આપનું CV આપના વ્યક્તિત્વનો આઈનો છે. એટલા માટે
રીઝયુમ તૈયાર કરતી વખતે ખુબજ સાવધાની વર્તવી જોઈએ, કેમકે નોકરી મેળવવા માટે આપનું CV ખુબજ મહત્ત્વ રાખે છે. આપનું CV એવું હોવું
જોઈએ કે પ્રથમ નજરે જ પ્રભાવિત કરે.
આજે અમે આપને એવી ૫ જરૂરી વાતો વિશે
બતાવીશું કે જે એક આઈડીયલ રીઝયુમમાં ખુબજ જરૂરી છે.
ઇન્ટરવ્યુ થી પહેલાં રાખો આ ચીજોને
રાખો સાથ તો મંઝિલ થશે આસાન....
સીવી (CV) નું ફોર્મેટ એવું હોવું જોઈએ કે
જોતાં જ દીલ ખુશ થઈ જાય; અને રિક્રૂટર ને સી વી જોવા - વાંચવા
મજબુર કરી દે, સાથે જ નોકરી આપવા માટે પણ... રીઝયુમ
નાનું રાખો, આપનું વર્ક એકસ્પીરીયન્સ, કવોલીફીકેશ વગેરે નાં આધારે આપનું રિઝયુમ બને છે. કોશીશ કરો કે આપનું
રિઝયુમ વધુમાં વધુ ૨ પાના નું હોય કેમ કે કોઈનીયે પાસે નોવેલ વાંચવા નો સમય નથી
હોતો..
કંઈ પણ વધારે પડતું ના લખો; પોતાની યોગ્યતા અને ક્ષમતાને વધારીને પ્રસ્તુત ના કરો. જો કે આવું
કરવાને મોહ છોડવો આસાન નથી તેમ છતાં પણ યાદ રાખો કે, એમ્પ્લોયર માટે આપના વિશે જાણકારી મેળવવાના અન્ય રસ્તાઓ છે.
CV બનાવતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે ભૂલો ન હોય.ગ્રામરની એક નાનકડી
ભૂલ પર પણ આપની CV રદબાતલ થઈ શકે છે. આપનો કવરિંગ લેટર અને સીવી ભૂલો વગરના હોવા જરૂરી
છે.
કંઇક અલગ થી ટ્રાય કરો. રીક્રુટરનું
ધ્યાન પોતાની તરફ ખેંચવા કંઇક નવું કરો.
આપ આપની હાસ્યવૃત્તિ અથવા કોઇક સૂચના
દ્વારા રિક્રૂટરને પ્રભાવિત કરી શકો છો. જેનાથી એ સંદેશ જશે કે આપે કંપની અંગે
સારી એવી માહિતી મેળવી છે. તદ્ઉપરાંત અન્ય કોઇનું રીઝયુમ કોપી ના કરશો.