ઘરમાં જ બનાવો આસાનીથી ટેસ્ટી પાંવ ભાજી, પિઝા...

ઘરમાં જ બનાવો આસાનીથી ટેસ્ટી પાંવ ભાજી, પિઝા...



આપે પિઝા નો સ્વાદ તો ઘણીવાર લીધો હશે પરંતુ આજે અમે પિઝા બનાવવાની જે રીત બતાવી રહ્યાં છીએ તે છે - પાંવભાજી પિઝા...
પાંવભાજી પિઝા બનાવવા માટે ઘણી બધી શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે તે પૌષ્ટિક પણ હોય છે.
આવો જાણીએ આની રેસિપી...

સામગ્રી :
૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ, ૬૦ ગ્રામ ઓટ્‌સનો લોટ, ૨ ચમચી યીસ્ટ, ૨૫૦ મી.લી. ગરમ પાણી, પાંવભાજી, ડુંગળી, મોજરેલા ચીર્ઝ...

રીત :
૧. સૌથી પહેલાં એક વાસણમાં ૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ, ૬૦ ગ્રામ ઓટ્‌સ નો લોટ, ૨ ટેબલસ્પૂન યીસ્ટ લઇને સારી રીતે મિકસ કરી લો. ત્યાર બાદ ગરમ પાણી થી મુલાયમ ગુંદી લો. થોડીવાર માટે એમ જ ઢાંકણું ઢાંકીને મૂકી રાખો.

૨. થોડીવાર પછી આટા માંથી નાના નાનાં ટુકડા કરી, એક ટુકડો લઇ, તેમાં થોડો સૂકો લોટ લગાવો. રોલરની મદદથી પિઝા બેઝ બનાવી લો.

૩. ઓવનને પહેલાંથી જ ૪૮૦ ફેરનહીટ / ૨૫૦ સે પર પ્રિ-હિટ કરીને મૂકો. તેમાં પિઝા બેઝને લગભગ ૭ થી ૧૦ મિનિટ બેક કરો.

૪. હવે બેક કરેલ પિઝાને એક પ્લેટમાં મૂકીને તેની ઉપર એક ચમચીમાં ટોમેટો સોસ લઇને સારી રીતે ચારે તરફ ફેલાવીને લગાવો. તેની પર પાંવભાજીનું મિશ્રણ ફેલાવીને મૂકો.

૫. હવે તેની ઉપર થોડી કાપેલી ડુંગળી, મોજરેલા ચીઝ છીણીને ભભરાવો.

૬. ઓવનને ફરીથી ૪૮૦ ફે / ૨૫૦ સે પર પ્રિ-હીટ કરીને, તેમાં પિઝા મૂકીને ૧૨ થી ૧૫ મિનિટ બેક કરો.


૭. આપનો પિઝા તૈયાર છે, આપ તેને ગરમાગરમ સર્વ કરી શકો છો.