આ લિફ્ટ લગભગ ૩૨૬ મીટર એટલે કે એક હજાર ફૂટથી પણ વધારે ઊંચી છે.
ટેકનોલોજીનાં સમયમાં દરરોજ નવી નવી શોધો સામે આવે છે.
દુનિયાની સહુથી ઊંચી આઉટડોર લીફ્ટ ચીનમાં છે.
ચીનના હુનાન પ્રાંતની બાયલોન્ગ એલીવેટર જમીનથી એક પહાડની ટોચ ઉપર જવા લગાવેલ છે.
જેમાં પ્રવેશીને પ્રકૃતિનો અદ્ભૂત નજારો જોતાં જોતાં પહાડની ટોચે પહોંચાય છે. આની ઊંચાઇને “ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ” માં સ્થાન મળ્યું છે. આ લીફ્ટ પર ૩ ડબલ ડેકર એલીવેટર લાગેલાં છે. બધાં જ એલીવેટરની વજન વાહક ક્ષમતા ૪૯૦૦ કિ.ગ્રા. છે.
#TodaysFact #TodaysFactSamachar #GujaratiMagazine #TodaysFactAndroidApp