ઘણાં લોકો ફોટો
ખેંચવાના શોખ રાખે છે. અને જ્યારે પણ તક મળે ત્યારે ફોટો ખેંચીને આપણો શોખ પણ પૂરો
કરવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ શું તમને ખબર છે તમે તમારા આ શોખથી પૈસા પણ કમાવી
શકો છો. અહીંયા અમે શાદી કે સમારોહમાં ફોટો ખેંચીને પૈસા કમાવવાની વાત નથી કરતા.
ના તમારે ફોટો ખેંચવા માટે પ્રોફેશનલ ટ્રેનિંગ લેવાની જરૂર છે. આજે અમે તમને એવી
ઓનલાઇન સાઇટ વિશે જણાવીએ છીએ જે તમારા ફોટા ખરીદે છે.
અહીંયા તમે દરેક
ફોટા માટે રૂા. ૨૦૦૦ કમાવી શકો છો.
પ્રખ્યાત ઇમેજ
સેલર ઓનલાઇન કંપની શટર સ્ટોક પણ તમારા ખેંચેલા ફોટો ખરીદે છે. કંપની અત્યાર સુધી
૨૩ અરબથી પણ વધારે ફોટોગ્રાફર્સ માટે પૈસા આપી ચુકી છે. શટર સ્ટોક તમને પ્રતી ફોટા
પ્રમાણે પૈસા આપે છે. પેમેન્ટ ૦.૨૮ સે ૨૮ ડોલર (આશરે ૨૦૦૦ રૂા.) સુધી હોય છે.
ફોટાની સાઇઝ અને ગુણવત્તાની ચકાસણી પછી કંપની પૈસા આપે છે. જેટલીવાર તમારી ફોટો
ડાઉનલોડ થશે અથવા શટર સ્ટોક પરથી ખરીદશે, તેટલી વાર કંપની તમને પૈસા આપશે.
અહીંયા ફોટા
વેચવાની સાથે નવી તકો પણ મળશે.
આઇ સ્ટોક એક એવું
પ્લોટફોર્મ છે, જ્યાં તમે ન ફક્ત
તમારા ફોટા વેચી શકો છો. પરંતુ બીજા ફોટોગ્રાફર્સ થી ફોટોગ્રાફીની ટિપ્સ પણ મેળવી
શકો છો. આ સાઇટ ના પોપ્યુલર ફોરમથી જોડાઇને તમને કમાવવાની બીજી તકો પણ મળી શકે છે.
તમારી ફોટો જેટલા પણ રૂપિયામાં ડાઉનલોડ થશે એમાંથી આઇ સ્ટોક તમને ૧૫% રોયલ્ટી
આપશે. જો કોઇ તમારી ફોટોને સાઇટ ના ક્રેડિટ ઓપ્શનથી ખરીદશે તો આ કમાઇ ૪૫% સુધી
દરેક ફોટા ડાઉનલોડ કરવાના મળશે. જો તમારે ૧૫% થી વધારે કમાઇ કરવી હોય તો આ ઓનલાઇન
કંપની જોડે એક એગ્રીમેન્ટ સાઇન કરવું પડશે. જેના પ્રમાણે તમે તમારા બધા ફોટા આ જ
સાઇટ ઉપર વેચાશે. આવું કરવાથી કંપની તમને ૨૫ થી ૪૫% સુધી રોયલ્ટી આપશે. જ્યારે તમે
ઇચ્છો, તમે નોટિસ આપીને
આ કરાર રદ કરાવી શકો છો.
આ પ્લેટફોર્મ પર
પોતાની સાઇટથી ફોટા વેચો.
જો તમે તમારા
ફોટાને તમારી સાઇટથી વેવા માંગતો હો તો ફોટો શલ્ટર એક સારો વિકલ્પ છે. આ સાઇટ
પોતાના પ્લેટફોર્મ પર તમારી સાઇટ ને લિંક કરી દેશે આનાથી ફોટો સીધા તમારી સાઇટ
પરથી ખરીદવામાં આવશે. આટલું જ નહીં, ફોટો શેલ્ટર તમને ક્લાઉડ સ્ટોરેજ, વેબસાઇટ ને વધુ માં વધુ લોકો સુધી પહોંચાડવા માટે સર્ચ ઇંજન ઓટટિમાઇઝેશન
(એસઇઓ) ની મદદ અને ઘણી ટિપ્સ પણ આપે છે. આ સાઇટનો સૌથી મોટો ફાયદો આ છે કે આની ઉપર
તમે તમારી ફોટો જે સાઇઝ માં ઇચ્છતા હો એ સાઇઝમાં વેચી શકો છો. આના સિવાય તમે તમારી
સાઇટ ઉપર પણ આની મદદથી ટ્રાફિક વધારી શકો છો.
ઇમેજ બાજાર જોડે
જોડાઇને કરો કમાઇ
ભારતની પ્રખ્યાત
ઓનલાઇન ફોટો બાઇંગ સેલિંગ કંપની ઇમેજબારની જોડે જોડાઇને પણ આપ કમાવી શકો છો. ફેસમ
એન્ટપ્રેન્યર અને મોટિવેટર સંદિપ માહેશ્વરી એ ઇમેજબજાર ને સ્થાપ્યું છે. અહિંયા
તમે તમારા ફોટા વેચી શકો છો. ઇમેજ બાજાર પણ બીજા પ્લેટફોર્મની જેમ દરેક ડાઉનલોડ
ઉપર પેમેન્ટ આપશે. ફોટા માટે પેમેન્ટ તમને તમારા ઓનલાઇટ એકાઉન્ટમાં મોકલી આપવામાં
આવે છે.
દરેક ફોટા માટે
કમાઇ ૫૦% રોયલ્ટી
શોર્ટ ઇન્ડિયા
નામ ના આ ઓનલાઇન પ્લેટફોર્મ પર ફોટાઝ માટે તમને ૫૦% સુધી રોયલ્ટી મળી શકે છે.
અહીંયા સાઇન અપ થયા પછી તમે તમારા ફોટા અપલોડ કરવાના હોય છે. આમાં આવી રીતે તમારૂ
એક એકાઉન્ટ બની જાય છે. જેનાથી તમે ફોટો વેચો છો. એ ફોટાની ગુણવત્તાના આધાર ઉપર
અને દરેક ડાઉનલોડ ના હિસાબે શોટ ઇન્ડિયા તમને પેમેન્ટ કરે છે.
સારી કમાઇ માટે
ધ્યાન રાખો આ વાતો
ઓનલાઇન ફોટા
ખરીદવાવાળી આ સાઇટો ઉપર ફોટો વેચવા માટે થોડાક ગુણવત્તાનું પણ પેરામિટર છે. આ
પેરામિટર ને ફોલો કરશો તો જ તમારી કમાઇ વધારી શકો છો.