જમાલપુરમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં ૧૫૦૦થી વધુ દર્દીઓને નાત, જાત, ધર્મના ભેદભાવ વિના દવાઓ અપાઇ

જમાલપુરમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પમાં ૧૫૦૦થી વધુ દર્દીઓને નાત, જાત, ધર્મના ભેદભાવ વિના દવાઓ અપાઇ


પૂર્વ ધારાસભ્ય સાબીરભાઇ કાબલીવાલા તથા જાણીતી હોસ્પિટલ નારાયણ મલ્ટી સ્પેશ્યાલિટીના સહયોગથી જમાલપુરની એફ.ડી.ગર્લ્સ સ્કૂલ ખાતે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પમાં રવિવારે સવારે ૧૦ઃ૩૦ થી બપોરના ૧ઃ૩૦ દરમ્યાન સમગ્ર જમાલપુર, ખાડીયા, બહેરામપુરા, રાયખડ, મિરઝાપુર સહિતનાં ૧૫૦૦ થી વધુ વિવિધ રોગનાં દર્દીઓએ લાભ લીધો હતો એમ મ્યુ. કાઉન્સીલરો મુસ્તાકભાઇ ખાદીવાલા તથા શરીફખાન દૂધવાલાએ જણાવ્યું હતું. કેમ્પમાં નારાયણ હોસ્પિટલનાં જાણીતા તબીબો ડો.મકબુલ સોહેલ, ડો. નીરવ વાકાણી, ડો.નિરજ ભારતી, ડો.અનુજ શાહ સહિતનાં તબીબોએ પોતાની સેવા આપી હતી, જ્યા આયોજકો દ્વારા વિનામૂલ્યે દવાઓ અપાયેલ.

#TodaysFact #TodaysFactSamachar #GujaratiMagazine #TodaysFactAndroidApp #Google+ #Facebook #Twitter #SocialMedia #Instagram #Health #Education #Travel #Sports #Youtube