બજાજ Vપ્રસ્તુત કરે છે ઇન્વીંસીબલ ઇન્ડિયન્સ એવા આમ ભારતીયોની કહાની, જેમણે પોતાના દૃઢ સંકલ્પ અને પાક્કા ઇરાદાઓ દ્વારા સમાજ માટે અસાધારણ કામ
કરવાનું બીડું ઝડપ્યું છે. આ કહાની છે,
અમદાવાદની વેબ
ડેવલપર હિરિન દવેની, જે પોતાની ઇચ્ચા “ગિવ ટોય, ગિવ જોય” દ્વારા ગરીબ બાળકોને ખુશીઓ વહેંચી રહી છે.
હિરિનનું માનવું છે કે “રમકડાં ફક્ત રમવાની જ ચીજ
નથી, બલ્કે બાળકોનાં સંપૂર્ણ
વિકાસનું અહમ સાધન છે.” આ વિચારથી જ પહેલી વખત
હિરિન દવે મે-૨૦૧૬ માં આખાયે અમદાવાદમાં ઉપયોગમાં ના લેવાતા હોય તેવા રમકડાં
પોતાની કારમાં એકઠા કરવા નીકળી પડી..
આ વાર્તાની શરૂઆત ત્યારે થઇ જ્યારે હિરિન અને તેમની સાત વર્ષની દિકરી જીયાને
ઘરની સાફ-સફાઇ કરતા કરતાં અચાનક જૂના અને બેકાર પડી રહેલાં રમકડાં મળ્યાં..જિયાએ
સલાહ આપી કે આ રમકડાં ઝુંપડપટ્ટીમાં રહેનારા બાળકોને આપી દેવાં, જ્યાં તેમના ઘરની નોકરાણી રહે છે. ગરીબ બાળકોના ચહેરા પર ખુશી જોઇને તેને
વ્યવસાય જ બનાવી લીધો. હિરિન દર અઠવાડિયે ઘરે ઘરે જઇને રમકડાં ભેગા કરે છે અને
ઝૂંપડપટ્ટીમાં જઇને આપી આવે છે. તેનો ફોટો ફેસબૂક પર પોસ્ટ કરે છે. ફક્ત ૧ વર્ષમાં
જ આખા અમદાવાદમાં ૨૦૦૦ થી યે વધુ ગરીબ બાળકોને ખુશી આપી ચૂકી છે.
આ અઠવાડિયે હિરેને ડા. પ્રકાશ વૈષ્ણવ ની સાથે મળીને બહેરામપુરા વિસ્તારમાં મફત
મેડીકલ કેમ્પ પણ લગાવ્યો. જ્યાં લગભગ ૨૦૦ બાળકોને દવા આપી, ઉપરાંત, લોહી, કેલ્શિયમ, વિટામિન્સ ની ઊણપ તથા અન્ય
બિમારીવાળા ૫૦ બાળકોની ઓળખ કરી. ગરીબ બાળકોના સામાજિક તથા માનસિક વિકાસ માટે
સમર્પિત હિરેન એક નવી પહેલ દ્વારા ગરીબ પરિવારોને નવા અને મોંઘા રમકડા આપશે. હિરેન
એક પોપ-અપ કોમ્યુનિટી લાઇબ્રેરી બનાવવાની પણ કોશિશ કરી રહી છે.
#TodaysFact #TodaysFactSamachar #GujaratiMagazine #TodaysFactAndroidApp