આજે જ્યારે ભારત ડિજિટલ થવાને રસ્તે ચાલી રહ્યો છે એવામાં એક શખ્સ એવો પણ છે કે જે ચિઠ્ઠીઓ પહોંચાડવા માટે ૧૪ હજાર ફૂટ ની ઊંચાઇએ બરફીલા રસ્તે નથુલા પર્વતીય સીમા પાર કરીને ચીન જાય છે.
સિક્કિમ નાં ભીમ બહાદુર તમાંગશેરથાંગ છેલ્લાં ૨૮ વર્ષથી પોસ્ટમેનનું કામ કરી રહ્યાં છે.
દર ગુરૂવારે સવારે ૬૧ વર્ષના ભીમ બહાદુર ભારત અને ચીન વચ્ચે પુલ જેવું કામ કરી રહ્યાં છે.
ભીમ બહાદુર સવારે લગભગ ૮ઃ૩૦ વાગ્યે ભારતીય સીમા પાર કરીને ચીનની સીમામાં બંને દેશોની અધિકારીક મંજૂરી મેળવીને પ્રવેશ કરે છે.
આના માટે તેઓ મેલમેનિફેસ્ટ પર હસ્તાક્ષર કરે છે અને ચિઠ્ઠીઓથી ભરેલ થેલો લઇને મૂકી દે છે અને બોર્ડર પારથી પણ થેલો લાવે છે,
જેમાં ભારતીયો માટે ચિઠ્ઠીઓ હોય છે.
સન ૧૯૬૭માં એક ઇંડો-ચીની સમઝૌતા એ ઔપચારિક રૂપથી પ્રસિધ્ધ
નાથુલા પાસે સીમા પોસ્ટના માધ્યમથી ચિઠ્ઠીઓની લેવડ-દેવડની માન્યતા - પરવાનગી આપી.
#TodaysFact #TodaysFactSamachar #GujaratiMagazine #TodaysFactAndroidApp