ભારતમાં વર્ષ ૨૦૦૮થી જ હાઇબ્રિડ કાર પોતાના જલવા દર્શાવી રહી છે. પરંતુ સરકારની સ્કીમના કારણે છેલ્લા બે વર્ષ દરમિયાન હાઇબ્રિડ કારોના ગ્રોથમાં કોઇ વધારે તેજી રહી ન હતી. આના હેઠળ સરકાર ૧.૩૮ લાખ રૂપિયા સુધીના હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનો તેમજ ૨૯ હજાર રૂપિયા સુધીના ટ વ્હીલર્સ વાહનો પર છુટછાટ અને રાહત આપે છે. મારૂતિ સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટોયોટા જેવી કાર બનાવતી કંપનીઓએ દેશમાં ઇકો ફ્રેન્ડલી હાઇબ્રિડ વાહનોને ખુબ પ્રોત્સાહન આપ્યુ છે. સરકાર અને કાર કંપનીઓ વચ્ચે સંયુક્ત પ્રયાસના કારણે હવે હાઇબ્રિડ વાહનોની લોકપ્રિયતા વધી રહી છે. મારૂતિ સુઝુકી ઇન્ડિયાએ એક લાખથી વધુસિયાજ અને આર્ટિગા જેવા હાઇબ્રિડ એસએચવીએસ વર્જનનુ વેચાણ કર્યુ છે. આવી સ્થિતીમાં જો કોઇ વ્યક્તિ ઓછા ઇંધનના વપરાશવાળી હળવી હાઇબ્રિડ કાર લેવાની યોજના ધરાવે છે તો આ વર્ષે લોંચ થનાર પાંચ હાઇબ્રિડ કાર અંગે માહિતી મેળવી શકાય છે. નિસાન દ્વારા એક્સ ટ્રેલ લોંચ થવા જઇ રહી છે. તે પ્રથમ હાઇબ્રિડ ગાડી છે. આ હાઇબ્રિડ એસયુવીમાં ૨ લીટરના પેટ્રોલ એન્જિનની સાથે સાથે એક ઇલેક્ટ્રિક મોટર પણ હશે. હાઇબ્રિડ પાવર સિસ્ટમ એકંદરે ૨૦૭ એનએમ ટોર્કની સાથે ૧૭૯ બીએચપી પાવર આપે છે. હાઇબ્રિડ એન્જિન ઉપરાંત નવી એક્સટ્રેલમાં ઓન અને ઓફ રોડ સાથે જોડાયેલી તમામ ક્ષમતા છે. આ તમામ વચ્ચે તેની સ્ટાઇલ ખુબ શાનદાર છે. તેમાં ફીચર લોડેડ કેબિન પણ છે. આવી જ રીતે ન્યુ ટોયોટા પ્રિયસ પણ શાનદાર કાર છે. ભારતમાં જે હાઇબ્રિડ કારની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવે છે તે પૈકી એક કાર આ પણ છે. આ વર્તમાન મોડલની તુલનામાં હળવી અને વધારે સુરક્ષિત છે. તેમાં ૧.૮ લીટરના વીવીટી -આઇ પેટ્રોલ એન્જિન અને નિકેલ મેટલ હાઇબ્રિડ બેટરી લાગેલી છે. તેમાં ગેસોલિન યુનિટ ૧૪૨ એનએમની સાથે ૯૭ બીએચપી અને ઇલેક્ટ્રિક મોટ ૭૧ બીએચપી પાવર આપે છે. તેની સરેરાશ અવરેજ ૪૦.૮ પ્રતિ કિમી લીટર છે. ફોક્સ વેગન પસાત જીટીઇને વર્ષ ૨૦૧૬ન ઓટો એક્સોમાં શોકેસ કરવામા આવ્યા બાદ આની ચર્ચ રહી હતી. સીડાનના આ પ્લગ ઇન હાિબ્રિડ વર્જનમાં ૧.૪ લીટરના ટીએફએસઆઇ પેટ્રોલ એન્જિન છે અને એક ઇલેક્ટ્રિક મોટર લાગેલી છે. તેમાં ફોક્સવેગનની ખુબ જ કુશળ ઇ-હાઇબ્રિડ ટેકનોલોજીની તાકાત લાગેલી છે. તેની ગેસોલીન યુનિટ ૧૬૪ બીએચપી પાવર અને ઇલેક્ટ્રિક મોટર ૧૧૩બીએચપીની તાકાત આપે છે. આ રીતે આ ગાડી સામાન્ય રીતે ૨૧૮બીએચપી પાવર આપે છે. આ ચાર જુદા જુદા મોડમાં છે. જેમાં ઇ-મોડ, બેટરી ચાર્જ, હાઇબ્રિડ અને જીટીઇનો સમાવેશ થાય છે. સ્વીફ્ટ રેંજ એક્સટેન્ડર મારૂતિની બીજી સૌથી લોકપ્રિય હાઇબ્રિડ કાર પૈકી એક કાર છે. ત્યારબાદ વર્ષ ૨૦૧૫માં આયોજિત ઇન્ટરનેશનલ ગ્રીન મોબિલિટી એક્સપોમાં આને ડિસપ્લે કરવામાં આવી હતી. સ્વીફ્ટ હાઇબ્રિડમાં ૬૫૮ સીસીના એન્જિન અને ૭૩ બીએચપીના પરમાનેન્ટ મેગ્નેટ સિન્ક્રોનોમસ મોટરની સાથે-૩ સિલિન્ડર પેટ્રોલ એન્જિન લાગેલા
છે. કંપની દ્વારા તેની અવરેજ ૪૮.૨ કિલોમીટર પ્રતિ લીટર હોવાની વાત કરી છે. આ કાર કુલ ત્રણ વર્જનમાં આવી રહી છે. આ કાર સંપૂર્ણરીતે ઇલેક્ટ્રિક, પેરલેલ અને સીરીઝ હાઇબ્રિડમાં આવનાર છે. બલેનો એસએચવીએસ કાર પણ ધુમ મચાવી શકે છે. સિયજ અને આર્ટિગોની અપાર સફળતા બાદ મારૂતિ સુઝુકી પોતાની લોકપ્રિય પ્રિમિયમ હૈચબેક બલેનોેને લોંચ કરવાની તૈયારીમાં છે. તેમાં એસ એચવીએસ ટેકનોલોજીની સાથે ૧.૩ લીટરના ડીઝલ એન્જિન લાગેલા છે. આ કાર ઓક્ટેન ઇંધનથી ચાલનાર છે. બીએસ-૬ ઉત્સર્જનના અનુકુળ આ કાર રહેનાર છે. બલેનોના હાઇબ્રિડ વર્જન વર્તમાન બલેનોથી વધુ શાનદાર અને સસ્તા રહેશે. વર્ષ ૨૦૧૭માં રજૂ કરવામાં આવનાર નવી હાઇબ્રિડ કારને લઇને કારની ખરીદી કરવાની ઇચ્છા ધરાવતા લોકો પાસે વધારે વિકલ્પ રહેેશે. હાઇબ્રિડ કારની માંગ આગામી દિવસોમાં જોવા મળી શકે છે. કારણ કે દેશમાં હવે સરકાર અને કાર કંપનીઓ મળીને આ દિશામાં પ્રયાસ કરી રહી છે. સાથે સાથે આ પ્રકારની કારને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે.
કારના ચાહકો બજારમા લોંચ કરવામાં આવનાર કારની રાહ જોઇ રહ્યા છે. આ તમામ હાઇબ્રિડ કાર ધુમ મચાવી શકે છે.ખરીદારોને આકર્ષિત કરવા માટે કાર કંપનીઓ વચ્ચે ગળા કાપ સ્પર્ધા જોવા મળી શકે છે. જેનો સીધો લાભ સામાન્ય લોકોને મળે તેવી શક્યતા દેખાઇ રહી છે.