ડા.
એ.પી.જે. અબ્દુલ કલામ દેશના સર્વોચ્ચ
પદ પર સત્તારૂપ રહ્યા પરંતુ શિક્ષામાં તેમની રૂચિ અને યોગદાન કોઇનાથી પણ છૂપું નથી.
તેઓ ભારતનાં ૧૧ મા રાષ્ટ્રપતિ હતાં.
જેમનો કાર્યકાળ ૨૦૦૨ થી ૨૦૦૭ સુધી રહ્યો.
રાષ્ટ્રપતિ પદ પરથી રીટાયરમેન્ટ પછી પણ તેમણે આરામ ન કર્યો.
પણ
દેશનાં કેટલાંયે એન્જીનીયરીંગ અને મેનેજમેન્ટ સંસ્થાનો માં તેઓ વિઝિટીંગ પ્રોફેસર તરીકે સક્રિય રહ્યાં.
શિક્ષક હોવા ઉપરાંત ડા.
કલામ પોતાના સ્ટુડેન્ટ્સને સાચી લગન થી ભણાવતા હતા. આપને ખબર હશે કે પોતાના અંતિમ સમય ૨૭ જુલાઇ ૨૦૧૫ ના દિવસે પણ તેઓ શિલોન્ગ ના આઇઆઇએમ કોલેજમાં
વિદ્યાર્થીઓ ને ભણાવી રહ્યા હતા,
લેક્ચરમાં તેઓ થોડાંક જ શબ્દો બોલ્યા હશે,
કે
હાર્ટએટેક આવ્યો,
તેમને ચક્કર આવી ગયા,
તુરંત જ તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પરંતુ તેઓને બચાવી ના શકાયા,
તે
સમયે તેઓ ૮૪ વર્ષનાં હતા.
ડા.
કલામ ને ભારતનાં રાષ્ટ્રપતિ,
શિક્ષક ઉપરાંત મિસાઇલમેન તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભારતીય અંતરિક્ષ સંસ્થા ઇસરોમાં તેઓ લગભગ ૨૦ વર્ષ સુધી જોડાયેલા રહ્યાં.
તેમણે દેશનો પ્રથમ સ્વદેશી સેટેલાઇટ લોંચ વ્હીકલ એસ.એલ.વી.-૩ ને બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
તેમની આગેવાની હેઠળ અગ્નિ અને પૃથ્વી જેવી સ્વદેશી ટેકનોલોજીવાળા મિસાઇલો પણ બનાવાઇ.
ડા.
કલામ નું પૂરૂ નામ અબ્દુલ પાકિલ જૈનુલાબેદીન અબ્દુલ કલામ હતું.
બાળકો થી તેમને ખૂબ જ લગાવ હતો.
તેમનું માનવું હતું બાળકોને બચપન માં આપેલ શિક્ષામાં જ તેના સમગ્ર જીવવો આધાર હોય છે.
તેઓ પોતાની પાસે એક ડાયરી રાખતા હતા જેમાં આખા દિવસનો કાર્યક્રમ લખેલો રહેતો હતો.
તેઓ શિસ્તનાં બહુ જ આગ્રહી હતા.
બાળકો ને તેઓ કહેતા કે
“શપથ લો કે હું જ્યાં પણ રહીશ,
એમજ વિચારીશ કે હું બીજા ને શું આપી શકું છું,
દરેક કામને ઇમાનદારી થી પૂરૂં કરીશ અને સફળતા હાંસલ કરીશ.
ઊંચું લક્ષ્ય સિધ્ધ કરીશ.
સારી ચોપડીઓ,
સારા લોકો અને સારા શિક્ષકો મારાં દોસ્ત હશે”.
ડા.
કલામનો જન્મ ૧૫ ઓક્ટોબર,
૧૯૩૧ ના રોજ તમિલનાડુ
(મદ્રાસ) નાં રામેશ્વરમ માં એક માછીમાર પરિવારમાં થયો હતો.
ભણવાનો તેમને એટલો બધો શોખ હતો કે જ્યારે તેઓ ફક્ત ૮ કે ૯ વર્ષના હતા ત્યારે સવારે ચાર વાગ્યે ઊઠીને સ્નાન કરીને ગણિત નાં વદ્વાન અધ્યાપક સ્વામીયરની પાસે ગણિત ભણવા ચાલ્યા જતા.
ઘરની આર્થિક સ્થિતિ સારી ના હોવાથી પ્રારંભિક શિક્ષણ પૂરૂં કરવા તેઓને ઘરે ઘરે પેપર વહેંચવાનું કામ પણ કરવું પડ્યું હતું.
પોતાના કેરીયરની શરૂઆત ડા.
કલામે મદ્રાસ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીકલ એંજીનીયરના રૂપમાં કરી હતી.
તેઓને કવિતાઓ લખવાનો અને વીણા વગાડવાનો પણ શોખ હતો.
લગભગ ૪૦ વિશ્વવિદ્યાલયોની માનદ ડોક્ટરેટ ની ડિગ્રી પ્રાપ્ત ડા.
પદ્મભૂષણ - અબ્દુલ કલામ દેશનાં ઉચ્ચ સમ્માનો, પદ્મવિભૂષમ તથા સર્વેથી ઊંચા નાગરિક પુરસ્કાર ભારતરત્નથી સન્માનવામાં આવ્યા.
તેઓ દેશનાં ત્રીજા રાષ્ટ્રપતિ હતા.
જેમને ભારતરત્ન રાષ્ટ્રપતિ બનવા પહેલાં જ મળી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.
ઝાકીરહુસેન ને પણ ભારતરત્ન,
સર્વપલ્લી રાધાકૃષ્ણન ને પણ ભારત રત્ન રાષ્ટ્રપતિ બનવા અગાઉ જ મળ્યા હતા.
#TodaysFact #TodaysFactSamachar #GujaratiMagazine #TodaysFactAndroidApp