કેલ્શિયમ હાડકા મજબુત કરે છે

કેલ્શિયમ હાડકા મજબુત કરે છે

શરીરને સ્વસ્થ રાખવા માટે કેલ્શિયમ મહત્વપૂર્ણ છે. આનાથી શરીરની ઘણી જરૂરિયાતો પરિપૂર્ણ થાય છે. હાડકાંઓને મજબૂત કરવામાં પણ કેલ્શિયમની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. દરરોજ શરીરને કેટલા પ્રમાણમાં કેલ્શિયમની જરૂર હોય છે તેને લઈને માહિતી મેળવવી અતિ જરૂરી હોય છે. કેલ્શિયમ બાળપણમાં શરીરને મજબૂત અને હાડકાંઓને મજબૂત કરવામાં ભૂમિકા ભજવે છે. વૃદ્ધાવસ્થામાં કેલ્શિયમ હાડકાંઓને મજબૂત જાળવી રાખવામાં ઉપયોગી સાબિત થાય છે. ઓસ્ટિયોપોરોસિસમાં હાડકાઓ નબળાં પડી જાય છે. સગર્ભા મહિલાઓ માટે પણ કેલ્શિયમ ખૂબ જરૂરી છે. ગર્ભમાં રહેલા બાળકોના વિકાસમાં પણ કેલ્શિયમ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. જેથી પોતાની માતાના કારણે બાળકને કેલ્શિયમ મળે છે. વૃદ્ધાવસ્થા તરફ વધી રહેલી મહિલાઓમાં કેલ્શિયમની કમી હોવાની સ્થિતિમાં બિમારીના ખતરા રહે છે. શરીરમાં આશરે ૯૦ ટકા કેલ્શિયમ હાડકાં અને દાંતમાં જમા થાય છે. બાકીનું કેલ્શિયમનું પ્રમાણ લોહી અને સ્નાયુઓમાં પ્રવાહી સ્વરૂપે હોય છે. સ્નાયુ અને કોશિકાઓને ફેલાવવામાં પણ તેની ભૂમિકા હોય છે. હાર્મોન અને એન્જોઈંમના ફેલાવા માટે પણ તેની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. ભોજનમાં કેલ્શિયમની કમી હોવાથી તેની આરોગ્ય ઉપર અસર થાય છે. આના માટે રોગને આમંત્રણ મળે છે. ભોજન મારફતે કેલ્શિયમની અછત દૂર કરવામાં આવે તે અતિ જરૂરી છે. કેલ્શિયમ કાર્બોનેટ પૂરતા પ્રમાણમાં લેવા માટે ઘણી જરૂરિયાતો હોય છે. આરોગ્ય પ્રત્યે સાવધાન રહેલા લોકોને કેલ્શિયમને લઈને સાવધાની જરૂરી છે. કેલ્શિયમના મહત્વ ઉપર ફરી એકવાર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે.




#TodaysFact #TodaysFactSamachar #GujaratiMagazine #TodaysFactAndroidApp #Google+ #Facebook #Twitter #SocialMedia #Instagram #Health #Education #Travel #Sports #Youtube