કારકિર્દીમાં સફળ થયેલ પ્રોફેશનલ્સનો એટિટ્યૂડ

કારકિર્દીમાં સફળ થયેલ પ્રોફેશનલ્સનો એટિટ્યૂડ

- મૌલિક સોની
તમે આ મહાન વ્યક્તિઓના નામ તો ચોક્કસ સાંભળ્યા જ હશે. મહાત્મા ગાંધી, સ્વામી વિવેકાનંદ, નરેન્દ્ર મોદી, લતા મંગેશકર, સચિન તેંડૂલકર, અમિતાભ બચ્ચન વગેરે. શું તમે જાણો છો કે આ બધામાં સામ્ય શું છે?યસ, યુ આર રાઇટ! આ બધી જ વ્યક્તિઓએ પોતપોતાના ક્ષેત્ર ખૂબ જ સફળ અને મહાન સિધ્ધિ મેળવી છે. તેઓએ પોતાના ક્ષેત્રે ઇતિહાસ સજર્યોે છે.
આ બાબત પરથી એમ ચોક્કસ કહી શકાય કે દુનિયામાં બે જ પ્રકાર ના લોકો હોય છે. ૧. જેઓ ઇતિહાસ સર્જે (હિસ્ટરી મેકર) છે અને ૨. જેઓ ઇતિહાસ વાંચે (હિસ્ટરી રીડર) છે. તમે જોયું જ હશે કે ઇતિહાસ સર્જનારની સંખ્યા તો માત્ર ૩% જેટલી હોય છે. જયારે ઇતિહાસ વાંચનારની સંખ્યા ૯૭% જેટલી હોય છે.
ખરેખર તો ઇતિહાસ સર્જનાર વ્યક્તિ કંઇ ઇતિહાસ સર્જવા માટે કાર્ય કરતી હોતી નથી. તે તો માત્ર પોતાના કાર્યમાં એટલા  માટે ડૂબેલી હોય છે કારણ કે તે કાર્ય તેમને ખૂબ જ ગમતું હોય છે, પરિણામે તેઓના કાર્ય ઇતિહાસ બની જાય છે. જયારે ઇતિહાસ વાંચનાર તો મોટાભાગે ઇતિહાસ સર્જનાર વ્યક્તિઓની ભૂલો શોધવામાં જ વ્યસ્ત હોય છે.
એક વૈજ્ઞાનિક જયારે કોઇ સંશોધનમાં ડૂબેલા હોય છે, ત્યારે તેઓ કયારેય એવું વિચારતા કે આ સંશોધન થવાથી મને નોબેલ પ્રાઇઝ મળશે કે પછી મને પ્રસિધ્ધિ મળશે, પરંતુ તેઓ તો બસ તેમને તે કામમાં ખૂબ જ આનંદ આવી રહ્યો હોય છે એટલા માટે તે કામમાં ડૂબેલા હોય છે.
પેલું કહેવાય છે ને કે જે કામ તમને ગમતું હોય તે કરો અથવા જે કામ કરતાં હો તેને ગમાડો.એટલે કે તમને જે કાર્ય પ્રત્યે લગાવ હોય, પ્રેમ હોય, ગમતું હોય તે કાર્ય કરો, અથવા તો જે કાર્ય કરવું પડે છે તેને ખૂબ જ પ્રેમથી કરો, તો તમારે તે કાર્ય તનાવયુક્ત ન કરવું પડે. તે કાર્યનો તમને થાક પણ ન લાગે. તમે તે કાર્ય અનેક કલાકો સુધી ખૂબ જ આનંદથી કરી શકો.
મારે તો આજે બસ તમને એ જ કહેવું છે કે તમે ૯૭% માંથી બહાર નીકળી જાઓ અને ૩% માં જોડાઇ જાઓ તેમના જેવા શબ્દો ન બોલો, તેઓ જેવી વાતો કરે છે તેવી વાતો તમે ન કરો, તેમના જેવા બહાના ન કાઢો, તેમના જેવી કામ કરવાની પઘ્ઘતિઓ ન વાપરો. બસ ૯૭%માંથી બહાર નીકળી જાઓ અને તમારા ઉત્તમ જીવનની નવી શરૂઆત કરી કંઇક જુદું કરો.
યાદ રાખો જે બધા કરે છે તેવું જ તમે પણ કરશો તો જ બધાને મળે છે તેવું જ તમને મળશે. પરંતુ જે કોઇ નથી કરતું તેવું તમે કરશો તો જે કોઇને નથી મળતું તેવું તમને મળશે.
અને આમ પણ જે કામ કરવું સહેલું હોય છે, તે ન કરવું પણ તેટલું જ સહેલું હોય છે.માટે ૯૭%માંથી બહાર નીકળી જાઓ. તમારી એક નવી ઇમેજ બનાવો. આ ખરેખર ખૂબ જ પાવરફૂલ બાબત છે.
આ સંદર્ભે હું વારંવાર વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે જો તમે ટીવી ન જુઓ તો એક દિવસ એવો આવશે કે આખી દુનિયા તમને ટીવીમાં જોશે’. એટલે કે જો તમે તમારું સંપૂર્ણ ધ્યાન કોઇ મહાન કાર્યમાં જોડશો તો તમે પણ ઉત્તમ સફળતા મેળવશો.


તો આજથી જ કોઇ ઉત્તમ કાર્ય કરવાનું નક્કી કરી લો અને તે કાર્ય તમને ગમતું હશે તો તમે તેમાં પૂરી લગન લાગી જશે જ, પરંતુ જો તે કદાચ ન ગમતું કાર્ય હોય પરંતુ તે કાર્ય તમને ભવિષ્યમાં સફળતા અપાવી શકે તેમ હોય તો તેમા પૂરી લગનથી લાગી જ જાઓ. ધીમે ધીમે આ કાર્ય કરતાં કરતાં તમે અનુભવશો કે તે કાર્ય તમને ગમવા લાગ્યું છે. આ જ બાબત એ કારકિર્દીમાં સફળ થયેલ પ્રોફશનલ્સનો એટિટયૂડ હોય છે.

#TodaysFact #TodaysFactSamachar #GujaratiMagazine #TodaysFactAndroidApp