દરરોજ નમાઝ પઢવાથી કમરનો દુઃખાવો ગાયબ થઈ શકે છે

દરરોજ નમાઝ પઢવાથી કમરનો દુઃખાવો ગાયબ થઈ શકે છે


તાજેતરમાં થયેલી શોધમાં જાણવા મળ્યું છે કે, ઈસ્લામ ધર્મમાં જે રીતે નમાઝ પઢવામાં આવે છે તેનાથી શરીરના નીચલા ભાગમાં કમરના દુઃખાવાની સમસ્યા દૂર થાય છે. શોધ મુજબ રોજ નમાઝ દરમિયાન જે પ્રકારની શારીરિક ક્રિયાઓ કરવામાં આવે છે તે સાંધાના દુખાવામાં ફાયદો થાય છે. આ શોધના સંદર્ભમાં કેટલાક પેપર ઈન્ટરનેશનલ જનરલ ઓફ ઈન્ડસ્ટ્રીયલ એન્ડ સિસ્ટમ એન્જિનિયરીંગમાં પ્રકાશિત છે. નોંધનીય છે કે, સમગ્ર દુનિયામાં લગભગ ૧.૬ અબજ મુસ્લિમો પ્રતિદિન પાંચ વાર નમાઝ પઢે છે. તેઓ સઉદી અરબમાં આવેલ મક્કામાં પવિત્ર કાબાની દિશા તરફ મુખ કરી નમાઝ પઢે છે. નમાઝ દરમિયાન ગરદન, કમર, ઘૂંટણનું હલનચલન થાય છે. ઈસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથ કુર્આનમાં દરેક મુસ્લિમ માટે દિવસમાં પાંચવાર નમાઝ ફરજિયાતપણે અદા કરવાનો આદેશ અપાયો છે. આ સંશોધનમાં રિપોર્ટ મુજબ રોજ નમાઝ પઢવાથી હૃદયરોગ અને મેદસ્વીપણાનો ખતરો દૂર થાય છે. સંશોધનના અધ્યક્ષ મોહમ્મદ ખસવનેહે કહ્યું કે નમાઝ દરમિયાન કરવામાં આવતી શારીરિક ક્રિયા શરીરની મોટાભાગની બીમારીઓ દૂર કરે છે. આ સંશોધનમાં ઈસ્લામિક નમાઝ સાથે સાથે ખ્રિસ્તી અને યહુદી ધર્મની પ્રાર્થનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્વસ્થ જીવનશૈલી જાળવી રાખવા માટે નમાઝ અને એકાગ્રતા વચ્ચે મજબૂત સંબંધ છે. નમાઝ શારીરિક તણાવ અને ચિંતા નાબૂદ કરી શકે છે. તેમજ નમાઝને ન્યૂરો મુસ્કુલ્કોકેલેટલ રોગનો અકસી ઈલાજ પણ માનવામાં આવે છે. શોધકર્તાઓએ સ્વસ્થ ભારતીયો તેમજ એશિયાઈ અને અમેરિકી પુરૂષો અને મહિલાઓના પીઠ અને શરીરના નીચલા ભાગમાં દુઃખાવાની આધુનિક તપાસ કરી આંકડાઓનું વિશ્લેષણ કર્યું હતું. આ વિશ્લેષણથી જણાયું કે નીચે વળવાથી કરોડરજ્જુના અંતિમ મણકાઓ પર સૌથી વધુ તણાવ ઉત્પન્ન થાય છે પરંતુ નમાઝથી પીઠના નીચલા ભાગમાં દુઃખાવો ઓછો કરી શકાય છે.