મહેનત કરનેવાલોં કી કભી હાર નહીં હોતી

મહેનત કરનેવાલોં કી કભી હાર નહીં હોતી

- મૌલિક સોની
મોટાભાગે પરીક્ષા પૂરી થયા બાદ વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષાનાં આધારે કેટલા માર્કસ કે પર્સન્ટેજ આવશે તેની ધારણાં બાંધતા હોય છે, જેમ કે મને ૯૨% કે ૮૫% તો આવશે ...
પરંતુ તમારી ધારણાં કરતાં વિરૂધ્ધ ૯૨% ને બદલે ૮૧% પરિણામ આવે તો ! ત્યારે અમિતાભ બચ્ચન સાહેબની પેલી વાત યાદ કરવી...
એક એવોર્ડ સમારંભમાં અમિતાભ બચ્ચનને એવોર્ડ મળતાં એક પત્રકારે તેમને પૂછ્યું, “સર, આપને કેવું લાગે છે ?” તેમણે જવાબ આપ્યો - “જુઓ મિત્રો, મારાં બાપુજી કહેતાં હતાં કે બેટા, તારી ઇચ્છા મુજબ થાય તો સારૂં પણ, ના થાય તો વધુ સારૂ.” કેટલી સુંદર વાત છે !
મતલબ કે બધું તમારી ઇચ્છા પર નહીં પરંતુ ઉપરવાળાની એટલે કે ઇશ્વરની ઇચ્છા મુજબનું પરિણામ આવ્યું છે. તેનો કોઇ ચોક્કસ પ્લાન જરૂર હશે. “ઇશ્વર જે કરે છે તે સારા માટે.”
મળેલ પરિણામને પ્રેમથી સ્વીકારીને હવે પછી જે પણ સ્કૂલ, કોલેજ કે યુનિવર્સિટીમાં એડ્મીશન મળે ત્યાં ખૂબ ઉત્સાહથી ભણજો. લો ઓફ નેચરએટલે કે કુદરત નો નિયમ છે. આમ પણ ફરિયાદ કરવાથી પરિણામ બદલાઇ જવાનું નથી, તો પછી શા માટે પ્રેમથી સ્વીકારીને ઉત્તમ ભવિષ્યની તૈયારીમાં લાગી ના જવું...
તો, બસ, આજથી જે પણ સ્કૂલ - કોલેજમાં એડમિશન મળે ત્યાં લઇને જોરદાર મહેનત કરવા લાગો.
પેલું કહેવાય છે ને કેબૈઠે રહનેવાલોં કી નૈયા કભી પાર નહીં હોતી, ઔર મહેનત કરનેવાલોં કી કભી હાર નહીં હોતી.”

અને હા, જો તમને તમારી ઇચ્છા મુજબનું પરિણામ ના મળ્યું હોય તો તમે કરેલી મહેનત વ્યાજ સાથે પરિણામ ભવિષ્યમાં મળી જશે.