દુનિયામાં કેટલાંક લોકો એવાં હોય છે કે જેમને અનોખા રિકોર્ડ બનાવવાનો શોખ હોય
છે. એવું નથી કે વિશ્વરેકોર્ડ ફક્ત માણસોનાં નામે જ હોય છે. નોટો એ પણ કેટલીય
જાતનાં વિશ્વરેકોર્ડ પોતાનાં નામે કર્યા છે. આવો જાણીએ, જેમના વિશે કદાચ જ આપ જાણતા હશો...
૧. એક નોટમાં ૧૪ ઝીરો :
ઝિમ્બાબ્વે એક એવો દેશ છે કે જે મોંઘવારી સામે ઝઝૂમી રહ્યો છે, તેમ છતાંયે આ દેશની નોટ એ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. ૨૦૦૯માં ઝિમ્બાબ્વે ની એક
નોટમાં ૧૪ ઝીરો (૧૪ શૂન્ય) હતાં. મતલબ કે આ નોટ લગભગ ૧૦,૦૦૦ અરબ ડોલર ના બરાબરી ની હતી.
૨. સહુથી નાની સાઇઝ ની નોટ :
દુનિયાની સૌથી નાનાં આકારની નોટનો રેકોર્ડ પૂર્વીય યૂરોપ નાં રોમાનિયા દેશનાં
નામે છે. આ દેશની ૧૦ લિયુ ની નોટ ૨૭ -૩૮ મિલીમીટર ના માપ ની છે, જે સાઇઝ ફક્ત એક પોસ્ટ-ટિકિટ ના જેટલું કહેવાય. એવું કહેવાય છે કે કાચા માલની
અછત ને કારણે નાની સાઇઝ ની નોટ બનાવવી પડી.
૩. આટલી મોંઘી નોટ ???
સિંગાપુરમાં ૧૯૭૩ માં જારી કરવામાં આવેલ આ નોટ ૧૦,૦૦૦ ડોલરની હતી. મતલબ કે ૪.૫ લાખ રૂપિયા જેટલી... પરંતુ થોડા સમય બાદ તેને બંધ
કરી દેવી પડી.
૪. ૧૦૦ ની નોટ બંધ !
ચીનમાં ભ્રષ્ટાચાર પર કાબુ મેળવવા માટે ૧૦૦ યુનાન ની નોટ બંધ કરી દીધી, જેના કારણે લોકોને ખૂબ જ પરેશાની ભોગવવી પડી હતી.
#TodaysFact #TodaysFactSamachar #GujaratiMagazine #TodaysFactAndroidApp