨૦ ચીજોમાં પણ છે, ભરપૂર કેલ્શિયમ




કેલ્શિયમ એક આવશ્યક ખનીજ જ નથી બલ્કે તે આપણાં હાડકાઓને પણ મજબૂત બનાવે છે. એટલા માટે આપને જો એમ લાગતું હોય કે ફક્ત દૂધમાં જ કેલ્શિયમ છે તો આપ આ લેખ જરૂર વાંચો...
આપણા માટે એ ખૂબ જ જરૂરી છે કે આપણને ખોરાકમાંથી યોગ્ય માત્રામાં કેલ્શિયલ મળી રહે છે.
બસ, યાદ રાખો : જો આપના શરીરમાં વિટામીન-ડી નું સ્તર ઓછું છે તો ફક્ત સાદાં ભોજનથી તેની ઉણપ પૂરી નહીં થાય.
અહીં અમે સાદા અને ખાટા દહીંની વાત કરી રહ્યાં છીએ કે જે વધારે પ્રમાણમાં ભારતીય ઘરોમાં દરરોજ થાય છે. કેટલાંક લોકોની લેકટોઝની એલર્જી હોય છે. એવામાં દહીં ખાવું એકદમ યોગ્ય રહેશે. તેમાં દૂધ જેટલું જ કેલ્શિયમ હોય છે. બસ, ફક્ત તેમાં ખાંડ ના મેળવશો.
આપ બધાં નોનવેજ (માંસાહારીઓ) માટે સાર્ડિન એ એક સસ્તી દરિયાની માછલી છે જે સમગ્ર ભારતના મચ્છી માર્કેટમાં અને સસ્તી રેસ્ટોરાંમાં, ખાસ કરીને દક્ષિણ ભારત, પશ્ચિમ ભારત અને પૂર્વ ભારતનાં તટીય રાજ્યોમાં મળી આવે છે. એક સાર્ડિન મચ્છી ૩૩% સુધી આપની કેલ્શિયમ ની આપૂર્તિ કરી શકે છે.
ચીઝ એક અન્ય અને સરળતાથી ઉપલબ્ધ ડેરી પ્રોડક્શન છે, જે કેલ્શિયમ થી ભરપૂર હોય છે. વાસ્તવમાં પર્મિયન ચીઝમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય છે. જે કોઇપણ અન્ય ચીઝમાં નથી હોતું.
અંજીર માં ના કેવળ કેલ્શિયમ જ છે બલ્કે ખૂબ જ પ્રમાણમાં ફાઇબર અને આયર્ન પણ રહેલું છે.
બ્રોકોલી થી પાલક સુધીની બધી જ પત્તાવાળી ભાજીઓ માં ખૂબ જ આવસ્યક ખનીજોથી સમૃધ્ધિ હોય છે, જેમાં કેલ્શિયમ પણ રહેલું હોય છે.
બદામ વિટામીન-ઇ અને કેલ્શિયમ સમૃધ્ધ હોય છે. જો વધારે પ્રમાણાં ખાવામાં આવે તો ઘણી જ ઊર્જા પેદા કરે છે. માટે દિવસભરમાં ફક્ત એક મૂઠ્ઠી જેટલું જ ખાઓ.
ઝીંગા કેલ્શિયમથી ભરપૂર છે. પરંતુ તેને વધુ પડતું રાંધવામાં આવે તો કેલ્શિયમ ગુમાવી દે છે. એટલે વધારે પડતું ઉકાળીને ચઢાવવામાં ના આવે.
ટોફૂ સોયાબીનમાંથી બનાવવામાં આવે છે. જેમાં ખેબ  જ સારા પ્રમાણમાં કેલ્શિયમ જોવા મળે છે.



www.todaysfact.in