જાણો GSTથી કેવી રીતે બદલાશે તમારું બજેટ, ૧ જુલાઇ થી શું થશે સસ્તું - શું થશે મોંઘુ ?

જાણો GSTથી કેવી રીતે બદલાશે તમારું બજેટ, ૧ જુલાઇ થી શું થશે સસ્તું - શું થશે મોંઘુ ?



દેશ ભરમાં જીએસટી એટલે કે એક દેશ - એક બજાર નો ટેક્ષદર નક્કી થઇ ગયો છે. જીએસટી લાગુ થવાથી શું સસ્તું થશે અને શું મોંઘુ થશે, બધાના મનમાં સવાલ ઊભો થયો છે. સરકારે બધાં સામાનો અને સેવાઓ માટે નવા ટેક્ષદરો નો પ્લાન કરી નાખ્યો છે. કન્ઝ્યુમર ગુડ્ પર અત્યાર સુધી ૨૪% ટેક્ષ લાગતો હતો, જીએસટી લાગુ થવાથી ૧૮% ટેક્ષ ચૂકવવો પડશે.

ય્જી્ માં સેવાઓની કિંમતો નક્કી :
સરકારે સેવાઓ પર જીએસટી ની કિંમતો , ૧૨, ૧૮ અને ૨૮ ટકા લાગુ પાડી છે. શિક્ષા અને સ્વાસ્થ્ય ની સેવાઓ પર જીએસટી નહીં લાગે. ઇન્ટરનેટ ટેક્ષ ખત્મ થવાથી સીનેમા જોવાનું પણ સસ્તું થશે.

કાઉન્સીલે નક્કી કર્યું છે કે -
૧૦૦૦ રૂપિયા ભાડા વાળા હોટલ નાં કમરા પર કોઇ ટેક્ષ નહીં.
૧૦૦૦-૨૫૦૦ સુધી ભાડાવાળા કમરાં પર ૧૨%
૨૫૦૦-૫૦૦૦ સુધી બાડાવાળા કમરા પર ૧૮%

પાંચ હજાર થી મોંઘા કમરા પર જીએસટીની કિંમતો ૨૮% હશે. અત્યારે સર્વીસ ટેક્ષ અને લક્ઝરી ટેક્ષ મિલાવીને કિંમતો આની આજુબાજુમાં છે. એવી રીતે રેસ્ટોરંટ, નોન-એસી રેસ્ટો. માં જમવાનું, રેલ્વે ટિકિટ પર પણ ટેક્સ લગભગ સરખો છે.
મોબાઇલ સર્વીસ પર જીએસટી ની કિંમત ૧૮% રાખવામાં આવી છે, જ્યારે અત્યારે સેસ મિલાવીને સર્વીસ ટેક્ષ ની કિંમતો ૧૫% છે. પરંતુ સરકારનો દાવો છે કે આનાથી તમારું મોબાઇલ નું બીલ નહીં વધે.

ચીજો પર નહીં લાગે કોઇ ટેક્ષ :
દૂધ, અનાજ, તાજા ફળો, નમક, ચાવલ, પાપડ, ચારો, ચોપડીઓ, લાકડા, બંગડીઓ, હેન્ડલૂમ પર કોઇ ટેક્ષ નહીં લાગે.
સૂકો મેવો, ઘી, ચીઝ, બટર, ભૂજીયા, જ્યુસ, મીણબત્તી, અગરબત્તી પર ૧૨% ટેક્ષ લાગશે. ૧૮% ના ઘેરામાં પાસ્તા, નૂડલ્સ, જામ, મિનરલ વોટર, કિચનનો સામાન આવશે. સૌથી વધુ ૨૮% ટેક્ષ મેકઅપ નો સામાન, કાર, બાઇક, ચોકલેટ, ચામડાની બેગ, શેમ્પુ, હેર ક્રિમ, શેવીંગ ક્રિમ, ફ્લોર કવરીંગ અને બાથરૂમ ના સામાન પર લાગશે.
ખાંડ, ચા, પ્રોસેસ ફળો, શાકભાજી, બ્રાન્ડેડ પનીર, ખાવાનું તેલ, પિઝા, બ્રેડ જેવી ચીજો પર % ટેક્ષ લાગશે.

% જીએસટી આઇટેમ્સ પર કિંમતો :
ઘઉં, ચોખા, અનાજ, આટો, મેંદો, બેસન, મૂડી, બ્રેડ, ગોળ, દૂધ, દહીં લસ્સી, ખુલ્લું પનીર, ઇંડા, માંસ - મચ્છી, મધ, તાજાં ફળો - શાકભાજી, પ્રસાદ, નમક, સીંધાલૂલણ, કુમકુમ, બીંદી, સિંદૂર, બંગડીઓ, પાન, ગર્ભ નિરોધક, સ્ટેમ્પ પેપર, કોર્ટના કાગળ, ટપાલ વિભાગનાં પોસ્ટકાર્ડ - કવર, ચોપડીઓ, સ્લેટ - પેન, ચાક, અખબાર, નક્શા, માટીના વાસણો, ખેતઓજારો, બીજ, બ્રાન્ડ વગરના ઓર્ગેનીક ખાતર, બ્લેડ, સાંભળવાનું મશીન.

% જીએસ્ટી કિંમતો લાગુ -
બ્રાન્ડેડ અનાજ, બ્રાન્ડેડ આટો, બ્રાન્ડેડ મધ, ખાંડ, ચા, કોફી, મીઠાઇઓ, ખાવાનું તેલ, મિલ્ક પાઉડર, બાળકોનું મિલ્ક ફૂડ, પેસ્ટ્રી, ફોજન - પ્રોસેસ શાક - ફળો, ડ્રાય મચ્છી, ન્યુઝ પ્રિન્ટ, રેશનીંગ નું કેરોસીન, રસોઇગેસ, ઝાડૂ, મસાલા, સાબુદાણા, જડીબુટ્ટીઓ, લવીંગ, તજ, જાયફળ, જીવનરક્ષક દવાઓ, સ્ટેંટ, બ્લડ વેક્સીન, હિપેટાઇટીસ ડાયગ્નોસીસ કીટ, ડ્રગ ફોરમ્યુલા, વ્હીલચેર, ટ્રાયસીક્લ, હેંડપંપ, સોલર વોટર હીટર, ઇંટ, માટીના ટાઇલ્સ, સાઇકલ - રીક્ષા નાં ટાયરો, કોલસો, કોલગેસ, રાશનનું કેરોસીન, રાશનનો ગેસ.

૧૨% જીએસટી કિંમતો લાગુ -

નમકીન, બટરઓઇલ, મોબાઇલફોન, ડ્રાયફ્રૂટ, વેજી. જ્યુસ, સોયા મિલ્ક, માંસ - મચ્છી, અગરબત્તી, મીણબત્તી, આયુર્વેદિક - યુનાની - હોમિયો દવાઓ, ગોઝ, પાટા, પ્લાસ્ટર, ઓર્થોપેડિક સાધનો, ટુથપાવડર, સીલાઇ મશીન - તેની સોય, બાયો ગેસ, ક્રાફ્ટ પેપર પેપર બોક્ષ, એક્સરસાઇઝ બુક્સ, બાળકોનાં ડ્રોઇંગ - કલર, પ્રિંટેડ કાર્ડ, ચશ્માના કાચ, પેંસિલ શાર્પનર, છરી, કોયર મેટ્રેશ, એલઇડી લાઇટ્, કિચન અને ટોઇલેટની સીરામીક આઇટમ, સ્ટીલ - તાંબાના અને એલ્યુમિનીયમનાં વાસણો, ઇલક્ટ્રીક વાહનો, સાઇકલ - તેનાં પાર્ટસ, રમતગમતનાં સાધનો, રમકડા, કાર, સ્કૂટર, છત્રી, ફલાયએશ ની ઇંટો, કાંસકો, પેંસિલ, ક્રેયોન.


#TodaysFact #TodaysFactSamachar #GujaratiMagazine #TodaysFactAndroidApp #Google+ #Facebook #Twitter #SocialMedia #Instagram #Health #Education #Travel #Sports #Youtube