ડિઝિટલ માર્કેટીંગમાં કારકિર્દીની તકો

ડિઝિટલ માર્કેટીંગમાં કારકિર્દીની તકો



આજના જમાનામાં દુનિયાનો મોટો ભાગ ગુગલ, ફેસબુક, વોટ્સએપ, યુ-ટ્યુબ, ટ્વીટર, જી-મેલ, -મેલ, વેબસાઇટ, ફોટોગેલેરી વગેરે ઇન્ટરનેટના માર્ગે આપણા મોબાઇલમાં સમાઇ ગયો છે. આવનારા સમયમાં નજર સામે દેખાતી દુનિયા અને તેની -કોપી આપણા મોબાઇલમાં હશે.
ઓન-લાઇન વર્લ્ડ : આઇ.આઇ.એમ. અમદાવાદમાં એડમિશન લેવા માટે હવે તેણે નક્કી કરેલી બેન્ક ને બદલે ડાયરેક્ટ ઓન-લાઇન મળે છે. તેનું ફોર્મ આઇ.આઇ.એમ. ની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો, હવે તો એપ્લિકેશન ફોર્મ ઓનલાઇન ભરવાનું હોય છે, અને કોમન એડમિશન ટેસ્ટ-કેટ પણ ઓનલાઇન આપવાની હોય છે.

કેટલું બધું હવે ઓનલાઇન છે !!! () કેટ, જીમેટ, જીઆરઇ, ટોફેલ જેવી નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલની વિવિધ પરીક્ષાઓ () રેલ્વે ટિકિટ નું બુકિંગ () સિનેમાની ટિકિટ () બસની ટિકિટ () હોટેલના રૂમનું બુકિંગ () એર-વિમાનની ટિકિટ () તિરૂપતિ બાલાજીમાં રૂમ બુકિંગ () અને... અને... ઘણું બધું હવે ઓનલાઇન મળે છે.
ઓનલાઇન દુકાનો, શોરૂમ્સ, સુપર સ્ટોર્સ, મલ્ટીનેશનલ, નેશનલ, રિજનલ, ઝોનલ, લોકલ બિઝનેસ કંપનીઓની સંખ્યા બહુ ઝડપથી વધતી જાય છે. છાપામાં, મેગેઝિનોમાં, રેડિયો, ટીવી પર, મોટાં હોર્ડીંગ્સ - જાહેરાત નાં પાટીયા પર, પેમ્ફલેટ દ્વારા આવી કંપનીઓની માહિતી મેળવી શકો છો.

ઓનલાઇન બિઝનેસ
આજે ડિઝિટલ માર્કેટિંગ અનિવાર્ય જરૂરિયાત બની ગઇ છે. વિશ્વની એક જાયન્ટ કંપની પોતાનો બિઝનેસ એમેઝો ડોટ ઇન ૦૦ દ્વારા સફળતા પૂર્વક કરે છે. ઓનલાઇન બિઝનેસ માં મુખ્યત્વે () ગ્રાહક દ્વારા મળતો ઓર્ડર () તેની કિંમત જેટલું ઓનલાઇન () પેમેન્ટ () કંપની દ્વારા હોમ ડીલીવરી જેવી કામગીરી હોય છે. જમાં તમે ઘરે બેઠાં ઓનલાઇન વસ્તુઓ મેળવી શકોે છો.
ઓનલાઇન બિઝનેસ અને ડિઝિટલ માર્કેટિંગ માટેનાં સ્ટાફ પણ ફિલ્ડનો જાણકાર હોવો જોઇએ.
ઓનલાઇન બિઝનેસ અને ડિઝિટલ માર્કેટિંગ માં નોકરી અથવા સ્વતંત્ર વ્યવસાયની ખૂબ તકો છે. માટે કોવો સ્ટાફ જોઇએ, તેમની કામગીરી શું હોય છે તે જોઇએ :

ડિઝિટલ માર્કેટિંગમાં સ્ટાફ
() ડિઝિટલ માર્કેટિંગ મેનેજર () કન્ટેન્ટ માર્કેટિંગ મેનેજર () કન્ટેન્ટ રાઇટર () ઇન બાઉન્ડ માર્કેટિંગ મેનેજર () સોશ્યલ મીડિયા માર્કેટિંગ એક્ષપર્ટ - સ્પેશ્યાલીસ્ટ () સર્ચ એન્જીન માર્કેટર્સ () સર્ચ એન્જીન ઓપ્ટીમાઇઝર () કન્વર્ઝન રેટ ઓપ્ટિમાઇઝર અને () કોપી રાઇટર્સ
ઉપર જણાવેલી જગ્યાઓ અને સ્ટાફ એક મોટી ડિઝિટલ માર્કેટિંગ કંપનીમાં હોય છે, નાની કંપનીમાં સ્ટાફના પ્રમાણમાં પોસ્ટ હોય છે. ડિઝિટલ માર્કેટિંગના ફિલ્ડમાં વર્ષનો કે તેથી વધુ અનુભવ હોય તો પણ સારી કંપનીમાં ડિઝિટલ માર્કેટિંગ મેનેજર તરીકેની નોકરી મળી શકે છે. સારી પોસ્ટ પર જોબ મેળવવા માટે ડિઝિટલ માર્કેટિંગ મેનેજર તરીકે ફિલ્ડના નિષ્ણાંતોને સામાન્ય રીતે પંદરથી વીસ લાખ રૂપિયા વાર્ષિક પગાર મળે છે. વધુ સારા નિશ્ણાતને ૩૫ થી ૪૦ લાખ રૂા. સુધીનો પગાર કંપની આપતી હોય છે. લાખ રૂા. વાર્ષિક પેકેજ એટલે કે મહિને ૭૦,૦૦૦ રૂપિયા તો ડિઝિટલ માર્કેટિંગ મેનેજર ને મળતાં હોય છે.

જુદા જુદા કામો અને પગાર
ડિઝિટલ માર્કેટિંગ ના ફિલ્ડમાં કન્ટેન્ટ માર્કેટિંગ નું સ્થાન ઘણું મહત્ત્વનું છે. કન્ટેન્ટ એટલે વિષય વસ્તુ. તમારી કંપની જે વસ્તુનું માર્કેટિંગ કરતી હોય તે વસ્તુ અને તની ગુણવત્તા સંબંધમાં લખવાનું હોય છે. કન્ટેન્ટ એવું હોવું જોઇએ કે તે વાંચીને અથવા તેના વિશે જાણીને લોકો તે ખરીદવા આકર્ષાય. કન્ટેન્ટ રાઇટીંગ () બ્લોગ પર હોય () સેલ્સ પેજ એટલે કે વેચાણની જાહેરાતનાં પેજ પર () ઇમેલ દ્વારા મોકલવામાં આવે () ડ્રીપ માર્કેટિંગ માટે () પબ્લીક રીલેશન માટે () -બુક ના પ્રકાશન માટે () વિડીઓ માર્કેટિંગ અને () ગેસ્ટ બ્લોગીંગ ના જેવા વિવિધ કામો માટે કન્ટેન્ટ રાઇટીંગ કરવાનું હોય છે. કન્ટેન્ટ રાઇટીંગ અને કન્ટેન્ટ માર્કેટીંગ મેનેજરનું કામ ઇનબાઉન્ડ મેનેજરે તૈયાર કરેલ સ્ટ્રેટેજીનો અમલ કરવાનો હોય છે. કન્ટેન્ટ મેનેજર ને દસથી પંદર લાખનું વાર્ષિક પેકેજ હોય છે. કન્ટેન્ટ મેનેજર સાથે એક ટીમ હોય છે.
ફેસબુક, ટ્વીટર, બ્લોગ અને આવી સાઇટ પર માર્કેટિંગ તેમજ જાહેરાતનું કામ ચાલતું હોય છે. સર્ચ એન્જીન માર્કેટર, સર્ચ એન્જીન સ્પેશ્યાલીસ્ટ અને કોપી રાઇટર્સ પણ કન્ટેન્ટ માર્કેટીંગ ના કામ માટે હોય છે. ગુગલ અને ફેસબુક ડિઝિટલ માર્કેટિંગ માટેનાં મહત્ત્વના માધ્યમો છે. ડિઝિટલ માર્કેટિંગનું કામ ઇલેક્ટ્રોનિક મિડિયા, ઇન્ટરનેટ ના માધ્યમ દ્વારા પ્રોડક્ટની જાહેરાત અને લોકોને તે પ્રોડક્ટ ખરીદવા તૈયાર કરવાનું છે.

ઓન લાઇન બિઝનેસ અને ડિઝિટલ માર્કેટિંગ નું ફિલ્ડ ઝડપથી વિકસતું ફિલ્ડ છે. નોકરી અને જોબ ની અનેક તકો છે. માટે  () કમ્પ્યુટરનું જ્ઞાન () અંગ્રેજીનું સારૂં નોલેજ () સોશિયલ મિડિયા અંગેનું સારૂં જ્ઞાન () જાહેરાત માટે સારૂં લખવાની આવડત જેવી વિશેષ આવડત જરૂરી છે. સ્વતંત્ર રીતે ફીલાન્સ કામ પણ કરી શકાય છે. ફિલ્ડની કંપનીઓનું પ્રમાણ પણ વધતું જાય છે. અને ભવિષ્યમાં ઘણું વધતું રહેવાનું છે. માટે, ઓનલાઇન બિઝનેસ અને ડિઝિટલ માર્કેટિંગ ના ફિલ્ડમાં કારકિર્દી બનાવવાનું સપનું રાખી શકો છો.

#TodaysFact #TodaysFactSamachar #GujaratiMagazine #TodaysFactAndroidApp #Google+ #Facebook #Twitter #SocialMedia #Instagram #Health #Education #Travel #Sports #Youtube