CA Karim Lakhani
પ્રવર્તમાન કાયદા મુજબ જ્યારે માલનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે ઉત્પાદકોએ,
માલનું વેચાણ કરવામાં આવે ત્યારે માલ વેચનારે અને સેવા પૂરી પાડવામાં આવે ત્યારે સેવા પૂરી પાડનારે અનુક્રમે લાગું પડતા Excise Duty,
VATકે Service ભરવા પડે છે. પરંતુ GST ના કાયદામાં કલમ ૯(૩) અને કલમ ૯(૪) માં દર્શાવેલી પરિસ્થિતીમાં માલ ખરીદનારે કે સેવા લેનારે તેના પર લાગુ પડતો જીએસટી ભરવો પડશે, જેને રીવર્સ ચાર્જ મિકેનિઝમ
(RCM)
કહે છે. હાલમાં Service Taxમાં અમુક સેવાઓ પર રીવર્સ ચાર્જ મિકેનીઝમ છે પરંતુ માલ ખરીદનાર ઉપર આવી રીતે GST લેવાનો આ નવતર પ્રયોગ છે.
એટલે કે વેપારીએ માલ ખરીદતી વખતે કે સેવા લેતી વખતે ખાસ જોવાનું કે માલ વેચનાર કે સેવા પૂરી પાડનાર GST નાં કાયદામાં નોંધાયેલ છે કે નહી. જો બિનનોંધાયેલ વેપારી પાસેથી આવો માલ કે સેવા લેવામાં આવશે તો તેના પર લાગુ પડતો GST વેપારીએ જાતે ભરવો પડશે.
આ વાત સામાન્ય ઉદાહરણ દ્વારા સમજીએ - આપણા ધંધામાં આપણે ઘણી ખરીદી નાના વેપારીઓ પાસેથી કરવી પડે છે, કે જેઓ સામાન્ય રીતે નોંધાયેલા હોતા નથી.
જેમકે ચા-નાસ્તાનો ખર્ચ, ઝેરોક્ષનો ખર્ચ, ઇલેક્ટ્રીશીયન નો ખર્ચ, સાફ-સફાઇનો ખર્ચ, રીપેરીંગ ખર્ચ.. આ તમામ ખર્ચાઓ પર તમારે જાતે ટેક્ષ ભરવો પડશે.
રીવર્સ ચાર્જ મિકેનીઝમ શું છે ?
આ GST ઉઘરાવવાની એવી પધ્ધતિ છે કે જેમાં માલ વેચનાર કે સેવા પૂરી પાડનારે Tax ભરવો પડતો નથી. પરંતુ માલ ખરીદનારે કે સેવા મેળવનારે આવો Tax ભરવો પડે છે.
ક્યારે રીવર્સ ચાર્જ મિકેનીઝમ હેઠળ GST ભરવાનો થાય ?
(૧) સરકાર દ્વારા નિર્દિષ્ટ કરાયેલ માલ ખરીદનારે GST ભરવો પડશે.
(૨) બિન નોંધાયેલ વેપારી પાસેથી માલ ખરીદવામાં આવે ત્યારે.
રીવર્સ ચાર્જ મિકેનીઝમ હેઠળ ભરેલ ટેક્ષની ક્રેડીટ મળે ?
હા, ભરવાપાત્રર Output Tax
સામે ભરેલ ટેક્ષ ની ટૂંકી અમુક શરતો ને આધિન માંગી શકાય.
ઉચ્ચક વેરા હેઠળ નોંધાયેલા વેપારીઓ ને RCM લાગુ પડે ?
હા, ઉચ્ચકવેરા હેઠળ નોંધાયેલા વેપારીઓ જો બિનનોંધાયેલ વેપારી પાસેથી માલ કે સેવા ખરીદે કે નિર્દિષ્ટ માલ કે સેવા ખરીદે તો તેઓને આ કાયદા હેઠળ વધારાના કર ભરવાની જવાબદારી આવશે.
પાયાની મુક્તિ મર્યાદા (રૂા. ૨૦ લાખ) નો લાભ RCM માં મળે ?
GST માં કાયદામાં રૂા. ૨૦ લાખનાં ટર્નઓવર સુધી કરમુક્તિ આપવામાં આવેલ છે. પરંતુ જો વેપારીઓ દ્વારા બિન નોંધાયેલ વેપારી પાસેથી માલ કે સેવા ખરીદવામાં આવે તો તેને ઉપરોક્ત મુક્તિ મર્યાદા નો લાભ મળશે નહિ.
#TodaysFact #TodaysFactSamachar #GujaratiMagazine #TodaysFactAndroidApp #Google+ #Facebook #Twitter #SocialMedia #Instagram #Health #Education #Travel #Sports #Youtube