આ છે ભારતના ૯ કરોડપતિ ભિખારી, જેમની પાસે છે લાખોનાં ફ્લેટ્‌સ અને કરોડોનું બેંક બેલેન્સ

આ છે ભારતના ૯ કરોડપતિ ભિખારી, જેમની પાસે છે લાખોનાં ફ્લેટ્‌સ અને કરોડોનું બેંક બેલેન્સ



ભારત એક વિકાસશીલ દેશ છે. અને હજુ પણ લગભગ ૪૦ % જનતા ગરીબી રેખાની નીચે છે. શી ખબર કેવી રીતે ગુજરાન ચલાવે છે... દેશનાં દરેક ચાર રસ્તા પર આપને ભીખ માંગનારા કેટલાંયે ભીખારીઓ નજરે ચઢશે, જેમને આપ કદાચ દરરોજ ૧-૨ રૂપિયા આપો છો... પરંતુ જરા વિચારો કે, આપ જે ભિખારીને સિક્કાઓની ભિખ આપો છો, જે ખરેખર એક કરોડપતી નીકળે તો !!! આપનાં ચહેરાનાં ભાવો સાચ્ચે જ જોવા જેવાં હશે પરંતુ આ સાચું છે. આજે અમે આપને જે ભિખારીઓથી મેળવવા જઇ રહ્યાં છીએ તેઓ હકીકતમાં ભારતનાં સૌથી અમીર ભિખારીઓમાંથી એક છે. તેઓ સાધન-સંપન્ન છે અને તેમનાં બાળકો કોન્વેન્ટ સ્કૂલોમાં ભણે છે. એમની પાસે પોતાનો બિઝનેસ છે. દુકાનો છે અને કરોડો રૂપિયાનું બેંક બેલેન્સ છે, આમ છતાં ભીખ માંગવાનો એમનો ધંધો છે...

તો ચાલો, મળીએ આ કરોડપતિ ભિખારીઓને -

ભરત જૈનઃ
 ધાણીફૂટ અંગ્રેજી બોલવાવાળા ભિખારી ભરત જૈન ૪૯ વર્ષના છે. આ જનાબ રોજના ૮ થી ૧૦ કલાક મુંબઇના પરેલ વિસ્તારમાં ભીખ માંગે છે. અને મહિને લગભગ ૬૫ હજાર રૂપિયા કમાઇ લે છે. જે ત્યાંના મુખ્યમંત્રીના પગારથી પણ વધારે છે. છે ને હોશ ઉડાવી દે તેવી વાત ! તો હવે વધારે સાંભળો. આમની પાસે પોતાની ૭૦-૭૦ લાખનાં બે ફ્લેટ છે. ભરત માંડૂપ વિસ્તારમાં એક જયુસ ની દુકાન ના માલિક છે. આજ સ્થળે તેમની એક બીજી દુકાન છે. જેનું તેમને મહિનાનું રૂા.૧૦ હજાર ભાડું આવે છે. ભરતના પરિવાર માં તેમના પિતા અને પત્નિ તથા બાળકો છે. ભરત હિન્દુસ્તાનનાં સૌથી અમીર ભીખારી છે. છતાં પણ એ પરેલમાં ભીખ માંગતા જોવા મળે તો નવાઈ ના પામતાં.
પપ્પુ કુમાર :
 આ જનાબ પટના થી આવે છે. એમનું બેન્ક બેલેન્સ ૧ કરોડ થી ઉપર છે. છતાં પણ લોકો પાસે થી એવું કહીને ભીખ માંગે છે કે તેમણે કેટલાયે દિવસોથી ખાવાનું ખાધું નથી, તેઓ પોતાના દિકરા ને ઈંગ્લીશ મીડીયમ માં ભણાવી રહ્યા છે.. છે ને મજેદાર વાત !

માસુ :
આ સાહેબ ફિલ્મી સ્ટુડિઓમાં કપડાં બદલીને રીક્ષામાં ભીખ માંગવાની જગ્યાએ પહોંચી જાય છે. તે પણ પરેલમાં રહે છે; ત્યાં પોતાનો ૧ રૂમનો ફલેટ છે.  સાથે જ ૩૦ લાખ રૂપિયા ની અન્ય સંપત્તિ છે. પરિવારજનો ના સમજાવવા છતાં તેઓ પોતાના ફેશનેબલ અંદાજ થી ભીખ માંગવાનું નથી છોડતાં.

કૃષ્ણ કુમાર ગીતે :

નલ્લોસપુરા માં રહેનારા કૃષ્ણકુમાર ગીતે પોતાના ભાઈ સાથે ખુદ ના ફલેટમાં મજાથી રહે છે. તેઓ દિવસના ૮ થી ૧૦ કલાક ભીખ માંગે છે; અને મહિને ૧૦ થી ૧૫ હજાર રૂપિયા કમાઇ લે છે. ઉપરાંત તેમની પાસે બેંક માં લાખો રૂપિયા જમા છે.


સાર્વિતીયા દેવીઃ
 આમના થી મળો, આ છે ભારતના સૌથી પ્રસિદ્ધ મહિલા ભિખારી સાર્વિતીયા દેવી. તેણી પટના માં રહે છે અને વર્ષે ૩૬ હજાર રૂપિયા એલઆઈસી પ્રિમીયમ ભરે છે. ભીખ માં મળેલ કમાઈ થી એ પોતાની દિકરીનાં લગ્ન કરી ચૂકી છેતેણીની પાસે પણ ખુદ નું મકાન છે. દિલચસ્પ વાત તો એ છે કે તેણી સાત ધામ ની યાત્રા સાથે વિદેશ યાત્રા પણ કરી ચૂકી છે.
સંભાજી કાલેઃ
ભિખારી સંભાજી મુંબઈનાં સ્લમ વિસ્તાર વિરાર માંથી આવે છે. એમની રોજની આવક ૧૫૦૦ રૂા. છે. આ ઉપરાંત તેમનાં ખુદના ૨ ઘર અને એટલાં જ પ્લોટ્‌સ પણ છે. એ તો એ, એમણે બેંકમાં પણ રોકાણ કર્યું છે.

હાજી :
હાજી મુંબઈનાં છે, તેમની રોજની આવક ૨ હજાર રૂપિયા છે. તહેવારોનાં સમયમાં આ આવક વધી જાય છે. એમની પાસે ખુદ નું મકાન છે અને સાથોસાથ લગભગ ૧૫ લાખ સુધીનાં પ્લોટ્‌સ, આ ઉપરાંત, હાજી નું પોતાનું જરી નું કારખાનું છે; જ્યાં ૧૫ લોકો કામ કરે છે. પોતાના પરિવારનાં સમજાવવા છતાં તેઓ ભીખ માંગવાનું નથી છોડતાં. હાજી કહે છે કે, એક વ્યવસ્થિત આવક શરૂ થયા પછી તેઓ એકલા રહેવા લાગશે...


રામબાઈ :
 ખમ્મમ ની રામબાઈ ને બધાં જ લોકો ઓળખે છે. તેઓ ખમ્મમ માં ખુબજ લોકપ્રિય છે, તેઓએ પોતાની સંપત્તિ નો ખુલાસો નથી કર્યો પરંતુ જે દિવસે તેમની સંપત્તિની પોટલીનો ખુલાસો થશે તો આપના હોશ જરૂર ઊડી જશે.


લક્ષ્મી દાસ :


 લક્ષ્મી દાસ ને સૌથી વૃધ્ધ ભિખારી માનવામાં આવે છે. લક્ષ્મી ૧૯૬૪ માં ૧૬ વર્ષ ની વયે ભીખ માંગી રહી છે. લક્ષ્મી દાસ ને પોલીયો છે અને તેમણે ભીખ માંગી માંગી ને તગડું બેંક બેલેંસ બનાવ્યું છે. હજુ હમણાં જ તેમને બેંક તરફથી ક્રેડીટ કાર્ડ મલ્યું છે... છે ને કમાલ !!