સામગ્રી :
માવાનાં રસગુલ્લાં - ૮
સંદેશ - ૧
કેસર - ૧ ચપટી, દૂધમાં ધોળેલું
ઇલાયચી પાવડર - ૧/૪ (પા) ચમચી
મેવો - ૧ ચમચી
દૂધ - ૧/૨ કપ (અડધો કપ)
કેળાં નાં પાંદડાં - ૨
સજાવટ માટે - ૧ ચમચી ચાંદીનો વરખ લગાડેલ પિસ્તા અને ૨ ટીપા ખાવાનો કેસરી
રંગ...
બનાવવાની રીત :
કેળાનાં પત્તાંને એક ડબ્બા જેવું બનાવો. ચપટા રસગુલ્લાંને વચમાંથી બરાબર બે
ભાગમાં કાપી લો. એક ભાગ સંદેશમાં કેસરવાળું દૂધ, કાપેલો મેવો, વાટેલી ઇલાયચી પાવડર નાંખી
ને સારી રીતે મીલાવો. આને આઠ ભાગમાં વહેંચી દો.
સંદેશનાં બીજા ભાગમાં દૂધ નાંખી મુલાયમ પેસ્ટ બનાવી લો. કેસર - સંદેશનાં
મિશ્રણને રસગુલ્લાની વચમાં રાખીને, કેળાનાં પાંદડાના ડબ્બામાં
મૂકો. બધાં જ ડબ્બામાં ુપરથી સંદેશ - દૂધ મિશ્રણ ભરો. ચાંદીના વરખવાળા પિસ્તા અને
કેસરી રંગથી સજાવીને પીરસો.
#TodaysFact #TodaysFactSamachar #GujaratiMagazine #TodaysFactAndroidApp #gujaratiRecipe