એવોર્ડસ વિજેતા બે વિદ્યાર્થીની નૃત્યાંગનાઓ સ્પેનમાં હરિફાઇમાં કરશે પ્રદર્શન

એવોર્ડસ વિજેતા બે વિદ્યાર્થીની નૃત્યાંગનાઓ સ્પેનમાં હરિફાઇમાં કરશે પ્રદર્શન

તાજેતરમાં પૂણેમાં અખિલ ભારતીય સાંસ્કૃતિક - સંઘ દ્વારા ૧૩મી ગ્લોબલ હાર્મની ૨૦૧૭ ભાવ રાગતાલ સ્પર્ધાનું આયોજન કર્યું હતું જેમાં સંકુલના આર્યન્સ મ્યુઝિક જંકશન એકેેડેમી ની વિજેતા બે વિદ્યાર્થીની ડિસેમ્બરમાં સ્પેન ખાતે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેશે.
પૂણે ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ૨૧ રાજ્યનાં ૮૦૦૦ થી વધુ સ્પર્ધકોએ ૨૨૦ થી વધુ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં સંકુલની વંદિતા સૈનાનીએ માઇનોર કેટેગરીમાં કી-બોર્ડ ઇલેક્ટ્રીક ઇન્સ્ટ્રુ મેન્ટ્ સોલો વિભાગમાં સ્થાન મેળવ્યું હતું. તેમજ જુનિયર કેટેગરીમાં કી-બોર્ડ ઇલેક્ટ્રીક ઇન્સ્ટ્રુમેન્ટ એસો. વિભાગમાં આસ્થા રાઠીએ ચેરમેન એવોર્ડ મેળવ્યો હતો. વધુમાં આસ્થા રાઠી નૃત્યનાં અલગ - અલગ વિભાગમાં પાંચ ટ્રોફી મેળવી વિજયી બની હતી.

વિજેતા બંને વિદ્યાર્થીની ડિસેમ્બર ૨૦૧૭ માં સ્પેન ખાતે યોજાનારી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લઇ પોતાની કૃતિ રજૂ કરશે. એકેડેમીનાં ડાયરેક્ટર આર્યન પરમારે વિજેતાઓને બિરદાવ્યા હતા.

#TodaysFact #TodaysFactSamachar #GujaratiMagazine #TodaysFactAndroidApp #Google+ #Facebook #Twitter #SocialMedia #Instagram #Health #Education #Travel #Sports #Youtube