હાલમાં વૈશ્વિક સ્તરે ત્રાટકેલ Ransom ware વાઇરસથી કોમ્પ્યુટર સિસ્ટમને તથા તેમાં રહેલ ડેટાને સુરક્ષિત રાખવા માટે અનુસરવા યોગ્ય સુચનો જાહેર કરતી સાયબર ક્રાઇમ સેલ, ક્રાઇમ બ્રાંચ, અમદાવાદ શહેર.
હાલમાં દુનિયાના ઘણાં દેશોમાં એક Ransom wareનામના વાઇરસે ત્રાટકીને તરખાટ મચાવી દીધેલ છે. આ વાઇરસની અસર દુનિયાના ૧૦૦ જેટલા દેશોમાં જોવા મળી છે. જેમાંથી આપણે પણ બાકાત રહી શકેલ નથી. આ વાઇરસ ઘણો જ જોખમી પુરવાર થઇ રહેલ છે. આ વાઇરસ ને કારણે કોમ્પ્યુટરમાં રહેલ તમામ ડેટા ઇન્ક્રીપ્ટ થઇ જાય છે. જેના કારણે કોમ્પ્યુટરમાં રહેલ ફાઇલ ઓપન થઇ શકતી નથી.
જીઓ ની મફત સ્કીમ
વોટ્સ એપ નવા કલરમાં
ઓફ લાઇન વોટ્સ એપ
સરકારી યોજનાઓ બાબતે જાણો
દિલ્હીમાં કરા નો વરસાદ ફોટા જુઓ ક્લીક કરીને
ય્જી્ ના અમલ બાબતે એક્સપર્ટ ઝ્રછ દ્વારા તૈયાર કરેલ પ્રેસન્ટેશન જોવા ક્લીક કરો.
યોગીજી એ લીધેલ નવું પગલું જોવા ક્લીક કરો
વિન્ડોઝ નું નવું વર્જન ઇન્સટોલ કરો મફત માં, માત્ર એક ક્લીક થી
તમારી ફેસબુક મિત્ર એ તમને મોકલેલ ઇન્વીટેશન
આઇફોન ૭ માત્ર ૧૫૦૦૦ માં
ઓપો ફોન એમેઝોન ઓફર
એમેઝોન માં અત્યારે અમુક લીંક સાથે આવે છે જેમાં ક્લીક કરવાથી તમારા કોમ્પ્યુટર કે સિસ્ટમ માં તમે રેનસમ વાયરસ ને એન્ટર કરી ઇન્સટોલ સહમતિ આપો છો.
આ વાયરસ ૦૦ જેવા અનેક ફોર્મેટ માં લીંક અપ થઇ તમારી સિસ્ટમ પર આવી શકે છે.
આ વાયરસ તમારી સિસ્ટમ ની અમુક ફાઇલ - ફોલ્ડર જે તમે રોજ યુઝ કરતા હો છો તે શોધે છે તે માટે ફ્રીક્વન્ટલી યુઝ્ડ ફાઇલ અને લાસ્ટ મોડીફાઇડ ફાઇલ ચેક કરે છે અને પછી અંતે તે ફાઇલ નું ફોરમેટ ચેન્જ કરી નાખે છે અને જેથી તમે જો તે ફાઇલ ફરી થી ઓપન કરવા જાઓ તો યા તો શોધી શકતા નથી યા તો ખોલી શકતા નથી.
અમુક અમુક વખત આવી ફ્રીકવન્ટલી યુઝ્ડ ફાઇલ અને લાસ્ટ મોડીફાઇડ ફાઇલો ને આ વાયરસ માલવેર બનાવી દે છે જેથી તમે જ્યારે ઓપન કરવા પ્રયત્ન કરો ત્યારે વાયરસ ચાલુ થઇ જાય.
હવે આપની સ્ક્રીન પર રેનસમ નો મેસેજ આવે છે જે કહે છે ૫ દિવસમાં આટલા રૂપિયા (બીટકોઇન) આપો અને આપનો ડેટા પાછો મેળવો. નિર્ધારિત સમયમાં બીટકોઇન ન આપનાર પાસે થી વધુ બીટકોઇન ની માગણી થાય છે. જે પૂર્ણ ન થતા આપણે આપણો ડેટા સંપૂર્ણ પણે ગુમાવવો પડે છે.
આવું ન થાય તે માટે
પેનડ્રાઇવ નો ઉપયોગ ટાળો
અજાણ્યા લોકો નો ઇમેઇલ ચેક ન કરો.
જાણીતા વ્યક્તિઓ પાસેથી આવેલ નવિન પ્રકારના વિષયો વાળા ઇ મેઇલ અવગણી નાખો.
નવી વેબસાઇટો સર્ક કરવાનું ટાળો.
રોજનું રોજ બકઅપ લો.
ઓનલાઇન બેકઅપ પર પુરો ભરોષો ન રાખો
અગત્યના ડેટા સાચવતી સિસ્ટમ નેટ કનેક્શન રાખવું જરૂરી ન હોય તો ન રાખો.
લોભામણી વોટ્સએપ પોસ્ટ વિચાર્યા વગર ક્લીક ન કરો
રેનસમ વાયરસ જો તમારા કોમ્પ્યુટર માં આવે તો તે કોમ્પ્યુટર તુરત બીજી સિસ્ટમ થી અલગ કરી નાખો.
વિશ્વાસ પાત્ર વાયરસ કંટ્રોલ સોફ્ટવેર રાખો અને તેને હમેશા ઓન રાખો
તકેદારી જરૂરી છે.