ડાયાબિટીઝથી બચવા માટે આપની લાઇફમાં લાવો આ પાંચ બદલાવ...

ડાયાબિટીઝથી બચવા માટે આપની લાઇફમાં લાવો આ પાંચ બદલાવ...


ડાયાબિટીઝ વર્તમાન યુગની એક એવી બિમારી છે કે જેનાં દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જઇ રહી છે. મળતાં આંકડાઓ અનુસાર આ સમયે સમગ્ર દુનિયામાં લગભગ ૫૦ મિલિયન લોકો ડાયાબિટીઝથી પીડાય છે. ત્યાં ૨૦૨૫ ના વર્ષ સુધીમાં એવી શક્યતા છે કે આનાં દર્દીઓની સંખ્યા ૩૦ મિલિયન વધી જશે.
જો સમયસર આપે આપનો બચાવ નહીં કર્યો તો એ દિવસ દૂર નથી જ્યારે આપની ખરાબ લાઇફસ્ટાઇલ અને ખાનપાનનાં કારણે આપ પણ આ બિમારીનાં ભોગ બનશો.
આ લેખમાં અમે આપને ડાયાબિટીઝનાં જોખમો ઓછાં કરવાની કેટલીક ખાસ ટિપ્સ બતાવી રહ્યાં છીએ, આના ઉપર અમલ કરશો.
વજન ઓછું કરવાના ચક્કરમાં ક્યારેય પણ એક જ સમય જમવાનું ના કરશો. આ બહુ મોટી ભૂલ છે, અને આને કારણે આપ બહુ જલ્દી ડાયાબિટીઝનાં શિકાર બનશો. એટલા માટે દિવસ દરમ્યાન કેટલીયે વખત થોડું થોડું ખાવ, જમવામાં હેલ્ધી ચીજોનો ઉપયોગ કરશો. આ માટે સવારે નાસ્તામાં પ્રોટીન અને કોલેસ્ટ્રોલથી ભરપૂર ચીજો લો. જેનાથી બ્લડ ગ્લુકોઝ સમાન્ય રહે છે. આ ઉપરાંત રાત્રે બિલકુલ હલકો ખોરાક લો. જેનાથી તે આસાની થી પચી જાય. આ ડાયેટ રૂટિન ને અપનાવવાથી પણ ડાયાબિટીઝનું જોખમ ઓછું થઇ જાય છે.

બચપણમાં આપણને એ શિખવાડવામાં આવે છે કે સ્વસ્થ રહેવા માટે રોજ કસરત કરો. પરંતુ મોટેભાગે લોકો નોકરી તથા બીજી જવાબદારીઓને કારણે કસરત બંધ કરી દે છે, કસરત કરવા માટે રોજ ઓછામાં ઓછો અડધો કલાક તો ફાળવો જ. બેલેન્સ્ડ ડાયેટ ફક્ત ડાયાબિટીઝ જ નહીં, અન્ય બિમારીઓનાથી પણ બચાવે છે. આનાં માટે ડાયેટમાં લો-ફેટ પ્રોટીન જેવાં કે ચીઝ, દહીં, ઇંડા વગેરેનો ઉપયોગ કરો. આ ઉપરાંત હેલ્ધી ફેટથી ભરપૂર ચીજો જેવી કે એવો કૈડો અને નટ્‌સ નું સેવન પણ વધારી દો. લીલા શાકભાજી પણ વધારી લો.