૪૫૧ હાથોમાં ૧૬ કલાક થી ઓછા સમયમાં મહેંદી મૂકવાનો અમદાવાદી છોકરીનો રેકોર્ડ

૪૫૧ હાથોમાં ૧૬ કલાક થી ઓછા સમયમાં મહેંદી મૂકવાનો અમદાવાદી છોકરીનો રેકોર્ડ


અમદાવાદની સુફીયા રેશમવાલા નામની મહેંદી આર્ટિસ્ટે સળંગ ૧૬ કલાકમાં ૪૫૧ હાથોમાં મહેંદી મૂકી, લીમ્કા બુક ઓફ વર્લ્ડ રોકોર્ડમાં નામ નોંધાવ્યું છે. મહેંદી મૂકવામાં સૂફીયાની એટલી માસ્ટરી છે કે તે માત્ર દોઢ થી બે મિનિટમાં આખા પંજા પર મહેંદી મૂકી દે છે. તેણે ૨૪ કલાકમાં ૪૨૫ હાથોમાં મહેંદી મૂકવાનો ટાર્ગેટ કરેલ પરંતુ તે માત્ર ૧૫ કલાક ૨૫ મિનિટમાં પોતાના રેકોર્ડબ્રેક ટર્ગેટ પર પહોંચી ગઇ.

અગાઉ ધનેશ્રી હેન્ડ્રે પુનાની મહેંદી આર્ટીસ્ટે ૩૨ કલાકમાં ૪૦૮ હાથોમાં મહેંદી મૂકી રેકોર્ડ નોંધાવ્યો હતો, રેકોર્ડ ને સુફીયાએ તોડી નાંખ્યો છે.

#TodaysFact #TodaysFactSamachar #GujaratiMagazine #TodaysFactAndroidApp #Google+ #Facebook #Twitter #SocialMedia #Instagram #Health #Education #Travel #Sports #Youtube