ઇ-કોમર્સના સમયમાં પણ ઠગાઇ

ઇ-કોમર્સના સમયમાં પણ ઠગાઇ



સમય ઓનલાઇનનો છે. -કોમર્સનુ નેટવર્ક પણ હાલમાં રોકેટ ગતિથી ફેલાઇ રહ્યુ છે. આવી સ્થિતીમાં ઠગ લોકોએ પણ ઓનલાઇન શોપિંગ, બેંક ટ્રાન્જેક્શનથી લઇને સોશિયલ મિડિયા સુધી તેમના નેટવર્કને ફેલાવી દેવામાં સફળ સાબિત થઇ રહ્યા છે. પરંતુ સામાન્ય લોકો જો થોડીક સાવધાની રાખે તો આવા ઠપ લોકોની છેતરપિંડીનો શિકાર થવાથી બચી શકે છે. તાજેતરમા ંજ જારી કરવામાં આવેલા એક રિપોર્ટમાં કહેવામાં આવ્યુ હતુ કે ૩૬ ટકા લોકો ક્યારેક ક્યારેક ઓનલાઇન ચેટિંગનો શિકાર થઇ જાય છે. ઓનલાઇન બિલ પેમેન્ટ કરવા, કોઇ -કોમર્સ સાઇટ પર ગેજેટની ખરીદી કરતી વેળા અને એટીએમમાંથી પૈસા ઉપાડતી વેળા લોકો છેતરપિંડીનો શિકાર થઇ જાય છે. આરબીઆઇના ડેટા દર્શાવે છે કે વર્ષ ૨૦૧૫-૧૬માં બેંકોના એટીએમ, ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ સાથે સંબંધિત ફ્રોડના ૧૧૯૯૭ મામલા નોંધવામાં આવ્યા હતા. એવા ૪૯૪૫૫ કેસો કરતા અલગ છે જે ફિશિંગ, સ્કેનિંગ, હેકિંગ સાથે જોડાયેલા છે. એટલુ નહી આવા મામલાની સંખ્યા અનેક ગણી વધારે છે જેનો ઉલ્લેખ રિપોર્ટમાં કરવામાં આવ્યો નથી. ઓનલાઇન શોપિંગનો ક્રેઝ હાલમાં સૌથી વધારે જોવા મળે છે. તેમાં ઓનલાઇન શોપિંગ ખુબ સુવિધાજનક છે. ઇલેક્ટ્રોનિક ચીજ વસ્તુઓની ખરીદી કરવા અને અને ઘરની કોિ ચીજવસ્તુઓ ખરીદવા માટે હવે ઓનલાઇન શોપિંગનો ક્રેઝ વધારે જોવા મળે છે. દુખદ બાબત છે કે ઓનલાઇન શોપિંગમાં પણ કેટલીક પ્રકારની છેતરપિંડીની શરૂઆત થઇ ગઇ છે. કેટલાક કેસમાં ઓનલાઇન ઓર્ડર કરવામાં આવ્યા બાદ આપની પાસે પ્રોડક્ટ પહોંચી શકતી નથી. અથવા તો કેટલાક કેસમાં તુટેલી ચીજવસ્તુઓ પહોંચી જાય છે. કેટલાક કેસમાં બનાવટી ચીજ પણ પહોંચી જાય છે. કેટલાક કેસમાં ખાલી પેકેટ પણ મળી જાય છે. કેટલાક કેસમાં પથ્થર ભરેલા પેકેટ પણ મળી જાય છે. એક ગાજિયાબાદની વ્યક્તિએ માહિતી આપતા કહ્યુ છે કે ૪૬ હજાર રૂપિયામાં આઇફોન- ઓર્ડર કરવામાં આવ્યા બાદ પેકેટ ઘરે પહોંચતા તેમાં પથ્થર નિકળ્યા હતા.હકીકતમાં સમસ્યા કોઇ પણ તબક્કામાં થઇ શકે છે. આના માટે સેલ અને ડિલિવરી વ્યવસ્થાને સમજવાની જરૂર હોય છે. ફેબ ઇન્ડિયા જેવી સાઇટસ માત્ર પોતાના પ્રોડક્ટ વેચે છે. જ્યારે મોટા ભાગની સાઇટ એવી છે જે ઘણા બધા સેલર માટે પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવે છે. જેમ કે ફ્લીપકાર્ટ, સ્નેપડીલ, એમેઝોનનો સમાવેશ થાય છે. અહીં જે ઓર્ડર આપવામાં આવે છે તે પ્રોડક્ટ વેબસાઇટ અથવા તો સેલર પોતે આપના સુધી પ્રોડક્ટસ પહોંચાડે છે. જેના કારણે પ્રિમિયમ પ્રોડકટસ ની ક્વાલિટી અને ડિલિવરીની ગેરંટી હોય છે. સાઇટો બીજા સેલરથી પેદાશો ખરીદે છે. પરંતુ તેની ક્વાલિટી પણ ચકાસે છે. પોતે જે ડિલિવરી કરે છે. જેમ કે ફ્લીપકાર્ટ ટુંક સમયમા ંજ એફ-એશ્યોર્ડ લોંચ કરનાર છે. જેના કારણે વધારે સારી રીતે ચીજ પહોંચાડવાની વ્યવસ્થા રહેશે. ઉપરાંત એનેઝોન પણ એક પ્રાઇમ પેઇડ સર્વિસ છે. જે આશરે ૫૦૦ રૂપિયા વર્ષભરના આપવાના કેસમાં આવા પ્રકારની સુવિધા આપે છે. ટેકનોલોજીની સારી સમજ ધરાવનાર ઠર લોકો કેટલીક વખત એક જેવા દેખાતા લોકો અને ડોમેન નેમની સાથે નકલી સાઇટ બનાવી નાંખે છે. જે બિલકુલ અસલ જેવી દેખાય છે. આના મારફતે કસ્ટમરો મારફતે નાણાં વસુલ કરીને ગાયબ થઇ જાય છે. નકલી વેબસાઇટનો ઉપયોગ કરીને લોકોને જુદા જુદા લાલચ આમાં આપવામાં આવે છે. જેના ભાગરૂપે ઠગ લોકો ખુબ સફાઇથી લોકોને ગેરમાગે દોરી દેવામાં સફળ રહે છે. બીજી રીતે સાઇટ સાચી અને સેલર ખોટા તેવી બાબત હોય છે. જો તમને કોઇ પેદાશ મળતી નથી અથવા તો તુટેલી મળે છે તો વેબસાઇટ નહી બલ્કે સેલર અથવા તો કુરિયર કંપની ઠગાઇ કરનાર હોઇ શકે છે. અલબત્ત સાઇટ્ પોતે પણ ખરીદારના રેટિંગ અને બીજા તરીકા સાથે સેલર પર ચાંપતી નજર રાખે છે. છતાં તમામ છેતરપિંડી કરનાર લોકોને પકડી પાડવાની બાબત સરળ હોતી નથી. કુરિયર કંપની પણ કેટલાક કેસમાં ઠગાઇમાં સામેલ રહે છે. કેટલાક કેસમાં સેલર અને સાઇટ બન્ને યોગ્ય હોય છે પરંતુ જો તેઓ યોગ્ય કુરિયર કંપનીની પસંદગી કરે તો કસ્ટમરોની સાથે છેતરપિંડી થઇ શકે છે. પૈસા બચાવવાના ચક્કરમાં જો યોગ્ય કુરિયરની પંસદગી કરવામાં આવે તો પણ વિશ્વાસઘાત કસ્ટમરોની સાથે થઇ જાય છે.

#TodaysFact #TodaysFactSamachar #GujaratiMagazine #TodaysFactAndroidApp #Google+ #Facebook #Twitter #SocialMedia #Instagram #Health #Education #Travel #Sports #Youtube