નીજી વાહનોના ક્ષેત્રમાં ઘણો આવિષ્કાર
થઈ ચૂક્યો છે. દુનિયાના ઘણા દેશોએ જરૂરતોના હિસાબે નવા-નવા વાહનોને અપનાવી પણ લીધા
છે. કેટલા વરસોમાં આપણે ત્યાં પણ તસ્વીર બદલનારી છે.
ઈલેક્ટ્રિક સ્કેટબોર્ડ
ઈલેક્ટ્રિક સ્કેટબોર્ડ એક નાનકડું વાહન
છે જેને ક્યાંય પણ લઈ જઈ શકાય છે એની સ્પીડ અને દિશાને શરીરના ભાર અને ઝુકાવથી
નિયંત્રિત કરી શકાય છે. આને કેલિફોર્નિયાના લુઈ ફિંકલે વિકસિત કર્યું હતંુ. ર૦૧૩ના
લોસ વેગાસ શોમાં આનું નવું સંસ્કરણ આવ્યું. આનાથી ર૦ કિલોમીટર સુધી સફર કરી શકાય
છે, આની વધુમાં વધુ ગતિ ૪૦ કિલોમીટર પ્રતિ કલાક છે.
સ્નો મોબાઈલ : બરફના મેદાન પર ચલાવવા
માટે સ્નો મોબાઈલ એક એવું નિજી વાહન છે જેને સડક કોઈ રનવેની જરૂરત નથી હોતી
વાસ્તવમાં આ એક પાવર સ્લેજ છે. જેને ૪ સ્ટ્રોક ગેસોલિન એન્જિનથી ચલાવી શકાય છે.
આના પાટા સિંથેટિક ફાઈબરના બનેલા હોય છે. સામાન્ય રૂપે બરફના મેદાન પર આ વાહનોથી
રેસ લગાવવામાં આવે છે. આને ઘાસના મેદાન અને પાણીના તળાવ પર પણ ચલાવી શકાય છે.
માયર્સ મોટર એનએમજી : એક વ્યક્તિની સવારી માટે ‘માયર્સ મોટર એનએમજી’ ત્રણ પૈડાવાળું એક પ્રાઈવેટ વાહન છે.
આને ઈલેક્ટ્રિક વાહનનું પહેલું ‘કોબિન સ્પેરો’ પણ કહેવાતું હતું. આ હવે ૯૭ કિ.મી. સુધી ચાલી શકે છે. અને આની વધુમાં
વધુ ગતી ૧૧ર કિલોમીટર પ્રતિ કલાક છે.
એન-વી
જનરલ મોટર્સે થોડાક વરસો પહેલાં આ ખાનગી ઈલેક્ટ્રિક વાહનને બનાવવું શરૂ
કર્યું હતું. સેગવે પ્લેટફોર્મ પર બનેલ આ નાનકડા બે પૈડાવાળા વાહનથી કોઈપણ દિશામાં
અચાનક ફરી શકાય છે. જાઈરો-સ્કોપિક ટેકનિકલના કારણે આ વાહન પોતાનું સંતુલન સ્વયં
કરે છે.
ટોયોટા આઈ-રોડ : ત્રણ પૈડાવાળા આ
ઈલેક્ટ્રિક વાહનને ર૦૧૩માં જીનિવા મોટર શોમાં બતાવવામાં આવેલ હતું. એની સ્પીડ ૪પ
કિલોમીટર પ્રતિ કલાક છે. એકવાર ચાર્જ કર્યા બાદ આ ૪૮ કિલોમીટર સુધી ચાલે છે. આના
આગળના બંને પૈડાં વાળતા સમયે ઉપર નીચે ઉઠી જાય છે. જેનાથી બેલેસ્ટ યથાવત રહે છે.
સોલોવીલ : સોલોવીલ-જાઈરો-સ્ટેબલાઈઝડ એક
પૈડાની ઈલેક્ટ્રિક સાયકલ છે, જેમાં નિયંત્રણ હાથથી નહીં બલ્કે
શરીરના સંતુલનથી થાય છે. એનું વજન ૧૦ કિલોગ્રામ છે અને આ ૧૬ કિલોમીટર પ્રતિ કલાકની
ઝડપે ચાલે છે.
રાઈનો : રાઈનો એક માઈક્રો સાયકલ છે,
જે ભવિષ્યનું એક અચરજ પમાડે તેવું વાહન છે. છ
વરસના પ્રયોગો પછી કંપની આને માર્કેટમાં લાવવાની તૈયારી કરી રહી છે. આ ઈલેક્ટ્રિક
મોટર સાયકલની ગતિ ૧૬ કિલોમીટર પ્રતિ કલાક છે. એકવાર ચાર્જ કર્યા પછી આ ર૦ કિલોમીટર
સુધી ચાલી શકે છે.
યુઆર બી-ઈ : આ પોર્ટેબલ ઈલેક્ટ્રિક
બાઈકને અમેરિકાના કેલિફોર્નિયાના એન્જિનિયરે બનાવ્યું છે આનું વજન માત્ર ૧૩
કિલોગ્રામ છે. આ ૮પ કિલોગ્રામ સુધીના માનવીને બેસાડી શકે છે. અને ટ્રોલીમાં ઊભેલા
બીજા વ્યક્તિને ખેંચી શકે છે. એકવાર ચાર્જ કર્યા પછી આ રર કિલોમીટર પ્રતિ કલાકની
ગતિથી ર૬ કિલોમીટર સુધી જઈ શકે છે.