વારંવાર ભૂખ લાગવાનું કારણ જાણો

વારંવાર ભૂખ લાગવાનું કારણ જાણો



ભૂખ લાગવી આપણા શરીર માટે ખૂબ જરૂરી છે. દર્શાવે છે કે શરીરને યોગ્ય માત્રામાં ચલાવવા એનર્જી ની કમી થઇ રહી છે. જેથી ઊર્જા મેળવવા ખાવું જોઇએ. યોગ્ય સમયે ભૂખ લાગવી સારી બાબત છે પરંતુ કેટલાંક લોકોને આખો દિવસ ભૂખ જેવી લાગણી થાય છે, જેનાથી તેઓ જરૂરતથી વધારે ખાધા કરે છે, આની પાછળ ઘણાં કારણો છે, જેમકે ક્યારેક મગજ ને મળતાં સીગ્નલો માં ગડબડ થવાથી એમ લાગે છે કે ભૂખ લાગી છે.
વિશેષજ્ઞો બતાવે છે કે આવું એક ખાસ હોર્મોન ને કારણે થાય છે. જેનું નામ છે - “લેપ્ટિન...” હોર્મોન શરીરમાં રહેલ ફેટ સેલ થી બનેલું પ્રોટીન છે.
() “લેપ્ટિનશું છે ?
લેપ્ટિનનું શું કાર્ય છે - લેપ્ટિન ભૂખ ને કંટ્રોલ કરનાર હોર્મોન છે, જ્યારે આપણું પેટ ભરાઇ જાય છે ત્યારે ફેટ સેલ્સલેપ્ટિનહોર્મોન નો સ્ત્રાવ કરે છે. જેનાથી મગજ ને સંદેશો મળે છે કે ખાવાનું બંધ કરો, પેટ ભરાઇ ગયું છે.
() “લેપ્ટિનરેજીસ્ટન્સ શું છે ?
કેટલીયે બિમારીઓ માં લેપ્ટિનનું ઉત્પાદન અટકી જાય છે, કે અવરોધ થાય છે જેનાથી મગજ સુધી સંદેશાઓ પહોંચતા નથી જેનાથી બિમારીવાળા વ્યક્તિને ભૂખ લાગ્યા કરે છે.
() “લેપ્ટિનરેજીસ્ટન્સ ની શોધ કેવી રીતે કરવી ?
જો આપને થોડી થોડી વારે ભૂખ લાગ્યા કરે અને ખાધા પછી પણ ભૂખ શાંત થાય તો સમજવું કે આપને લેપ્ટિન રેજીસ્ટન્સ ની સમસ્યા છે, જેથઈ તુરંત નજીક નાં ડોક્ટર પાસે જઇને તપાસ કરાવવી જોઇએ.

() “લેપ્ટિન રેજીસ્ટન્સનો ઇલાજ :
કોઇ ઇલાજ નથી પરંતુ લાઇફસ્ટાઇલમાં બદલાવ લાવીને પણ સમસ્યાથી મુક્તિ મેળવી શકાય છે. કામકાજમાં કાર્યરત રહેવા ઉપરાંત એરોબિક એકસરસાઇઝ કરવાથી લેપ્ટિન એંસીટીવીટી વધી જાય છે, જમવામાં તાજાં ફળો અને શાકભાજી નો ઉપયોગ જરૂર કરો.
() “લેપ્ટિનપર ચર્ચા  :-

હજુ પણલેપ્ટિન રેઝિસ્ટન્સપર કોઇ ખાસ શોધ નથી થઇ, ડોકટરો વચ્ચે મુદ્દે ચર્ચા-વિચારણા થઇ છે પરંતુ કેટલાંયે ડોકટર્સ નું માનવું છે કે લેપ્ટિન રેઝિસ્ટન્સ ને કારણે અધિકતમ લોકો જાડાપણાં નાં શિકાર છે.

#TodaysFact #TodaysFactSamachar #GujaratiMagazine #TodaysFactAndroidApp